તાજેતરમાં ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રી મંડળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજીનામાં બાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે શ્રીં ભુપેન્દ્રભાઈ પટેલની નિમણુક કરવામાં આવી છે. સાથે જુના બધા જ મંત્રીઓની પણ નિમણુક કરવામાં આવી છે.
જયારે આ નવા મંત્રી મંડળે પ્રજાલક્ષી કાર્યો માટે ફટાફટ કાર્યો કરવાના ધડાધડ નિર્ણયો લઈ રહ્યું છે. જેના સમગ્ર ગુજરાત દ્વારા વખાણ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ આ મંત્રી મંડળ દ્વારા ગુજરાતમાં આવેલા વરસાદી પૂરની આફતમાં સરકારની મદદ રૂપી નિર્ણયો લેવાઈ રહ્યા છે. ગાંધીનગરમાં રહીને બધા જ મંત્રીઓને અઠવાડિયામાં 3 દિવસ સુધી ગાંધીનગરમાં રહીને બધા જ લોકોના પ્રશ્નો ઉકેલવાનો નિર્ણય ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. આ માટે ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા આ બાબતની જાહેરાત કરવામાં આવી છે.
હાલમાં જ ગુજરાતના અનેક જીલ્લાઓમાં એકસામટા વરસાદને લીધે પૂર જેવી સ્થિતિ સર્જાય હતી, જેના લીધે ગુજરાતમાં ઘણા જીલ્લાઓનાં ગામડાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે વાવઝોડા હજુ વાવાઝોડામાં પૂરતી સહાય મળી શકી નથી ત્યાં આ બીજી મુસીબત આવી ગઈં છે. જેમાં ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું છે.
જેના લીધે ગુજરાતન સરકાર દ્વારા પૂરપાટ ઝડપે આ બાબતની કામગીરી કરવાનો અને લોકોને પૂરતી મદદ કરવાનો નિર્ણય લેવામાં આવી રહયા છે. જેમાં નવી સરકાર દ્વારા જે લોકોની ઘર વખરીને નુકશાન થયું છે તેવા લોકોને ઘર વખરીની સહાય વધારીને 7 હજાર કરવાનો, થોડા અંશે કાચા મકાનોને માટે 10 હજારની સહાય કરવાનો, કાચા મકાનોને 9800 રૂપિયાની સહાય કરવાનો, દુધાળા પશુઓની સહાય 30 હજારથી વધારીને 50 હજાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સિવાય દુધાળા પશુઓની સહાય મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે. જે હવે 3નાં બદલે 5 પશુઓ હોય તેમને પણ સહાય મળશે ઘેટા બકરા દીઠ 5 હજારની સહાય, ઝુપડામાં રહેતા લોકોને 10 હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ માટે મુખ્યમંત્રી દ્વારા કેબીનેટનાં મંત્રીઓને ગાંધીનગરમાં રહેવા માટે આદેશ આપીં દીધા છે. જેમાં હવે મંત્રીઓને સોમ, મંગળ અને બુધવારે મંત્રીઓને ગાંધીનગરમાં ફરજીયાત રહેવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે લોકોના સવાલો સાંભળવા માટે અધિકારીઓને પણ સરકારની આ અગત્યની બેઠકમાં હાજર રહેવા સૂચનો આપવામાં આવ્યા છે.
આ ગુજરાતનાં નવા મંત્રી મંડળ બાદ આ પ્રથમ બેઠક યોજાઈ હતી, જેમાં આ અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે. સાથે જ અ બેઠક સાથે ગુજરાતના બે મંત્રીઓને પ્રવક્તા બનાવવામાં આવ્યા છે. જેમાં જીતું વાઘાણી અને રાજેન્દ્ર ત્રિવેદીને મુખ્ય પ્રવક્તા બનાવવામાં આવ્યા છે. આ રીતે ગુજરાતનાં નવી બનાવેલી સરકાર દ્વારા ખુબ જ અગત્યના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.
મિત્રો એક નમ્ર વિનંતી છે કે, આ માહિતી બને એટલી વધારે શેર કરજો. જેથી અસરગ્રસ્ત લોકો તેનો લાભ લઇ શકે.