Health

સવારે ચાલવા થી થાય છે અનેક ફાયદા કાયમ રહેશો નીરોગી

દરરોજ માત્ર 30 મિનીટ સુધી ચાલવાથી અનેક ફાયદાઓ થાય છે. એમાં પણ સવારમાં કરવામાં આવતું મોર્નિંગ વોક આપણા માટે ખુબ જ ઉપયોગી છે. સવારે ચાલવાથી શરીરમાં તાજગી આવે છે સાથે અનેક સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ મળે છે. સવારમાં ચાલીને ફરવા નીકળવાથી જીવનશૈલીથી સંબંધિત ઘણીબધી બીમારીઓથી બચી શકાય છે.

ચાલવું એ એક પ્રકારે કસરત છે. ચાલવાથી કોઈ જીમ, કસરત કે કોઈ દવા લેવાની કે મેડીકલ સારવાર લેવાની નોબત આવતી નથી. અમે અહિયાં ચાલવાથી થતા ફાયદાઓ વિશે અહિયાં જણાવી રહ્યા છે તમારા માટે ખુબ જ ઉપયોગી થશે.

યાદદાસ્તમાં વધારો થાય: ચાલવાથી  મગજને ખુબ જ ફાયદો થાય છે, પગે ચાલવાથી લોહીમાં પરિભ્રમણમાં વધારો થાય છે. જેના લીધે મગજને ઓક્સીજનને ઓક્સીજન મળવામાં મદદ મળે છે. આ સિવાય ચાલવાથી માનસિક સ્વાસ્થ્યને વધારી શકાય છે. થયેલા સંશોધન અનુસાર ચાલવાથી ચાલવાથી યાદશક્તિમાં વધારો થાય છે. ઓછી સક્રિય જીવનશૈલી હિપ્પોકૈમ્પસના આકારને ઓછો કરો શકે છે જેના લીધે સ્મૃતિમાં નુકશાન થાય છે. જો તમે યાદશક્તિ વધારવા માટે પગે ચાલવાથી આ ફાયદો તમે મેળવી શકો છો.

તણાવમાં ઘટાડો થાય: સવારના સમયે પગે ચાલવાથી આપણા મનને શાંતિનો અનુભવ થાય છે. કારણ કે ચાલતા સમયે આપણને તાજી હવા મળે છે. સાથે ચાલવાથી ઘણા બીજા લાભો પણ મળે છે. જે લાભોમાં એક લાભ તણાવ ઓછો કરવાનો લાભ પણ છે. ચાલવાથી લોહીના પરિભ્રમણમાં સુધારો થાય છે જેના લીધે તણાવને ઓછો કરવામાં મદદ મળે છે. સ્વસ્થ રક્ત પરીસંચરણના ફળ સ્વરૂપની કોશિકાઓને પર્યાપ્ત પોષક તત્વ અને ઓક્સીજનની પ્રાપ્તિ થાય છે. જેનાથી તણાવ ઓછો થાય છે.

વજનમાં ઘટાડો થાય: વ્યાયામ સિવાય વજન ઘટાડવાનો શ્રેષ્ઠ ઉપાય છે ચાલવું. જો તમે વજન કે ચરબી ઘટાડવાનો સરળ અને શ્રેષ્ઠ ઉપાય શોધી રહ્યા હોય તો તમારે ચાલવું જરૂરી છે. દરરોજ નિયમિત રીતે ચાલવાથી તમારા વજનમાંથી 10 ટકા જેટલો વજન ઘટે છે. આ ઉપાય માત્ર 2 મહિનામાં 10 ટકા જેટલું વજન દરરોજ ચાલવાથી ઘટે છે. માટે જરૂર ન હોય તેવી જગ્યાએ ચાલીને જવાથી આ ફાયદો મેળવી શકાય છે.

હ્રદય સ્વાસ્થ્ય જળવાઈ રહે: તમે તમારા હ્રદયને સ્વસ્થ રાખવા માંગો છો તો તમારે ચાલવું જરૂરી છે. તમારા હ્રદયના સ્વાસ્થ્યને ચાલવાથી વધારી શકાય છે. ઉમરલાયક લોકોને હ્રદય અને હ્રદય રોગોની સંભાવના ચાલવાથી ઘટે છે. ચાલવું એક પ્રકારે કસરત હોવાથી તેની હ્રદય પર ખુબ જ પ્રભાવી અસર પડે છે. 65 વર્ષથી વધારે ઉમરના લોકો અઠવાડિયામાં માત્ર 4 કલાક જેટલું ચાલે તો તેને હ્રદય અને ફેફસાની બીમારી, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સંભાવનાઓને ઓછી કરી શકાય છે.

ડાયાબીટીસ નિયંત્રણમાં રહે: ડાયાબીટીસના દર્દીને ચાલવાથી ખુબ જ ફાયદો થાય છે. ખરાબ જીવનશૈલીથી ડાયાબીટીસ રોગની સંભાવના વધી જાય છે. આજે ડાયાબીટીસની તકલીફ ઘણા લોકોમાં જોવા મળે છે. માટે તેને કુદરતી રીતે નિયંત્રિત કરવા ચાલવું જરૂરી છે, ડાયાબીટીસ ટાઈપ 2 પ્રકારના લોકોએ 5000 ડગલા પગે ચાલવું જોઈએ. જેમાં 3000 ડગલા ઝડપથી ચાલવું જોઈએ. નિયમિત રીતે પગે ચાલવાથી લોહીમાં સુગરના પ્રમાણને ઓછું કરવામાં મદદ મળે છે.

રોગ પ્રતિકારકમાં વધારો થાય: સંક્રમણ અને વિભિન્ન પ્રકારની બીમારીઓનું મુખ્ય કારણ કમજોરીનું પ્રમુખ કારણ નબળી રોગ પ્રતિકારક શક્તિ છે. આ પ્રકારની દરેક સમસ્યાઓથી બચવા માટે તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબુત હોવી જરૂરી છે. માટે દરરોજ ચાલવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. દિવસમાં ઓછામાં ઓછું 30 મિનીટ સુધી ચાલવાથી રોગ પ્રતિકારક કોશિકાઓ એટલે કે બી કોશિકાઓ, ટી કોશિકાઓ અને પ્રાકૃતિક ત્રાક કણિકાઓના કાર્યને વધારવામાં મદદ મળે છે, આ બધીજ કોશિકાઓ શ્વેત કણોના નિર્માણને વધારીને રોગ પ્રતિકારક શક્તિ મજબુત કરે છે.

પાચન શક્તિમાં ફાયદો થાય: જો તમે પેટની સમસ્યાથી પરેશાન છો તો તમને ગંભીર સમસ્યાઓ થઇ શકે છે. શરીરમાં થતા અયોગ્ય પાચનથી પેટનો સોજો, કબજિયાત, ઝાડા તેમજ કેન્સર વગેરે બીમારીઓ લાગુ પડી શકે છે. તમે આ બધી પ્રકારની પરેશાનીઓથી બચવા માટે ચાલવું જરૂરી છે. ચાલવાથી આ બધી બીમારીઓથી બચી શકાય છે.

હાડકા મજબુત બનાવી શકાય: ઉમર વધવાની સાથે વ્યક્તિના હાડકાઓ નબળા પડવા લાગે છે. આ સમસ્યામાંથી બચવા માટે નિયમિત રીતે પગે ચાલવું જરૂરી છે. દરરોજ ચાલવાથી હાડકાઓ મજબુત બને છે. આ રીતે હાડકાનું ઘનત્વ વધે છે જેના લીધે વા તેમજ ફ્રેકચર વગેરેની સમસ્યા ખુબ જ ઓછી રહે છે અને જલ્દી ફ્રેકચર પણ થતું નથી. આપણું શરીર હાડકાઓના ઢાંચા પર નિર્ભર છે, એટલા માટે હાડકા મજબુત હોવા જરૂરી છે, સ્વસ્થ હાડકા શરીરની સહનશક્તિ અને સંતુલન સુધારવામાં મદદ કરે છે. આ સિવાય ચાલવાથી ગાંઠોના વાનો  ઈલાજ પણ થાય છે.

કેન્સરને અટકાવી શકાય: સૌથી ગંભીર બીમારીમાં કેન્સર રોગ મુખ્ય છે, સાથે તે જીવલેણ બીમારી પણ છે. કેન્સરનું મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી છે. પરંતુ જો તમે દરરોજની દૈનિક ક્રિયામાં ચાલવાનું સામેલ કરવાથી કેન્સરની સંભાવનાને ઘટાડી શકે છે. જો તમે કેન્સરની બીમારી ધરાવો છો તો તમે દરરોજ ચાલશો તો કેન્સરના લક્ષણો અને પટેના પ્રભાવોને નિયંત્રિત કરી શકો છો. સાથે તેના ઉપચારમાં પણ ચાલવાથી ફાયદો મળે છે.કેન્સરની સારવાર કિમોથેરાપીની આડઅસરને પણ ઘટાડી શકાય છે.

માંસપેશીઓ મજબુત બને: જો તમે શરીરને મજબુત બનાવવા માટે પગે ચાલીને ફાયદો મેળવી શકો છો. પગે ચાલવાથી હાડકાની હાડકાની જેમ માંસપેશીઓને પણ ક્ષતિગ્રસ્ત થતી બચાવે છે. જો તમે શરીરમાં પર્યાપ્ત માત્રામાં માંસપેશીઓમેં મજબુત બનાવવા માંગો છો તો તમારે દરરોજ નિયમિત રીતે ચાલવું જોઈએ જેનાથી માંસપેશીઓ મજબુત થાય છે.

સાંધાનો દુખાવો મટે: વધારે પ્રમાણમાં સાંધામાં આવેલા કાર્ટીસોલમાં સીધી રીતે લોહીનું પરિભ્રમણ થતું નથી તેઓને સાંધા વચ્ચે આવેલા દ્રવથી પોષણ મળે છે. પગે ચાલવાથી આ દ્રવમાં ઓક્સીજન અને પોષકતત્વોની માત્રા વધે છે. પગે નહિ ચાલવાથી સાંધામાં પોષક તત્વોમાં ઉણપ આવે છે. જે કમજોર થવાનું કારણ બને છે. ચાલવાથી કરોડરજ્જુના પ્રત્યેક અંગમાં ફાયદો મળે છે. પીઠને પોષક તત્વો મળે છે અને ઝેરી પદાર્થો નીકળી જાય છે. સાથે પીઠનો જકડાટ પણ ઓછો થાય છે. જેના લીધે ચાલવાથી સાંધાના દુખાવામાં પણ ફાયદો થાય છે.

ઊંઘમાં ફાયદો થાય : સારી ઊંઘ માટે ઘણા પ્રકારની જરૂરિયાત ચાલવાથી પૂરી થાય છે. જેમકે પેટ હળવું રહેવું, માનસિક તણાવ ઓછો થવો જેવા ફાયદો ચાલવાથી મળે છે. ચાલવાથી લોહીનું પરીસંચરણ વ્યવસ્થિત થવાથી મગજ સુધી યોગ્ય માત્રામાં ઓક્સીજન પહોચે છે જેના લીધે થાક પણ ઓછો થાય છે અને મગજને શાંતિ મળે છે. આમ આં કારણોસર ચાલવાથી ઊંઘ વ્યવસ્થિત આવે છે.

ફેફસાની ક્ષમતા સુધરે : પગે ચાલવાથી ફેફસાની કાર્યક્ષમતામાં વધારો કરે છે. જયારે તમે તમે ચાલો છો ત્યારે શરીરમાં યોગ્ય માત્રા કરતા વધારે ઓક્સીજન મળે છે. ઓક્સીજન અને કાર્બન ડાયોક્સાઈડનું આ સમયે આદાન-પ્રદાન વધે છે. જેના લીધે તે ફેફસાની ક્ષમતામાં વૃદ્ધિ કરવામાં મદદ કરે છે, જેનાથી ફેફસાની તાકત પણ વધે છે.

ડિમેન્શિયાથી બચી શકાય: ડિમેન્શિયા એક કાર્યપ્રણાલી સાથે જોડાયેલી સમસ્યા છે. જેના લીધે ધીમે ધીમે યાદશક્તિ ઘટવા લાગે છે અને જેનાથી સંજ્ઞાત્મક કાર્ય કરવામાં મુશ્કેલી પડે છે. જે તમને દિનપ્રતિદિન કાર્ય કરવામાં અસમર્થ બનાવી શકે છે અને તે પૂરી રીતે બીજા પર નિર્ભર કરે છે. નિયમિત રૂપથી ડિમેન્શિયા રોકવા માટે, સ્મૃતિમાં સુધારો અને વૃદ્ધ વ્યક્તિઓમાં આત્મવિશ્વાસ વધારો દરરોજ ચાલવાથી થાય છે.

બ્લડપ્રેસરમાં ઘટાડો થાય: ચાલવાથી વધારે બ્લડપ્રેસર એટલે કે હાઈબીપીણી તકલીફ ધરાવતા લોકોને ફાયદો કરે છે. વધારે પ્રમાણમાં લોહીનું દબાણ ધરાવતા લોકોને આતે ચાલવાથી ફાયદો થાય છે.  એક સંશોધન અનુસાર કરવામાં આવેલા સર્વેમાં ઘણા લોકોને બ્લડપ્રેસર ઘટેલું જોવા મળ્યું છે. એટલા માટે ચાલવાથી ચલવાથી બ્લડપ્રેસરની તકલીફ ઘટે છે.

યૌન ઈચ્છામાં વધારો થાય: ચાલવાથી ઘણા ફાયદાઓ થાય છે, જેમાં શારીરિક પ્રજનન ઈચ્છામાં વધારો પણ ચાલવાથી થાય છે. દરરોજ ચાલવાથી જીવનમાં સુખદ રીતે વધારો દરરોજ ચાલવાથી મળે છે. 45 થી 55 વર્ષની ઉમર વચ્ચે મહિલાઓમાં યૌન ઈચ્છામાં વધારો ચાલવાથી થાય છે તેમજ સંભોગ કરવામાં પણ આનંદ ચાલવાથી આવે છે. જેથી શારીરિક ઈચ્છાઓ વધારવા ચાલવું જરૂરી છે.

આમ, ચાલવાથી શરીરમાં અનેક ફાયદાઓ થાય છે. જે ઉપરોક્ત તમામ સમસ્યાઓને ઠીક કરે છે. તેમજ આપણું સ્વાસ્થ્ય યોગ્ય બનાવી રાખે છે. આ ભરપુર ફાયદાઓ ચાલવાથી થાય છે માટે અમે આ લેખમાં ચાલવાથી તથા ફાયદાઓ વિશે આ લેખમાં ચર્ચા કરી છે. આશા રાખીએ કે આ લેખ વાંચીને તમે નિયમિત ચાલવાનું શરુ કરી દેશો અને આ લાભ મેળવી શકશો.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *