ધીમે ધીમે આધુનિક ટેકનોલોજી અને કમ્પ્યુટરનો વ્યાપ વધતો જાય છે. તેની સાથે ઈન્ટરનેટ અને સોફ્ટવેરમાં પણ વધારો થઇ રહ્યો છે. સાથે સાથે સાથે સરકાર દ્વાર અનેક ક્ષેત્રોમાં પણ આ અસર જોવા મળી રહી છે. આ ટેકનોલોજીનાં વ્યાપ સામે સરકાર ઘરબેઠા સુવિધાઓ આપી રહી છે.
હાલમાં જ જેમ જેમ દિનપ્રતિદિન ફ્રોડ વધવાના બનાવો વધી રહ્યા છે. આ બનાવોને પરિણામે સરકાર દ્વારા નાગરિકો જાતે જ તપાસ કરી શકે છે કે ફ્રોડ થયું છે કે નહિ તે પોતે જ ઘર બેઠા જાણી શકે છે. આ બાબતની જાણકારી માટે DoTએ એક પોર્ટલ ટેલીકોમ એનાલીટીકસ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન લોન્ચ કર્યું છે. આ પોર્ટલ દ્વારા આધાર સાથે જોડાયેલા તમામ ફોન નંબર ચકાસી શકાય છે. આ એક ખુબ જ ઉપયોગી પોર્ટલ છે.
આ માટેની પ્રોસેસ પણ સાવ સરળ જ છે, આ પ્રોસેસમાં સાવ થોડી માહિતી ભરવાથી તમે તમારી જાણ વગર કોઈ સીમ કાર્ડ તમારા આધાર કાર્ડથી તો ચાલુ કરવામાં આવ્યું નથી ને તે જાણી શકાય છે. આ પછી તેની ફરીયાદ પણ તમે આ પોર્ટલ દ્વારા કરી શકો છો.
જો કે આ સુવિધા આંધ્ર પ્રદેશ અને તેલંગાણા રાજ્ય માટે ચાલુ કરવામાં આવી હતી, જે હવે દેશભરના પણ ચાલુ કરવામાં આવી છે. તમારા આધાર કાર્ડ સાથે કેટલા નંબર જોડાયેલા છે તે આ એક પોર્ટલમાં તમારો નંબર નાંખીને ઓટીપી આપવાથી તમને જેટલા સીમ કાર્ડ ચાલુ હોય તેની માહિતી મળે છે.
આ માટે તમારે મોબાઈલ સીમ વિશે જાણવા માટે https://tafcop.dgtelecom.gov.in પર જઈને આ વિશે પૂરી માહિતી મેળવી શકો છો. તેમજ તમને તેમાંથી સંપૂર્ણ માહિતી મળે છે. અ પોર્ટલ ખોલીને તમે તમારો ફોન નંબર દાખલ કરી શકો છો. આ માટે તમારે આ પછી રીક્વેસ્ટ ઓટીપી બટન પર ક્લિક કરવું પડશે.
આ ઓટીપી દાખલ કરીને સબમિટ કરવાની સાથે જ તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલા તમામ નંબરો આ વેબસાઈટ પર દેખાશે. જો તમને આ માહિતીમાં તમને લાગે કે આ નંબર તો તમે ક્યારેય લીધો જ નથી તો તમે રીપોર્ટ એટલે કે ફરિયાદ કરી શકો છો. જેના પર આ TAFCOP પોર્ટલ તમામ સુવિધાઓ બંધ કરી દેશે.
આ સિવાય તમારા જુના નંબર કે જે તમે વાપરતા ન હોય, અથવા તો તમારું સીમકાર્ડ ખોવાયેલું હોય તેને પણ તમે બંધ કરી શકો છો. આ પોર્ટલ દ્વારા જે ગ્રાહકોને નામે 9 થી વધારે સીમકાર્ડ હોય તેને મેસેજ દ્વારા જાણકારી આપવામાં આવે છે. જે ગ્રાહકના નામે 9 થી વધારે કાર્ડ હોય તે પણ આ પોર્ટલ દ્વારા બંધ કરાવી શકે છે.
આ એક સુરક્ષાના હેતુસર ચાલુ કરવામાં આવેલ ખુબ જ ઉપયોગી પોર્ટલ છે, કે જેના દ્વારા સબસ્ક્રાઈબર આ બાબતની સંપૂર્ણ માહિતી મેળવી શકે અને ઘર બેઠા જ બધી માહિતી જાણી શકે છે અને સીમકાર્ડ બંધ કરવા રીક્વેસ્ટ કરી શકે છે. આ એક ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન દ્વારા કરવામાં આવેલી ટેલીકોમ એનાલિટીકસ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન દ્વારા ચાલુ કરવામાં આવેલી સુવિધા છે.