HealthLifestyle

આટલું કરશો તો 90 વર્ષ સુધી તમારા માં કેલ્શિયમની ઉણપ નહિ આવે

આપણા શરીરમાં બંધારણ માટે હાડકા જરૂરી છે. આપણા શરીરમાં રહેલા હાડકાઓને લીધે શરીરનો બાંધો બને છે. કોઈ ઈમારતના માળખાની જેમ આપણું શરીર હાડકામાં ગોઠવાઈને માંસ પેશીઓ, ચામડી અને અંગો ગોઠવાઈને રહી શકે છે. આ હાડકા કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે. હાકડાને મજબુત અને ટકાવી રાખવા અને સાંધામાં દુખાવા માટે નિયમિત રીતે કેલ્શિયમનું સેવન કરવું જરૂરી છે.

માટે આ લેખમાં અમે જે લોકોના હાડકા નબળા પડી ગયા હોય, હાથપગના દુઃખાવા શરુ થયા હોય, જે લોકોને વિટામીન ડી અને કેલ્શિયમની ખામી ઉભી થઈ છે. તેમના માટે અહિયાં અમે આયુર્વેદિક અને ઘરેલું ઉપચાર જણાવી રહ્યા છીએ.

કેલ્શિયમ ઘણી વસ્તુઓમાંથી મળી રહે છે, પરંતુ લોકોને તેના વિશે જાણકારી ન હોવાથી તેઓ આં વસ્તુઓનું સેવન કરતા નથી અને હાડકાની દુખાવાની અને નબળાઈની સમસ્યાનો ઈલાજ કરી શકતા નથી, જેઓ આ રોગને કાયમી ભોગવતા હોય છે, ઘણા લોકો આ સમસ્યામાં દવા પણ લેતા નથી અને કાયમી પરેશાની ભોગવ્યા કરે છે.

કેલ્શીયમ હાડકા બનાવવા અને મજબુત રાખવા માટે ઉપયોગી છે. આ બંને વસ્તુઓ બરાબર અને ઠીક કરવી કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં મળવું જરૂરી છે. નાના બાળકોને પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ મળી શકતુ નથી. નાના બાળકને કેલ્શિયમ બરાબર ન મળે તો બાળકોનો ગ્રોથ ઘટવા લાગે છે. હાડકા પણ કમજોર થવા લાગે છે. આવા સમયે ડોક્ટર કેલ્શિયમની ગોળીઓ અને કેલ્શિયમ આપણને ક્યાં ખોરાકમાંથી મળે તે સૂચવતા હોય છે.

સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે તથા સારા વિકાસ માટે બાળકોને કેલ્શિયમની આવશ્યકતા રહે છે. મોટી ઉમરના લોકોને પણ 40 વર્ષની ઉમર પછી કેલ્શિયમ વાળો ખોરાક લેવાનું ડોકટરો કે વૈધ લોકો સૂચવતા હોય છે.

માટે આપણા ભોજનમાં મળી રહેતા ખોરાક વિશે માહિતી મેળવવી જરૂરી છે. માટે એવા ખોરાક વિશે જાણીએ કે જેમાંથી આપણને ભરપુર માત્રામાં કેલ્શિયમ મળે છે. જેનાથી આપણે હાડકાની કોઇપણ સમસ્યાથી બચી શકીએ.

દુધમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ રહેલું છે. લગભગ મોટા ભાગના લોકો દુઃખનો ઉપયોગ કરતા જ હોય છે. જેમાં ગાયનું, ભેસનું, બકરીનું વગેરે દુધનો ઉપયોગ કરીને આપણે કેલ્શિયમ મેળવી શકીએ છીએ. ઘણા લોકો પીવામાં દુધનો ઉપયોગ કરતા નથી, પરંતુ ચા બનાવીને પીતા હોય છે, પરંતુ તેના લીધે દુધના પૂરતું કેલ્શિયમ મેળવી શકતા નથી. જયારે ઘણા લોકો ચા પણ નથી પીતા તે લોકોને કેલ્શિયમની ઉણપ ખુબ જ રહે છે. બની શકે તો દરેક વ્યક્તિને સવાર-સાંજ દિવસના 100 ગ્રામ દૂધ પીવું જોઈએ.

જે લોકોને હાડકાની તકલીફ હોય કે વધતી ઉમરે હાડકા નબળા પડવા લાગ્યા હોય, જે લોકોને કેલ્શિયમની ઉણપ છે તેવા લોકોએ દૂધનું સેવન કરવું જોઈએ. આ સાથે દુધમાં હળદર મિક્સ કરીને પીવાથી વિટામીન ડી અને કેલ્શિયમની ઉણપ દુર થાય છે અને કફ જન્ય રોગો પણ નાશ પામે છે. હળદર એન્ટીઓક્સીડેન્ટ તથા એન્ટીબેક્ટેરીયલ ગુણ ધરાવે છે. જેથી દુધમાં હળદર નાખીને પીવાથી અનેક ફાયદાઓ થાય છે.

દહીમાં પણ પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ મળી રહે છે. આ કેલ્શિયમ સાથે આપણને પોટેશિયમ, વિટામીન બી-2, વિટામીન બી-12 અને ફોસ્ફરસ પણ હોય છે. માટે દહીનું સેવન સેવન કરવું ખુબ જ જરૂરી છે. એક કપ સાદા દહીંમાં પર્યાપ્ત  પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે. આ પ્રમાણે જો સવારે દહીંનું સેવન અને સાંજે દૂધનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. માટે આ પ્રયોગ નિયમિત અપનાવવાથી હાથ પગની નબળાઈ કે હાથ પગના દુખાવા થતા નથી અને હાડકા મજબુત રહે છે.

તલમાં પણ પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ હોય છે. જેમાં તલ બે પ્રકારના આવે છે જેમાં કાળા તલ અને સફેદ તલ. આ તલમાંથી કાળા તલ ખુબ જ ઔષધીય રીતે સ્વાસ્થ્યવર્ધક છે. તલનો ઉપયોગ કરવાથી પેટ સાફ થાય છે અને કબજીયાત પણ મટે છે.

તલની માલીશ કરવાથી પણ શરીરના અનેક રોગોમાં લાભ મળે છે. જેમાં શરીરને ખુબ જ ફાયદો થાય છે અને આપણી ચામડીના રોગ પણ નાશ થઈ જાય છે અને કાબુમાં આવી જાય છે અને સાથે સાથે આપણા હાડકાઓ પણ મજબુત થાય છે. આ બધા ફાયદાઓ તલમાં રહેલા કેલ્શિયમને કારણે થાય છે.

પાલકમાં પણ ભરપુર માત્રામાં કેલ્શિયમ રહેલું છે.શરીરને સ્વસ્થ રાખવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણથી ચાર વખત પાલકની ભાજીનું સેવન કરવું જોઈએ. આ સિવાય પાલકનું સૂપ બનાવીને પણ પી શકાય છે. પાલકનું સ્સ્વી રીતે સેવન કરવાથી કેલ્શિયમ અને બીજા અનેક પોષક તત્વો પણ મળી રહે છે.

ભીંડામાં પણ કેલ્શિયમ રહેલું છે. ભીંડો બધી જ જગ્યાએ સરળતાથી મળી રહે છે. જેનું શાક થોડું ચીકણું હોય છે, છતાં ખાવામાં હાડકા માટે ખુબ જ ફાયદાકારક છે. ભીંડાનાં અથાણા બનાવીને પણ ખાઈ શકાય છે. એક વાટકી ભીંડાના શાકમાં 40 ગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે. ભીંડાનું સેવન અઠવાડિયામાં બે વખત કરવાથી દાંતના રોગો દુર થાય છે, દાંત ખરાબ થતા અટકે છે અને કેલ્શિયમના કારણે દાંત મજબુત પણ બને છે.

પનીર એક દૂધમાંથી બનાવેલો પદાર્થ છે. જેથી પનીરમાં પણ કેલ્શિયમ અને પ્રોટીન રહેલું હોય છે. જો કે પનીર ખાવાનું આયુર્વેદ સૂચવતું નથી. જેથી કેલ્શિયમ અને પ્રોટીન મેળવવા માટે માપસર પનીરનું સેવન કરવું જોઈએ.

આદુનું સેવન કરવાથી કેલ્શિયમ મળી રહે છે. માટે આદુવાળી ચા પીવાથી કે આદુનું ગમે તે પ્રકારે સેવન કરવાથી ફાયદો થાય છે. આદુની ચટણી બનાવીને, આદું-લીંબુનું સરબત બનાવીને પર્યાપ્ત માત્રામ સેવન કરવાથી કેલ્શિયમ સરળતાથી મળી રહે છે. આદું હોજરીમાં રહેલ અગ્નિને સતેજ કરે છે. માટે જે લોકોની પાચનશક્તિ નબળી છે, જે લોકોને પચવાની ફરિયાદ છે. જે લોકોને ગેસની સમસ્યા છે એવા લોકોએ આદુનું સેવન અવશ્ય કરવું જોઈએ.

ફળોમાં પણ અનેક ફળો કેલ્શિયમ ધરાવે છે. જેમાં નારિયેળ, કેરી, જામફળ, સીતાફળ, કેળા, અનાનસ, સંતરા, ખજુર વગેરેનું  સેવન કરવાથી પણ કેલ્શિયમ મળી રહે છે. ડ્રાયફ્રુટસમાં અંજીર અને બદામ રાત્રે પાણીમાં પલાળીને ઉઠીને ચાવીને ખાવાથી પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ મળે છે. બદામ હાડકા મજબુત રાખે છે અને શરીરને ખડતલ બનાવી રાખે છે. માટે પર્યાપ્ત માત્રામાં અને માપસર ડ્રાયફ્રુટનું સેવન કરવાથી ફાયદો થાય છે. વધારે પડતું ડ્રાયફ્રુટનું સેવન કરવાથી પાચનશક્તિ મંદ પડી જાય છે.

તડકામાં બેસવાથી ચામડી અને હાડકાને ફાયદો મળે છે. સવારના કોમળ તડકામાં બેસવાથી  વિટામીન ડી મળે છે. જે હાડકાને મજબુત બનાવવા માટે ખુબ જ ઉપયોગી છે. સોયાબીન કેલ્શિયમ અને પ્રોટીન ધરાવે છે. તેથી અઠવાડિયામાં એક વખત સોયાબીનનું શાક બનાવીને સેવન કરવું જોઈએ. જેથી શરીરને કેલ્શિયમ અને પ્રોટીન મળી રહે છે.

લીંબુ કેલ્શિયમ ધરાવે છે. જેથી લીંબુ પાણી દરરોજ સાંજે અથવા સવારે એક ગ્લાસ લીંબુ પાણી પીવું જોઈએ. દિવસમાં એક લીંબુનું સેવન શરીરમાં ફાયદાકારક છે. લીંબુ પાણી પીવાથી શરીરમાં સ્ટેમિના જળવાઈ રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધી જશે. સાથે સાથે આપણને કેલ્શિયમ અને હાડકાઓ પણ મજબુત થશે.

આમ આ ઉપરોક્ત ખોરાકનું અને ઔષધિય પદાર્થનું સેવન કરવામાં આવે તો શરીરમાં પુરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે. શરીરમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં હોય તો હાડકા મજબુત રહે છે, સાંધા દુખાવાની, વાના રોગની કે હાડકાની નબળાઈની કોઈ બીમારી થતી નથી. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. 

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *