GujaratHealth

ગુજરાત સરકારે મા કાર્ડધારકોને આપી સૌથી મોટી રાહત

હાલમાં દેશમાં અનેક યોજના ચાલી રહી છે, જેમાં પણ આ ચાલી રહેલી મહામારીના કારણે સરકારે લોકોને મદદરૂપ થવા માટે અનેક યોજનાની સહાય આપી છે. રાજ્ય સરકાર દ્વારા આ માહામારીને ધ્યાનમાં રાખીને માં કાર્ડ જેવી આરોગ્યલક્ષી યોજનામાં પણ સહાય આપવામાં આવી છે.

સરકારે દર્દીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. આ યોજનાનો લાભ લેવા માંગતા વ્યક્તિઓને આ સહાય લેવા માટે પહેલા બે દિવસ જેટલો સમય લાગતો હતો. પણ સરકાર દ્વારા આ પરેશાની દૂર કરવા માટે માં કાર્ડ માટે ગ્રીન કોરીડોર સીસ્ટમ ઉભી કરવાની વ્યવસ્થા કરી રહી છે.

આ રીતે વ્યવસ્થા કરવાથી લાભાર્થીઓને હવે કોઈ સમય નહિ લાગે. આ યોજના લાગુ થવાથી ગરીબ પરિવારોને માત્ર ત્રણ કલાક જેટલા સમયમાં જ સહાય મળી શકશે. સરકાર વધુમાં વધુ છેવાડાનાં ગામડાના લોકો આ યોજનાનો લાભ લઈ શકે, તે હેતુસર આ આયોજન કરી રહી છે.

આ માંકાર્ડ યોજનાનો લાભ લેવા માટે પહેલા બે દીવસ જેટલો સમય લાગતો હતો. જેથી જે લોકોને ખરેખર જરૂર હોય તે તને આ લાભ મળવામાં ઘણો સમય લાગતો હતો. જયારે હવે સરકાર દ્વારા દર્દીની સ્થિતિ ધ્યાનમાં રાખીને માત્ર થોડા જ સમયમાં ગ્રાહકોને આ પૈસા ચૂકવી દેવાનો નિર્ણય કર્યો છે. જેથી હવે માત્ર ત્રણ કલાક જેટલા સમયમાં જ લોકોને આ સહાયતા મળી શકશે.

જેથી દર્દીની યોગ્ય સમયમાં સારવાર થઈ શકે. આ માટે હવે ગ્રીન કોરીડોર સીસ્ટમ ઉભી કરવામાં આવશે. આ આયોજન રૂપે હોસ્પિટલોમા સિંગલ વિન્ડો સીસ્ટમ ઉભી કરવામાં આવશે. જ્યાંથી લાભાર્થીઓ આ આ યોજનાનો લાભ મેળવી શકશે. આ માટે સરકાર દ્વારા હવે આ આયોજનને ધ્યાનમાં રાખીને આરોગ્ય મિત્રની નીમ્ણૂક કરવામાં આવશે અને તેનો હેતુ માં કાર્ડ ધારકોને રકમ વધુ ઝડપથી મળે તેનો રહેશે.

આમ, સરકાર દ્વારા ગરીબ અને નબળા લોકોને મળતી આ યોજનાનો લાભ ઝડપથી મળતો થાય, લોકો વહેલાસર સારવાર લઈ શકે, તેમજ લોકોને ઝડપી નાણા મળી રહે તે હેતુસર આ સીસ્ટમ ચાલુ  કરવામાં આવી છે. જેથી બે દિવસમાં ચૂકવાતી રકમ હવે માત્ર ત્રણ કલાકમાં ચૂકવી દેવામાં આવશે. હાલમાં સરકાર દ્વારા આ બાબતે સંપૂર્ણ વ્યવસ્થા કરી લેવામાં આવી છે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *