GujaratIndiaTech

ભૂલથી ખોટા બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થઈ જાય તો શું કરવું?

જો ઘણી વખત એવું બની શકે તો કે બેક એકાઉન્ટ નંબરના આકડામાં ભૂલ થવાની પૈસા જમા કરાવતી વખતે ભૂલથી બીજાના ખાતામાં જમા થઇ જતા હોય છે. જયારે આવા બનાવો અવારનવાર બનતા હોય છે. આવા સમયે ઘણા લોકોને માહિતીના અભાવે ગભરાઈ જતા હોય છે અને હવે શું કરવાનું એવો પ્રશ્ન ઉભો થાય છે.

આ સમયે બેંકમાં પૂછતી વખતે ક્યારેક આ તમારી બેદરકારી છે તેવો પણ જવાબ મળે છે. તમારે નંબર જાણીને આપવાની જરૂર હતી એવું પણ કહેતા હોય છે. આવા સમયે શું રસ્તો છે, તે જાણી લેવું જોઈએ. બેંકમાં એવા નિયમો હોય છે કે જેના ખાતામાં રૂપિયા જમા થયા હોય તે અન્ય બેંકને મંજુરી ન આપે તો આ રૂપિયા ફરી મેળવવા મુશ્કેલ છે. આ સમયે બેંકની કોઇપણ પ્રકારની જવાબદારી રહેતી નથી, જે માત્ર વચગાળાની ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે.

આ સમયે તમારે પહેલા તો તમારા રૂપિયા કેવી રીતે બીજાના ખાતામાં ગયા તે જાણી લેવું જોઈએ. ક્યારેક બેંક ખાતા નંબર લખવામાં ભૂલથી કે આઇએફએસસી કોડમાં ભૂલના કારણે તમારા રૂપિયા બીજાના ખાતામાં જઈ શકે છે. તે સિવાય બેંકમાં ટેકનીકલ ખામીને લીધે પણ બીજાના ખાતામાં જમા થઈ શકે છે.

જો તમારા પૈસા કોઈ અલગ બીજાના નંબરમાં ભૂલથી જમા થાય તો તમારે તાત્કાલિક માહિતી મળે તે બાદ બેન્કની શાખા પર ફોન કરવો જોઈએ કે મારા પૈસા બીજાના ખાતામાં ભૂલથી જમા થઇ ગયા છે. આ સિવાય તમારે રૂબરૂ જઈને બેન્કના અધિકારીઓનો સંપર્ક કરવો જોઈએ. આ સમયે તમે જે તમારા ખાતામાં રૂપિયા જે ખોટા નંબરમાં જમા થયા હોય અને તે નંબર કોઈ બેંકમાં નહિ હોય તો તમારા રૂપિયા આપોઆપ પરત આવી જશે.

આ સિવાય જો તમારા ખાતામાં બેંકમાં ભૂલથી ખોટા પૈસા ટ્રાન્સફર થઈ ગયા હોય તો તમારે તાત્કાલિક પગલાં ભરવા પડશે. જો તમારા પૈસા ભૂલથી બીજાના ખાતામાં જમા થયા હોય તો તમારે આ સાબિત કરવા માટે તમારા પૂરતા પુરાવા આપવા પડશે. આ માટે તમારે બેંકમાં જે પૈસા જમા કરાવ્યા હોય તે પહોંચ, પાસબુકમાં પાડેલી એન્ટ્રી, બેંકમાંથી પૈસા કપાયા હોવાનો એસએમએસ વગેરે બતાવવું પડશે.

આ સમયે તમારી બેન્કની વિગતો, સમાન નામની ગેરસમજણને લીધે અલગ ખાતામાં રૂપિયા જમા કરાવવામાં આવ્યા હોય તો તમારા નામ અને  અને એકાઉન્ટ નંબર વગેરે બેન્કને જણાવો. આ માટે ઝડપી કાર્યવાહી મકરવા માટે બેંક પર બીજી બેન્કને ઈમેલ કરે છે કે અમારા ગ્રાહકને ભુલથી અન્ય ખાતામાં પૈસા જમા થઇ ગયા છે.

જયારે આ સમયે બેંક પોતે જવાબદાર નથી છતાં તે કે મધ્યસ્થી તરીકે તમારા પૈસા પાછા આવે તેવી કોશિશ કરે છે અને જે માટે અન્ય બેંક શાખામાં ટ્રાન્સફર થાય છે ત્યારે રીવર્સલ કરવાની વિનંતી અન્ય ખાતાધારકની બેન્કને મોકલે છે. આ સમયે બેંક પૈસા પરત કરવાની પરવાનગી આપે તો તમારા રુપિયા પરત કરવામાં આવે છે.

આ બીજી બેંકમાં પૈસા ટ્રાન્સફર થઇ જાય તો તમારે એ બેંકની શાખામાં જવું  જરૂરી છે. જ્યાં તમે તે બેન્કના અધિકારીને મળીને આ બાબતે પુરતી માહિતી આપવી. જેથી તે તમારી સમસ્યાનું સમાધાન કરશે. પરંતુ જયારે આ બેંક પૈસા પરત કરવાની ના પાડે તો તમારી મુશ્કેલીમાં વધારો થઇ શકે છે.

તમે જે ખાતામાં પૈસા જમા કરાવ્યા છે અને તે પૈસા પરત કરવાની ના પાડે તો તમારે સાબિત કરવું પડશે કે તમે ખરેખર તેના ખાતામાં પૈસા જમા કરાવ્યા છે. જો તે વ્યક્તિ સ્વીકારે તો તમારે તેની આઈડી પ્રૂફ, સરનામાના પ્રૂફ અને કેટલાક દસ્તાવેજો જમા કરાવવા પડશે. આ સિવાય તે નાં પાડે તો તમેં પોલીસ ફરિયાદ કરીને કેસ કરી શકો છો.

આવા સમયે તમારી બેંક અને જેનાં ખાતામાં રૂપિયા જમા થયા હોય તે બંને બેંકો અલગ અલગ હોય તો ખુબ જ મુશ્કેલી થાય છે. જેથી જે ખાતાધારક પૈસા આપવાની નાં પાડે તો તમારે કોર્ટની કાર્યવાહીમાંથી પસાર થવું પડશે.

આમ, હવે તમારે માટે પૈસા પરત મેળવવામાં મુશ્કેલી ન થાય તે માટે સમજી વિચારીને અને ખરાઈ કરીને જ લખવો જોઈએ. જેથી તમારા રૂપિયા યોગ્ય જગ્યાએ જમા થાય અને તમે લાંબી મુશ્કેલીમાંથી બચી શકો.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *