જ્યારથી કોરોનાને મહામારી સર્જાઈ છે ત્યારથી મોટાભાગના જાહેર કાર્યક્રમો બંધ થઇ ગયા છે. જેમાં અમુક તહેવારો પણ સામુહિક રીતે આવતા હોય તેવા તહેવારો પર સરકાર દ્વાર નિયંત્રણ મુકવામાં આવેલ છે. જેમાં મેળાવડા, નવરાત્રી વગેરે ઉત્સવો છેલ્લા એક એક વરસથી બંધ છે.
જ્યારે આ વર્ષે આવનારી નવરાત્રીમાં શું સરકાર નવરાત્રીમાં મંજુરી આપશે કે નહી તેની લોકો રાહ જોઈ રહ્યા હતા. ત્યારે અચાનક ગુજરાતમાં અચાનક મુખ્યમંત્રી અને તેનું મંત્રી મંડળ બદલાઈ ગયા છે. જેથી લોકો આ નવી સરકાર પાસે આગ્રહ રાખી રહ્યા હતા. જયારે સરકારે નવરાત્રી બાબતે આખરી નિર્ણય લઈ લીધો છે.
આ માટે આ વર્ષની નવરાત્રીમાં સરકારે આ મહામારીના સમયમાં અમુક શરતો સાથે મંજુરી આપવામાં આવી છે. આ નિર્ણયમાં સરકાર દ્વારા 400 લોકોની મર્યાદામાં શેરી ગરબા રમવાની મંજુરી આપી છે. જેથી આ રીતે નવરાત્રી રમવા માટે લોકો ખુશ થયા છે. જો કે આ વર્ષે પણ સરકારે પાર્ટી કે ક્લબમાં નવરાત્રી રમવાની છૂટ આપી નથી.
આ બાબતે હાલમાં જ નિર્ણય લેવામાં આવ્યો છે. જેની સાથે રાત્રી કરફ્યુમાં 1 કલાક સુધી વધારવામાં આવ્યો છે. જેથી હવે 12 થી 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યું હવેથી રહેશે. જેની સાથે હવે 7 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. જેથી બધા લોકો છેલ્લા એક વર્ષથી નવરાત્રી રમવા માટે રાહ જોઈ રહ્યા હતા. આ માટે લોકો સરકારનાં નિર્ણયનીર રાહ જોઈ રહ્યા હતા.
જયારે હાલમાં કોરોના કેસો પણ રાજ્યમાં ખુબ જ ઘટી ગયા છે. જે સાથે સરકારે રસીકરણની પ્રક્રિયા પણ વધારી દીધી છે. સરકાર રસીકરણ કરીને રેકોર્ડ પણ કરી દીધો છે. જે જેથી કોરોનાની થવાની સંભાવના પણ ઓછી થઇ છે, જેને લઈને સરકારે આ નવરાત્રી રમવાની છૂટ આપી છે. જે સાથે સરકારે રાત્રી કર્ફ્યું સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સરકાર રાત્રી કર્ફ્યુંમાં પણ આ સમય દરમિયાન ઘટાડો કર્યો છે. આ માટે હવે સરકાએ 400 લોકો સાથે ડીજે ઓરકેસ્ટ્રા સાથે નવરાત્રી કરી શકાશે.
આ રીતે લોકો નવરાત્રીના આ સમય દરમિયાન સરકારે આપેલી છુટછાટથી લોકો આ વર્ષે નવરાત્રી તહેવારનો આનંદ માણી શકશે. અમે આ રીતે સરકારના આ નિર્ણયથી લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. આ રીતે ગામડાઓમાં પણ આ વર્ષે ભવાઈ કે કાનગોપી અને રાસ વગેરે રમી શકાશે.