HealthLifestyle

ભોજન કરતા સમયે આ 7 વસ્તુનું ધ્યાન રાખશો તો આજીવન રહેશો નીરોગી

કુદરતે આપણા શરીરના નિર્માણ સમયે  શરીર 100 વર્ષ સુધી ચાલતું રહે એટલા માટે કોઈને કોઈ નિયમ બનાવ્યા છે. આ શરીરને 100 વર્ષ સુધી ચલાવવા માટે જે જરૂરી હોય તે ભોજન, જરૂરી હોય તે માત્રામા અન જે સમય ભોજન કરવાનો હોય તે સમયે લેવું જોઈએ. વગેરે પહેલેથી નિશ્વિત થયેલું છે.

આ બધા વિષયમાં અતિ સુક્ષ્મતાથીનિરીક્ષણ અને વિચાર આપણા પૂર્વજોએ કર્યો છે અને તેનું તારણ કાઢીને અતિશય સ્પષ્ટ અને સરળ ભાષામાં લખ્યું છે. આ બધા જ મુદ્દાઓમાંથી આજે અમે ભોજનના સમય વિશે જણાવી રહ્યા છીએ.

આપણું શરીર ભોજન માટે તૈયાર છે કે નહિ તે જાણવા માટે 9 લક્ષણ લખવામાં આ તારણોમાં લખ્યા છે. જેમાં પ્રથમ મળ મૂત્રનો સરળતાથી નિકાલ થઈ ગયો હોય. હ્રદય નિર્મળ અને હળવું હોવું જોઈએ. બધા દોષ પોતપોતાના માર્ગમાં ગતિમાન હોવા જોઈએ. કોઇપણ પ્રકારના સ્વાદ અને ગંધ વિહીન ઓડકાર આવે તે પછી જ ભોજન કરવું જોઈએ.

સારી કકડીને ભૂખ લાગી હોય તે પછી જ ભોજન લેવું જોઈએ. વાયુ પોતાના માર્ગમાં ગતિમાન હોવા જોઈએ. જઠરાગ્ની યોગ્ય માત્રામાં પ્રદીપ્ત હોવી જોઈએ, બધી ઇન્દ્રિયો હળવી હોવી જોઈએ, શરીર અંત્યંત હળવું લાગી રહ્યું હોવું જોઈએ. આવા સમયે જ ભોજન લેવું જોઈએ. આ સમય જ ભોજન કરવા માટે યોગ્ય છે.

આ પ્રકારે તમારું શરીર ભોજન લેવા માટે તૈયાર હોય, ત્યારે તમે જો ભોજન લેશો તો જ શરીર આ ભોજનને પચાવી શકશે. તેમાંથી રસ, રક્ત, માંસ, મેદ, મજ્જા વગેરે ધાતુઓનું નિર્માણ કરી શકશે. આવા લક્ષણો ઉત્પન્ન ન થયા હોય ત્યારે પણ તમે ભોજન કરી લીધું હોય તો ત્યારે પણ શરીર ભોજનને પચાવશે જ. પરંતુ તેને વધારે પ્રયત્ન કરવો પડશે. વધારે શકિતનો ખર્ચ થશે. વધારે જીવન શક્તિનો વ્યય થશે અને ત્યારે પણ ભોજન બરાબર નહિ પચે.

જેનાથી જે મળ ઉત્પન્ન થશે જે શરીરમાં ક્યાંકને ક્યાંક જમા થશે, જે સમય જતા કોઈને કોઈ રોગ ઉત્પન્ન કરશે. ઘણા લોકો આવા લક્ષણોને ઘણા મોટા ભાગના લોકો અનુભવતા જ નથી અને આ લક્ષણોને યોગ્ય પ્રકારે જાણીં પણ શકતા નથી. આ લક્ષણ નહિ અનુભવવાનું એક કારણ એ છે કે આધુનિક યુગના દોડધામ વાળા જીવનમાં બધાના શરીર, મન અને બુદ્ધિની સંવેદનશીલતામાં ઘટાડો આવે છે.

પરંતુ આ બાબતમાં ચિતા કરવાની કોઇ જ જરૂર નથી. તમારે માત્ર આ બધા લક્ષણોમાંથી કોઈ એક લક્ષણ પર એક મહિના સુધી વધારે ધ્યાન આપવું જેથી તમે તે લક્ષણનો અનુભવ કરી શકશો. અને તેના નાના નાના ઉપાય કરીને આ લક્ષણ વધારે તીવ્રતાથી પ્રકટ કરી શકો છો.

આ લક્ષ્નોમાંથી એક લક્ષણ છે કે પેટમાં ભૂખ લાગે ત્યારે સ્વાદ વગરના અને ગંધ વગરના ઓડકાર આવવા. આ લક્ષણનો અનુભવ કરવા માટે એક દિવસ થોડું ધેર્ય રાખીને એક પ્રયોગ કરવો. અઠવાડિયામાં એક દિવસ બપોરનું ભોજન તમે જે સમય પર કરતા હોય તે સમય પર ન કરવું. પરંતુ ભોજનના સમય પહેલા માટલાનું શીતળ જળ માત્ર જેટલી તરસ હોય એટલી માત્રામાં પી લેવું અને ભોજન ન કરવું.

