હાલમાં જાપાનમાં ટોક્યો ઓલમ્પિક બાદ પેરાઓલિમ્પિક ચાલી રહ્યો છે. જેમાં પણ ભારતે સારું પ્રદર્શન કરવાની શરૂઆત કરી દીધી છે. જેમાં ગુજરાતની જ એક ખેલાડી ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો છે. જો કે તેને ગોલ્ડ મળી શકવાની આશા હતી પરંતુ ચીનની ખેલાડી ઝોઉં યીન્ગે સીધા સેટમાં તેને 3-0થી સામે હારી જતા સિલ્વર મળ્યો છે.
આગેમમાં ભાવિના પટેલ ચીનની જ એક ખેલાડી ઝાંગ મિયાંને હરાવીને ફાઈનલમાં પહોંચી હતી. આ ભાવિના પટેલ ગુજરાતના મહેસાણાના જીલ્લાની છે. જેનું ગામ સુંઢીયા ગામ છે. જે દેશની પ્રથમ ટેબલ ટેનીસ ખેલાડી છે જે પેરાઓલિમ્પિક સુધી ફાઈનલમાં પહોંચી છે.
ટોક્યો પેરાલીમ્પીકમાં ભારતને આ ખેલાડીએ પ્રથમ મેડલ અપાવ્યો છે. જે આ કલાસ ફોરની ઇવેન્ટમાં તેમાં તેને જબરદસ્ત પ્રદર્શન કરીને આ મેડલ જીત્યો છે.
આ મેડલ જીતતા જ તેમના ગામમાં ઉત્સવનો માહોલ સર્જાઈ ગયો છે. તેમે દેશના વડાપ્રધાન મોદી તેમજ મુખ્યમંત્રી વિજય ભાઈ રુપાણીએ પણ શુભકામનાઓ પાઠવી છે. 34 વર્ષની ભાવિના પટેલે કેટેગરી 4ની વિમેન્સ સિંગલ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ તેને જોરદાર કમબેક કતા બીજી અને ત્રીજી ગેમ જીતી લીધી હતી. આ સમયે બંને ખેલાડીઓ 2-2થી બરાબરી પર આવી ગઈ હતી.
આખરે પાંચમી અને નિર્ણાયક ગેમની સાથે ભાવીનાએ કુલ 7-11, 11-7, 11-4, 9-11, 11-8 નાં સ્કોરથી ચીનની ખેલાડીને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. ફાઈનલમાં તેમનો મુકાબલો એજ ખેલાડી સામે થવાનો હતો. જેની સામે તે પ્રથમ લીગમાં હાર્યા હતા.
ટોક્યો ઓલિમ્પિકમાં તેમણે શાનદાર પ્રદર્શન સાથે આત્મવિશ્વાસથી આ ગેમમાં પ્રદર્શન કરીને તેને ખુબ જ સારું પ્રદર્શન કર્યું હતું. આ ઓલિમ્પિકમાં ખુબ જ સારા પ્રદર્શનને લીધે તેને ગોલ્ડ મેડલની દાવેદાર મનાતી હતી. જેને પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં બ્રાઝીલની ડી ઓલીવેઈરાને હરાવી હતી.
ક્વાર્ટર ફાઈનલમાં તેને ખુબ જ ફાઈનલના સારું પ્રદર્શન કર્યું હતું. આ પછી તેને રિયો પેરાઓલિમ્પિકની ગોલ્ડમેડાલીસ્ટ સર્બિયા રાન્કોવિચ સામે 3-0થી આસાન જીત મેળવીને ફાઈનલમાં પ્રવેશી હતી. પરંતુ તેને ફાઈનલમાં હાર મળતા તે સિલ્વર મેડલ જીતી ચુકી છે.
આમ, આ પેરાઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવીને તે ભારતની આ ટેબલ ટેનીસની ચોથા ક્રમની ગેમ જીતનારી પ્રથમ ખેલાડી બની છે. જે એક ખુબ જ જેને આ રીતે ગુજરાતનું નામ વધાર્યું છે. જેથી લોકો તેને શુભ કામનાઓ પાઠવી રહ્યા છે.