આજના સમયે વોટ્સેપ એક જીવન જરૂરીયાતની વસ્તુ બની ગઈ હોય તે રીતે કાર્ય કરી રહ્યું છે. એન્ડ્રોઇડ મોબાઈલ વાપરતા મોટભાગના લોકો આજે વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે. જે એક ખુબ જ અગત્યનું મેસેન્જર એપ્લીકેશન છે. જેનો આજે મોટાભાગના લોકો ઉપયોગ કરે છે. વોટ્સેપ દ્વારા મેસેજ સાથે વિડીયો, ઓડિયો, ટેક્સ, ફાઈલો વગેરેનો ઉપયોગ કરીએ છીએ. આજના સમયે અગત્યના ગ્રુપ, સ્ટેટ્સ વગેરે આ વોટ્સેપથી મેળવી શકીએ છીએ. જેથી આજે મોટાભાગના લોકો સંદેશાવ્યવહાર આ રીતે કરતા હોય છે.
ટ્રીક્સ: આ માટે તમારે સૌપ્રથમ વોટ્સએપ ઓપન કરવાનું છે. આ પછી તમે વોટ્સએપમાં જમણી બાજુએ આપેલા ત્રણ ટપકા વાળા ઓપ્શનમાં ક્લિક કરવાનું છે. આ ટપકા ઉપર તમે ક્લિક કરશો એટલે તેમાં ડેટા અને સ્ટોરેજ નામનો ઓપ્શન ખુલશે. જેના પર તમારે ક્લિક કરવું. આ મપછી એક લાંબુ લીસ્ટ ખુલશે છે જ્યાં તમે WhatsApp પર તમે રોકેલી જગ્યાની માહિતી આપવામાં આવશે. જે તે કોની સાથે વધારે વાત કરો છો તે પણ બતાવશે.
ઘણા લોકો સવારે જાગતાની સાથે જ મેસેજ જોવાનું કાર્ય પહેલા કરતા હોય છે. શરૂઆતમાં ગુડ મોર્નિંગના મેસેજ આ રીતે વોટ્સએપ દ્વારા મેળવી શકાય છે. ઘણા લોકો વોટ્સેપમાં એટલા પરોવાયેલા રહેતા હોય છે કે જે ખુદ પણ કેટલા મેસેજ વોટ્સેપ પર કરે છે તે જાણતા નથી. જયારે વોટ્સસેપમાં એક ટીપ્સ છે જેનાથી તમે કોની સાથે વધારે વાત કરો છો તે જાણી શકો છો.
ઘણા લોકો આ બધી જ વધારાની માહિતી મેળવવા કે સ્ટેટ્સ વગેરે જોવા માટે અલગથી કોઈ એપ ઇન્સ્ટોલ કરતા હોય છે. પરંતુ અમે જે ટીપ્સ બતાવી રહ્યા છીએ તે અનુસરવાથી આ કોઈ એપની જરૂર નહિ પડે. તમે જાતે જ આ રીતે તમે કોને વધારે પડતા મેસેજ કરો છો તે જાણી શકશો.
આ સિવાય તમે જે લોકો સાથે વધારે વાત કરી હોય, મેસેજ, ફોટા તેમજ વિડીયો શેર કરવામાં આવ્યા હોય તેની માહિતી મેળવી શકો છો. આ એક પૂરી માહિતી આપતી જરૂરીયાતની માહિતી છે. આ મેસેજ તમે જો રખવા માંગતા નથી તો તમે તેને ડીલીટ પણ કરી શકો છો.
આ રીતે તમે વોટ્સેપમાં કોનીં સાથે વધારે વાત, મેસેજ અબે ફોટા કે વિડીયોની આપલે કરો છો તે બધી જ માહિતી મેળવી શકો છો. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય. જો વધાર પડતી આ માહિતી તમારા માટે કોઈ જ જરૂરી ના હોય તો તમે ડીલીટ કરી શકો છો. જેથી તમારા મોબાઈલની રોકેલી જગ્યા પર ખાલી થશે.