આ પછી દર એક કલાક પર ઈચ્છા અનુસાર માત્ર પાણી પીતા રહો. સાંજ થતા પહેલા જ તમને ભૂખ્યા પેટ ઓડકાર અવશ્ય આવશે. આ જ શરીરનો સંકેત છે કે હવે તમે ભોજન લઇ શકો છો. આ પ્રકારે દરેક લક્ષણનો અનુભવ તમે કરી શકો છો અને  તમે આ શરીરની ભાષાને સમજી શકશો. જો તમે એક વખત શરીરની ભાષાને સમજી શકશો શરીર સાથે વાત કરવા લાગશો, તો તમે તમારા શરીરની અસહજતા અથવા રોગને સરળતાથી મટાડી શકશો.

જેથી તમે શરીરથી વધારેમાં વધારે કામ લઈ શકશો, તમારા જીવનને સાર્થક કરી શકશો. ભોજન કરતા પહેલા તમારે આ લક્ષણોને જાણી લેવા જોઈએ. આવા લક્ષણો કે સંકેતો દેખાય તે બાદ જ ભોજન કરવું જોઈએ. જેથી તેનું યોગ્ય પાચન થાય છે અને શરીરના રોગ થતા નથી.

શરીરને સ્વસ્થ રાખવા માટે ભોજનના સમય પર જ ભોજન કરવું જોઈએ, જે ભોજન તમે વર્ષોથી ખાઈ રહ્યા છો અને શરીરને જે ભોજનની આદત પડી ગઈ છે તે ભોજન કરવું. સ્વચ્છ અને પવિત્ર ભોજન કરવું જોઈએ. તમારે માટે સારું હોય, હિતકારી હોય એવું જ ભોજન કરવું, ભોજનમાં ચીકણાપણું હોવું જોઈએ, ભોજન થોડું ગરમ હોવું જોઈએ, જે ભોજનને 3 કલાક જેટલો સમય થઈ ગયો તે ભોજન ન ખાવું જોઈએ.

જે ભોજન પચવામાં હલકું હોય તેવું જ ભોજન કરવું જોઈએ, ભોજન કરતા સમયે મનને ભોજનમાં લગાવીને ખાવું જોઈએ, ભોજન કરતા સમયે ટીવી, મોબાઈલ વગેરેમાં મન રાખવું ન જોઈએ, માટે ભોજનના સમયે આ બધી વસ્તુઓને બંધ રાખવી જોઈએ. તમે ધારો તો મધુર સંગીત કે ગીત સાંભળતા સાંભળતા તમે ભોજન લઇ શકો છો.

ભોજન કરતા સમયે તમારા મન અને બુદ્ધિમાં જે વિચાર ચાલે છે જેનો પાચન અને આ ભોજનથી બનનારા રસમાં પણ પ્રભાવ પડે છે. આ સિવાય બધા 6 પ્રકારના રસનો સમાવેશ ભોજનમાં થવો જોઈએ, આહાર મધુર અને પ્રિય લાગવો જોઈએ, ભોજન કરવાની ગતિ નાં ઝડપી હોવી જોઈએ કે ના ધીમી હોવી જોઈએ, સ્નાન કર્યા બાદ જ ભોજન કરવું, ભૂખ લાગ્યા બાદ જ ભોજન કરવું, એકાંતમાં ભોજન કરવું, હાથ પગ અને મોઢું ધોઈને ભોજન કરવું.

પીતૃ, દેવ, અતિથિ, બાળક અને ગુરુ વગેરેને ભોજન કરાવીને પછી જ ભોજન કરવું, પોતાનો સેવક અને પાલતું પશુ, પક્ષીઓની વ્યવસ્થાની જાણકારી લીધા બાદ જ ભોજન કરવું, અન્નની નિંદા ક્યારેય ન કરવી, ભોજન કરતા સમયે મૌન ધારણ કરીને ભોજન કરવું, જે ભોજનમાં પ્રવાહી ભોજન હોય એવું ભોજન કરવું, પ્રિય જનોની સાથે ભોજન કરવું, સ્વચ્છ, પવિત્ર અને તમારું હિત ઇચ્છનારા વ્યક્તિ દ્વારા પીરસવામાં આવ્યું હોય એવું ભોજન કરવું.

જો તમે સ્વસ્થ છો અને આ પદ્ધતિનું પાલન કરો છો તોહંમેશા સ્વસ્થ રહી શકશો. જો તમે કોઈ પણ રોગથી ગ્રસિત છો તો પણ આવું કરવાથી તમારું શરીર પોતાનાં સ્વરક્ષણ તંત્રને કામમાં લગાડીને તમને સ્વસ્થ કરી શકશે.

આમ, આપણને આ નિયમો અને પદ્ધતિઓ જાણીને જયારે શરીરને ભોજનની જરૂર હોય ત્યારે ભોજન કરવું જોઈએ.  જેથી શરીરમાં યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે ભોજન મળી શકશે. જેના લીધે શરીર કોઈ વધારાની વધારાની આડઅસર કે કોઈ તકલીફ નહિ અનુભવે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *