Health

ગેસ, એસિડિટી, શરદી, અપચો, કફ ,કોલેસ્ટેરોલનો રામબાણ ઉપચાર

શરદી, કફ, સળેખમ, ગેસ, અપચો, એસીડીટી, વધારે કોલેસ્ટ્રોલ, વજન ઘટી જવો અને ઈમ્યુનીટી ઘટી જવી અનેક સમસ્યાઓ ઘણા લોકોને અવારનવાર થતી જોવા મળે છે. આ સમસ્યા કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. આમાંથી અમુક રોગો એવા છે કે તે જે ખાવાથી કે વાયરલ ઇન્ફેકશનને કારણે ફેલાય છે. અમે આ લેખમાં આ રોગને ઘરે જ મટાડી શકાય તેવા ઉપચાર બતાવી રહ્યા છીએ.

કફ આપણા શરીરમાં ફેફસામાં રહેલો હોય છે. આ કફ જયારે ઋતુ પરિવર્તન થાય છે ત્યારે તેમાં પ્રકોપ થયેલો જોવા મળે છે. આ પ્રકોપને લીધે તેમાં વાયરસ ને બીજા ઘણા બેક્ટેરિયા ભળી જાય છે જેના પરિણામે તેમાંથી શરદી અને ઉધરસ જેવા રોગો ઉત્પન્ન થાય છે. આ કફને જો દૂર કરવામાં ન આવે તો તેમાં વધારો થાય છે, જેના લીધે ન્યુમોનિયા, દમ, અસ્થમા જેવી બીમાંરીઓ લાગી જાય છે.

કફનું સંક્રમણ વધારે બહારની બાજુએ નાક અને ગળામાં વધારે અસર કરે છે. જેના લીધે સાયનસની સમસ્યા પણ ઉત્તપન્ન કરે છે. આ સમસ્યાને લીધે આપણા શ્વસન તંત્રને અસર થાય છે. શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

ઘણા લોકોને પાચન તંત્ર સંબંધી સમસ્યાઓને લીધે ગેસ રહેતો હય છે. આ સમસ્યામાં કબજીયાત અને આંતરડાની બરાબર સફાઈ ન થવાના કારણે અંદર રહેલો જૂનો મળ સડે છે. આ મળ સડવાથી તેમાંથી વાયુ ઉત્પન્ન થાય છે અને જે પેટમાંથી નીકળવાનો પ્રયાસ કરે છે  જેના લીધે પેટમાં ગરબડ થઈ શકે છે. ક્યારેક આ ગેસના લીધે પેટ ફૂલી જવાની પણ સમસ્યાઓ રહેતી હોય છે. જયારે આ સમસ્યાની સાથે પેટમાં ખોરાક રહેતો હોવાથી ખાવાનું ભોજન ન ભાવે અને અપચો જેવી સમસ્યાઓ ઉભી થાય છે.

ઘણા લોકોમાં એસીડીટીની સમસ્યાઓ જોવા મળતી હોય છે. ક્યારેક શરીરમાં પિત્ત વધી જવાથી આંતરડાની અને પાચન માર્ગની દીવાલો પર અસર કે છે. ઘણી વખત લોહીમાં પિત્ત વધી જવાથી આ બીમારી થાય છે.

શરીરમાં ચરબીના કણો વધી જવાથી લોહીમાં અસર કરે છે. લોહીમાં તે કોલેસ્ટ્રોલથી લોહીના જામે છે અને તેના લીધે બ્લડ પ્રેસરની સમસ્યા કરે છે. આ બધી સમસ્યાઓને લીધે શરીરમાં ઘણા બધા ફેરફારો વજન વધી જવો અને ઈમ્યુનીટીની સમસ્યા થાય છે.

અત્યારના સમયે મહામારીને કારણે વાયરલ સંક્રમણ ફેલાવાની શક્યતાઓ પણ ખુબ રહેલી છે. માટે શરદી અને કફને અટકાવવા ખુબ જ જરૂરી છે. આ માટે આપણી ઈમ્યુનીટી વધે તેવા પ્રયાસો કરવા ખુબ જ જરૂરી છે.

આ માટે એક દવા બનાવવા શીખવાડીશું કે તે ગેસ, અપચો, કોલેસ્ટ્રોલ, વાયુ, એસીડીટી, વધારે વજન, શરદી અને કફ તમામ રીતે ઉપયોગી થઈ શકે તેવો આ ઉકાળો બનશે. આ દવા બનાવવા માટે નાનકડી તપેલીમાં એક ગ્લાસ પાણી લેવું. આ પાણીને હળવા કે ધીમા તાપ ઉપર ગરમ કરવું. આ પાણીને ગરમ કરતી વખતે એક નાની ચમચી જેટલું જીરું નાખવું.

આ જીરૂની સાથે અડધી ચમચી અજમો નાખવો અને ધીમે ધીમે આ પાણીને ગરમ કરવું. આ પાણીને હળવા તાપે 7 થી 8 મિનીટ ગરમ કરવું. આ પાણીને કોઈ વાસણથી ઢાકી દેવું. જ્યારે આ દ્રાવણમાંથી અજમાનો દાણો ફૂલી જાય અને તેનો કલર પણ બદલાય જાય છે અને થોડું પીળા કલરનો ઉકાળો થઈ જશે.

આ રીતે પીળું થઈ જાય પછી તેને ગરણીથી ગાળી લેવું. આને ગાળી લીધા પછી અંદર પા ચમચી સંચળ અને બે થી ત્રણ ટીપા લીંબુના નાખવા. લીંબુમાં વિટામીન સી હોય છે. લીંબુ શરદી અને કફને ઓછો કરવામાં ખુબ જ મદદરૂપ થશે.

આ પીણું સામાન્ય હળવું ગરમ હોય ત્યારે પીવું. આ ઉપાય દિવસમાં એક વખત કરવામાં આવે તો પણ ઉપયોગી થશે. આ ઉપાય ગમે તેવી એસીડીટી, ગેસ, અપચો, શરદી હશે, ભૂખ ન લાગતી હોય, વજન ઘટાડવું હોય તો આ તમામ જગ્યાએ આ રેસીપી તમને ખુબ જ ઉપયોગી થશે.

જીરું એક ચમચી, અજમો અડધી ચમચી નાની તપેલીમાં પાણી લઈને તેની અંદર નાખી, એક ગ્લાસ જેટલું પાણી લેવું. આ પછી 7 થી 8 મિનીટ સુધી આને ગરમ કરવું. ઢાંકીને ગરમ કરવું. સરખી રીતે ઉકળે, ઉકાળો તૈયાર થાય પછી તેને ગાળી તેની અંદર પા ચમચી સંચળ અને ત્રણથી ચાર ટીપા લીંબુના નાખીને તેનો આ પ્રયોગ અવશ્ય કરવામાં આવે તો આ બધી જ સમસ્યાઓથી છુટકારો મળશે અને ઈમ્યુનીટી પણ વધશે.

આ ઉપરોક્ત રીતે બનાવવામાં આવેલું પીણું પીવામાં આવે તો ખુબ જ ફાયદો રહે છે. આ ઉપાયમાં ઉપયોગમાં લેવામાં આવતી બધી જ વસ્તુઓ આયુર્વેદિક હોવાથી શરીરમાં કોઈપણ પ્રકારની આડઅસર કરતું નથી. આ ઉપાય કરવાથી ઉપરોક્ત બધીજ સમસ્યાઓ દુર થાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *