તાજેતરમાં ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રી મંડળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના બધા જ જુના મંત્રીઓને બદલી નાખવામાં આવ્યા છે અને તેની જગ્યાએ નવા ધારાસભ્યોને ખાતા આપવામાં આવ્યા છે. જેથી સાવ નવું જ મંત્રીમંડળ બની ગયું છે.
નવા મંત્રીમંડળ બાદ અનેક રાજ્યમાં અનેક કાર્યો અને પદ્દતિઓમાં ફેરફાર થવાની અને નવી પ્રજાલક્ષી યોજનાઓ છેલ્લા એક વર્ષમાં આવવાની આશા છે. જયારે હાલમાં જ ગુજરાત રાજયકક્ષાના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા નવી જ જાહેરાત કરવામાં આવી છે.
આ નવી જાહેરાત અનુસાર ઋષિકેશ પટેલ દ્વારા સરકાર ની યોજનાઓનબે જન જન સુધી પહોચાડવાની જાહેરાત કરી છે. જે અનુસાર આરોગ્ય ક્ષેત્રે ગુજરાતમાં માં વાત્સલ્ય કાર્ડ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યી છે.
આ માટે ગુજરાતમ 23 સપ્ટેમ્બરથી માં કાર્ડ અંગે મેગા ડ્રાઈવ શરૂ કરવાનું રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. માં વાત્સલ્ય કાર્ડથી ગરીબ અને મધ્યમ વર્ગના તમામ લોકોને ખુબ જ ફાયદો થયો છે જયારે સરરકાર હવે આ યોજનાનો લાભ છેક છેવાડાના ગામડાઓ સુધી પહોચાડશે તેવી જાહેરાત કરી છે.’
જેનાથી માં વાત્સલ્ય કાર્ડથી આગામી ત્રણથી ચાર મહિનામાં ઘર ઘર સુધી લાભ રાજ્યના 80 લાખ પરીવારોને આપવામાં આવશે. માં કાર્ડ હેઠળ 600થી વધુ ખાનગી હોસ્પિટલ તેમજ રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં આં સરકારી યોજનાનો લાભ મળી શકશે.
રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના જણાવ્યા અનુસાર આ યોજનાનો લાભ 4 લાખ અને 6 લાખની આવક મર્યાદા ધરાવતા સામાન્ય પરિવારને આ યોજનાઓ લાભ મળી શકશે. તેમજ કહ્યું છે કે રાજ્યમાં પ્રચાર માધ્યમ તરીકીએ કાર્ય રત મીડિયા કર્મીઓ માટે કોઈ આવક મર્યાદા નક્કી કરવામાં આવી નથી.
આમ, હવે નવી બનેલી સરકાર લોકોને ફાયદારૂપ થાય અને બધા જ લોકોને સરકારી જૂની અને નવી યોજનાનો લાભ મળી રહે તે માટેનો પ્રયાસ કરી રહી છે. દરેક મંત્રાલયો દ્વારા લોકોને લાભ થતા હોય તેવા નિર્ણય હવે સરકાર દ્વારા કરવામાં આવશે તેના ભાગરૂપે આરોગ્ય લક્ષી આ માં વાત્સલ્ય યોજનાનો લાભ મધ્યમ અને સામાન્ય પરીવારને મળી રહે તે માટે આ અગત્યનો નિણર્ય લેવામાં આવ્યો છે.