કેન્દ્રિય બેંક દરેક બેંકના નિયમો અને નીતિઓ ઘડે છે. આ નિયમો દરેક ગ્રાહકો અને બેંકોએ પાળવાના રહે છે. દેશનાં નાણાને લગતી લાગુ પડતી આવી બધી નીતિ નિયમો દેશની બધીજ બેન્કોના ગ્રાહકોને લાગુ પડે છે.
હાલમાં જ રિઝર્વ બેંક દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યો છે. જેમાં હવેથી 24 કલાક બલ્ક ક્લીયરીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવાની નિર્ણય લીધો છે, જેની સીધી જ અસર હવે ચેક દ્વારા પેમેન્ટ કરવાની રીત પર પડશે.
આ નિયમ બનતા જ હવે ચેક દ્વારા પેમેન્ટ કરવામાં બે દિવસથી વધારે સમય નહિ લાગે. પહેલાની જેમ હવે થોડા દિવસ સુધી ચેક ક્લીયર થાય તેની રાહ નહી જોવી પડે. આ નવા નિયમો સીધી રીતે હવે ગ્રાહકો પર પણ અસર કરે છે. જેથી હવે ગ્રાહકોએ ચેક દ્વારા પેમેન્ટ કરતી વખતે થોડી કાળજી રાખવી પડશે.
આ નિયમથી ગ્રાહકોએ જાહેર પન કરવું પડશે કે પોતાના ખાતામાં પૈસા છે કે નહિ. આ સિવાય NACH નેશનલ ઓટોમેટેડ ક્લીયરીંગ હાઉસ સાતેય દિવસ ઉપલબ્ધ થશે. જેથી હવે તમારે ચેકના માધ્યમથી પેમેન્ટ કરવા માટે વધારે સાવધાની રાખવી પડશે. આ સુવિધા હવે રજાનાં દિવસોએ પણ ચાલુ રહેશે.
જયારે આ રીતે નવા નિયમથી તમારે અ બાબતનો ખ્યાલ રાખવો પડશે કે તમારા ખાતામાં રૂપિયા છે કે નહિ. જો ગ્રાહકના ખાતામાં પુરતા રૂપિયા નહિ હોય અને ચેક કોઈને આપતા ચેક બાઉન્સ થશે તો તમારા ખાતામાંથી દંડ ભરવો પડશે.
દેશની સંસ્થા નેશનલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ચાલતી ઓટોમેટેડ ક્લીયર હાઉસ દ્વારા બલ્ક પેમેન્ટનુ કાર્ય કરવામાં આવે છે. જેમાં જરૂરી સુવિધાઓ જેવી કે લાઈટ બીલ, ગેસ, ટેલીફોનમ વોટર, લોનનો હપ્તો, રોકાણ, ઇન્સ્યોરન્સ પ્રીમીયમ વગેરેની ચુકવણીનું કામ પણ કરે છે.
આ પહેલા આ વર્ષની શરૂઆતમાં આરબીઆઈ દ્વારા પોઝીટીવ પે સીસ્ટમ લાગુ કરવામાં આવી હતી. જેનાથી પેમેન્ટ સીસ્ટમને વધારે સુરક્ષિત કરવામાં આવ્યું છે. પોઝીટીવ પે સીસ્ટમ એવી સીસ્ટમ છે કે જેમાં 50 હજારથી વધુ રૂપિયાની ચુકવણીમાં ગ્રાહકોએ ભરેલી વિગતોને ફરીથી ચેક કરવામાં આવે છે.
આ પ્રક્રિયા હેઠળ ચેક રજૂ કરનાર ઇલેક્ટ્રોનિક રીતે ચેક કરવામાં આવે છે. જેમાં ચેક નંબર, ચેકની તારીખ, પેમેન્ટ કરનારનું નામ, એકાઉન્ટ નંબર, કિંમત અને વિવરણ વગેરે ચકાસવામાં આવે છે. જેનાથી આ સુવિધા જલ્દી થાય છે. આ રીતે બેંકને સુવિધાથી સુરક્ષિત પેમેન્ટ થાય છે.
જયારે નવા નિયમોને લીધે ગ્રાહકને હવે માહિતી ખુબ જ તપાસીને ભરવી જરૂરી છે. આ સાથે જો બેંકમાં પૂરતું બેલેન્સ નહી હોય, બેંક ચેક કરનાર વ્યક્તિને પેનલ્ટી રૂપે દંડ ભરવો પડશે. જયારે હવે ચેકથી પેમેન્ટ દ્વારા ગ્રાહકોને આ 24 કલાકમાં પેમેન્ટ ક્લીયર કરવાનો નિયમ કરવામાં આવ્યો છે.