ઘણી વખત લોકોને કામમાં કે કોઈ કારણસર દવાખાનાં જેવા કામે જવાનું હોય તો વ્યક્તિ ઉતાવળમાં હોય છે. પરંતુ રસ્તામાં આવતા અનેક ટ્રાફિક નિયમોના પરિણામે થોભી જવું પડતું હોય છે. જેના પરિણામે વ્યક્તિને સમયમાં જરૂરી સમય કરતા મોડું થાય છે. જ્યારે આવા કારણસર વ્યક્તિને રોકાવું ન પડે અને સરળતા રહે તેનાં ભાગ રૂપે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ ટ્રાફિક નિયમો વાળા નવા જાહેરનામાંથી ઘણા બધા વ્યક્તિઓને લાભ થઈ શકે છે. આ જાહેરનામાંથી ટ્રાફિકનો ભાર હળવો થશે. ટ્રાફિક પોલીસનાં આ નિયમમાં ફ્રી લેફટ જેમાં ત્રણ રસ્તામાં સિગ્નલ પર હવે ડાબી બાજુ વળવું હશે તો હવે કોઈ જ સિગ્નલની જરૂર નહિ પડે. હાલમાં જ ટ્રાફિક પોલીસ દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર વગેરે દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. જેમાં પોલીસ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આ નિયમથી ટ્રાફિકની સમસ્યા એકંદરે હળવી થાય તેવું જણાય છે.
આ નિયમ લોકોના લાભાર્થે બહાર પાડવામાં આવ્યો છે, જેનાથી ચાલુ સિગ્નલે ડાબી બાજુ વળતા વાહનો ચાલુ સિગ્નલે પણ જઈ શકશે. હવે તેને સિગ્નલ ખુલવાની રાહ નહી પડે. આ સિવાય પોલીસ દ્વારા જાહેર જનતાની મદદ માટે સોસીયલ મીડિયા એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યા છે. જેમાં લોકો ટ્રાફીક પોલીસ વગેરે હેસટેગ પસંદ કરીને પોલીસ ફરિયાદ કરી શકે છે.
આ સિવાય ઈમેલ આઈડી પણ જાહેર કરવામાં આવ્યું છે. જેના થકી લોકોને મદદ માટે અનુરોધ કરવામાં આવ્યો છે. હાલમાં વસ્તીમાં અને વાહનોમાં થઇ રહેલા સતત વધારાને લીધે રસ્તાઓ પર દિન પ્રતિદિન ટ્રાફિક સતત વધી રહ્યું છે.
હાલમાં ગામડાઓમાં પણ ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. જેને લઈને સરકાર અને પોલીસના સંયુક્ત પ્રયાસથી ટ્રાફિક હળવી થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. હાલમાં જ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક રીતે રીતે નવા રોડનાં નિર્માણ થઈ રહ્યા છે. જેથી ટ્રાફિક હળવું થઈ શકે છે.
હાલમાં જ અહમદાવાદ ટ્રાફિક સીટી પોલીસ દ્વારા આ નવા જાહેર કરવામાં આવેલા જાહેર નામાથી ઘણા લોકોને ફાયદો થશે. ટ્રાફિક સમસ્યા હળવી થશે.