IndiaReal Story

સારવાર માટે યુવાનોને 4000 રૂપિયા આપી રહી છે મોદી સરકાર

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સમાચાર કે મેસેજ ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે. વાયરલ સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસની સારવાર માટે સરકાર પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજના હેઠળ યુવાનોને 4000 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના કે સમાચાર સાચા છે કે ખોટા તે બાબતે ભારત સરકારના PIB દ્વારા માહિતી જાહેર કરવામાં આવી છે. PIB Fact Check કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા જેવી કોઈ યોજના ચાલવામાં નથી આવી રહી.

ભારત સરકારી સંસ્થા પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) એ આ મેસેજ અને સમાચારની સત્ય હકીકત ની તપાસ કરીને પોતાના twitar માધ્યમ દ્વારા જાણકારી આપી છે કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા જેવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. સચેત કરતા PIB દ્વારા જણાવામાં આવ્યું છે કે તમારી કોઈપણ પ્રકારની ખાનગી માહિતી જેમ કે આધાર નંબર કે પાનકાર્ડ નંબર આવી ખોટી વેબસાઈટ ને આપવી નહિ.

PIB Fact Check

વાયરલ સમાચાર કે મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજના અંતર્ગત કોરોના વાયરસની મફત સારવાર માટે તમામ યુવાનોને 4000 રૂપિયાની મદદ ભારત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. પણ આ સંપૂર્ણ વિગતો ફેક છે. કોઈપણ વ્યક્તિ કે પરિવારે આવી ખોટી માહિતીમાં આવી જવું જોઈએ નહિ. રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરીને પોતાનું ફોર્મ ભરો. અરજી કરવાની અંતિમ તારીખ 18 ઓગસ્ટ 2021 છે. જલ્દી કરો. મને 4000 રૂપિયા મળી ચુક્યા છે. તમે પણ આપવામાં આવેલી લિંક પરથી અરજી પ્રાપ્ત કરી લો આવી ખોટી વાતો પર વિશ્વાસ કરવો નહિ.

મિત્રો આ માહિતી તમારા મિત્રો અને સગા સબંધી ને અવશ્ય શેર કરજો જેથી તે લોકો પણ આવા ફ્રોડ થી બચી શકે

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *