આપણે છેલ્લા ઘણા સમયથી કોઈ બેન્કે દેવાળું ફૂકયું, બેંક ઉઠી ગઈ, મેહુલ ચોકસી જેવા લોકોએ બેકનાં કરોડો રૂપિયાનાં કોભાંડો વગેરે સમાચારો આપણે સાંભળીએ છીએ. આ સમાચારોને લઈને ઘણા લોકોએ અમુક બેંકમાં રૂપિયા મુકતા અચકાતા હોય છે. લોકોના મનમાં ભય રહે છે કે પોતાના રૂપિયા જતા રહેશે તો. શું બેંક લુટાઈ જવાથી કે બેંક બેંક ડૂબી જાય તો તમારા રૂપિયા આવી શકે છે કે નહિ?
ભારતમાં બેંકો પર નિયમન અને નિયંત્રણ કરવાની સતા આરબીઆઈ ધરાવે છે. આ રીતે બધી બેંકો પર નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે. જો કોઈ બેંક તેના નિયમોનો ભંગ કરે તો તે બેંકને દંડ કરવામાં આવે છે. હાલમાં આરબીઆઈ દ્વારા રાબો બેંક યુએ પર તેના નિયમન પાલનમાં આ રીતે એક કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.
દેશમાં ઘણી બધી એવી બેંકો છે આર્થિક સંકટના ભરડામાં આવી ગઈ છે અને દેવામાં ઉતરી ગઈ છે. જેને લઈને લોકોમાં પણ ડર પેદા થાય છે કે પોતાના રૂપિયાનું શું થશે. હાલમાં પીએમસી અને લક્ષ્મી વિલાસ જેવી બેકોના ગ્રાહકો સાથે આવું જ બન્યું છે. જેમાં બેંકના ગ્રાહકોને તેમના પૈસા માટે લડવું પડે છે.
ગયા વર્ષના બજેટ 2020માં નાણામંત્રીએ બજેટ 2020માં આવો જ એક નિયમ બદલ્યો છે કે જેનાથી બેકમાં 5 લાખ રૂપિયાની થાપણો સુરક્ષિત છે. આ બજેટને કેબીનેટ દ્વાર મંજુરી પણ આપી દેવામાં આવી છે. જે બેંક સંકટમાં રહેલા બેંકના ગ્રાહકોને ત્રણ મહિનાની અંદર ડીપોઝીટ વિમાનો દાવો મળી શકે છે. જો કોઈ મોરેટોરીયમ લાદવામાં આવે તો ડીઆઈસીજીસી એકટ હેઠળ ગ્રાહકોને પાંચ લાખ રૂપિયા મળી શકે છે.
સરકારે ડીપોઝીટ ઇન્શ્યોરન્સ અને ક્રેડીટ ગેરેંટી કોર્પોરેશન એક્ટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જેના લીધે થાપણો પરંતુ વીમા કવરેજ પાંચ લાખ રૂપિયા થઇ ગયું છે. ગયા વર્ષે પહેલા આ રકમ એક લાખ રૂપિયા હતી તે વધારીને પાંચ લાખ રૂપિયા કરી હતી. આ નિયમ ગયા વર્ષે 4 ફેબ્રુઆરી 2020થી અમલમાં આવ્યો છે. જેમાં તમારે જે પૈસા મુક્યા હોય તે ડૂબી જાય તો પણ તમને પાંચ લાખ રૂપિયા મળી શકે છે.
જો તમને કોઈ બેંક ની વિવિધ શાખામાં ખાતું ધરાવો છો અને તમારી ઓઆસે એક જ બેંકની ઘણી બધી શાખાઓ ખાતું હોય છે. તમે બેંકની કોઈ શાખામાં ખાતું ધરાવો છો અને તેમાં તમારી રકમ પર ફિક્સ ડીપોઝીટમાં 3 લાખ રૂપિયા જમા થાય છે. પરંતુ આ સમયે તમારી બેંક ડૂબી જાય તો તમને માત્ર 5 લાખ રૂપિયા જ પાછા મળી શકશે.
જો કે મોટાભાગે ઘણા વર્ષોને અંતે ભાગ્યે જ કોઈ બેંક નાદાર થાય છે. જયારે આવી સ્થિતિ સર્જાય છે ત્યારે સરકાર મુશ્કેલી માટે બેંકને બીજી કોઈ બેંક સાથે મર્જ કરી દે છે અને સરકાર બેંકને ડૂબવા દેતી નથી. બેંકો નાણાની સલામતી માટે જમા રકમના 12 પૈસાનું પ્રીમીયમ ચૂકવશે. પહેલા 10 ટકા હતું તે વધારવામાં આવ્યું છે.
આમ, જો બેક દેવાળામાં ફૂંકાય જાય, બેંક નાદાર થઇ જાય તો પણ તમે મુકેલા રૂપિયામાંથી તમને 5 લાખ રૂપિયા પાછા મળી શકે છે. જો કે મોટાભાગે કોઈ બેંક સરકાર ડૂબવા દેતી નથી. સરકાર અને આરબીઆઈ બેંકો ઉપર નજર રાખે છે એટલે બેકને ડૂબતી જાણાય તો સરકાર તે બેંકને બીજી બેંકમાં ભેળવી દે છે. જેથી તમારે કોઈ રીતે ગભરાવાની જરૂર નથી કે પોતાના પૈસા જતા રહેશે.