જીઓ એક એવી મોબાઈલ અને ટેલીફોન કંપની છે. જે તેના ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરે છે. જે લોકોને ખુબ જ ઉપયોગી થાય તેવા અનેક અવારનવાર પ્લાન્સ લોન્ચ કરીને ચોંકાવતી હોય છે. જીઓએ ભારતમાં સૌપ્રથમ 5 G ટેકનોલોજી અને અનલિમિટેડ ડેટા પ્લાન લોન્ચ કરીને લોકોને ખુબ જ ફાયદો કરાવ્યો છે. જેના પગલે અન્ય કંપનીઓને પણ અનલિમીટેડ પ્લાન કરવાની ફરજ પડી છે.
હાલમાં જ જીઓ દ્વારા ખુબ જ ઉપયોગી એવા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે. જે ગ્રાહક માટે ખુબ જ સસ્તા છે. જેમાં માત્ર 4 રૂપિયામાં 1 જીબી ડેટા મેળવી શકાય છે. આ પ્લાન કેવી રીતે મેળવવો તેના વિશેની માહિતી અમે અહીંયા બતાવી રહ્યા છીએ. સાથે બીજા 5 પ્લાન પણ જણાવી રહ્યા છીએ.
જીઓનો લાંબા સમયનો પ્લાન જોવામાં આવે તો તે એક વર્ષનો પ્લાન છે. જેમાં તમે 365 દિવસના આ પ્લાનને કરી શકો છો. જે તમને દરરોજના 3 જીબી ડેટા તેમજ અનલીમીટેડ વોઈસ કોલની સુવિધા આપે છે. સાથે દરરોજના 100 મેસેજ પણ ફ્રી આવે છે. પ્લાન ખરીદવા માટે તમારે એક વર્ષના 3499 રૂપિયાનો પ્લાન કરવો પડશે. જેના કુલ ડેટા ગણીએ તો એક વર્ષ દરમિયાન તમને 1095GB ડેટા મળે છે.
આ સિવાય બીજો એક વાર્ષિક પ્લાન પણ જીઓ દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે. જેમા 2399 રૂપિયા ખર્ચીને આ પ્લાન લાગુ કરી શકો છો. જેમાં તમને દરરોજના 2 જીબી ડેટા મળશે. આ પ્લાનની અંદર તમને કુલ 73૦ જીબી ડેટા મળશે. આ પ્લાન એક સાથે કરવાથી તમને માત્ર 3.28 રૂપિયામાં 1 GB ડેટા મળે છે.
નાના પ્લાન જોઈએ તો એકપ્લાન 444 રૂપિયામાં ઉપલબ્ધ છે. જે પ્લાન 56 દિવસની વેલીડીટી આપે છે,જે પણ દરરોજના 2 જીબી ડેટા આપે છે. જે ગ્રાહકને 112GB પોતાના કુલ પ્લાનમાં ઉપલબ્ધ કરે છે. જેની કિંમત 3.9 રૂપિયા છે.
જીઓનો એક 599 વાળો પ્લાન પણ છે. જેમાં પણ દિવસમાં બે જીબી ડેટા મળે છે. જેમાં કુલ ગણીએ તો તે 168 GB ડેટા પૂરા પાડે છે, જેની કિંમત સરેરાસ તમને 3.5 રૂપિયા છે. જે એક ખુબ જ પ્રખ્યાત પ્લાન છે, જે બધા જ લોકો કરતા હોય છે.
જીઓનો 999 રૂપિયામા ખુબ જ ઉપયોગી એવો 84 દિવસની વેલીડીટી વાળો પ્લાન જે ઘણા લોકો આજે અપનાવી રહ્યા છે. જે દરરોજના 3 જીબી ડેટા પ્લાનમાં કુલ 252 જીબી આપવામાં આવે છે, જે તમે 3.9 રૂપિયામાં 1 જીબી ડેટા પડે છે.
આમ, જીઓ એક ખુબ જ ઉપયોગી અને બધાને ફાયદા કરે તેવા પ્લાન છે. જે બધા જ જીઓના ગ્રાહકો પોતાના સીમ કાર્ડમાં કરાવીને ફાયદો મેળવી શકે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમામ જીઓ ગ્રાહકો માટે ખુબ જ ઉપયોગી થાય.