કોવેક્સીન નામની કોરોનાની રસીને હવે નવો વિવાદ શરુ થયો છે. કોવેક્સીન આપણા દેશમાં કોરોનાં સામે રક્ષણમાં ખુબ જ અસરકારક એવી ભારતની વેક્સીન છે, પરંતુ ભારતમાં જ આ રસી બાબતે મોટા સમાચાર આવી રહ્યા છે આ રસી બનાવવા માટે વાછરડાનો ઉપયોગ થાય છે. વાછરડાની હત્યા કરીને તેના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે.
આ મામલાને લઈને કોંગ્રેસના નેશનલ કોર્ડીનેટર ગૌરવ પાંધીએ દાવો કર્યો છે કે કોવેક્સીનના નિર્માણમાં ગાયના વાછરડાનું સીરમનો ઉપયોગ થાય છે. તેમણે જાહેર કર્યું છે કે 20 દિવસથી પણ ઓછી ઉમરના વાછરડાની આ માટે હત્યા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે આ જઘન્ય અપરાધ છે અને તેની ધાર્મિક લાગણી દુભાઈ છે.
આ બાબતે તેમણે RTIમાં મળેલા જવાબને શેર કર્યો હતો. તેમને વિકાસ પટની નામની વ્યક્તિની RTI પર સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશનએ આપ્યો છે. ગૌરવ પાંધીએ કહ્યું છે કે મોદી સરકારે લોકોને અંધારામાં રાખ્યા છે. તેમણે કહ્યું છે ક સીરમનો ઉપયોગ વીરો સેલ્સના રિવાઇવલ પ્રક્રિયા માટે કરવામાં આવે છે આને તેનો ઉપયોગ કોવેક્સીનના નિર્માણ માટે કરવામાં આવે છે.
In an RTI response, the Modi Govt has admitted that COVAXIN consists Newborn Calf Serum …..which is a portion of clotted blood obtained from less than 20 days young cow-calves, after slaughtering them.
THIS IS HEINOUS! This information should have been made public before. pic.twitter.com/sngVr0cE29
— Gaurav Pandhi (@GauravPandhi) June 15, 2021
આ બાબતે તેમણે RTI માં જવાબને ટ્વીટર પર શેર કરીને જણાવ્યું કે કે મોદી સરકારે માની લીધું છે કે ભારત બાયોટેકની વેક્સીનમાં ગાયના વાછરડાનું સીરમ સામેલ છે. તેમણે કહ્યું છે કે આ ખુબ જ ખોટું છે. તેમણે કહ્યું કે આ જાણકારી લોકોને પહેલા જ જણાવવી જોઈતી હતી.
આ પહેલા પણ રીચર્સ પેપરમાં દાવો કરવામાં આવ્યો હતો કકે કોવેક્સીન બનાવવા માટે નવજાત પશુના બ્લડના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલી વખત નથી બન્યું પરંતુ આ બધું બાયોલોજીકલ રીચર્સનો ભાગ હોય છે. આ રીચર્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોવેક્સીન માટે નવજાત વાછરડાનું 5 થી 10 ટકા સીરમની સાથે ડલબેકોના મોડીફાઈડ ઈગલ મીડીયમનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં અનેક જરૂરી પોષકતત્વો હોય છે, જે સેલને વિભાજીત કરવા માટે જરૂરી હોય છે.
આ વાછરડાના સીરમનો ઉપયોગ થયો હોવાના સમાચારોને લીધે દાવા બાબતે સોશિયલ મીડિયા પર કોવેક્સીનને લઈને અનેક પ્રશ્ન ઉભા થયા હતા. આ બાબતે ભારત બાયોટેક દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગાયના વાછરડાઅ સીરમનો ઉપયોગ વાયરસ રસીના નિર્માણ માટે કરવામાં આવે છે. તેનો તેનો ઉપયોગ કોષના વિકાસ માટે થાય છે. પરંતુ SARS CoV2 વાયરસના ગ્રોથ અથવા ફાઈનલ ફોર્મુલામાં તેનો ઉપયોગ થયો નથી. ભારત બાયોટેકનું કહેવું છે કે, કોવેક્સીન સંપૂર્ણ રીતે શુદ્ધ વેક્સીન છે, જેને તમામ અશુદ્ધિઓને હટાવીને તૈયાર કરવામાં આવે છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પણ આ બાબતે સ્પષ્ટતા કરી છે કે દાયકાઓથી વેક્સીનના નિર્માણમાં વાછરડાની સીરમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય બીજા ઘણા બધા પ્રાણીઓના સીરમનો પણ વર્ષોથી ઉપયોગ રસીમાં કરાય છે. આ એક આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ પ્રક્રિયા છે. પરંતુ તેનો ઉપયોગ શરૂઆતના તબક્કામાં કરવામાં આવે છે. જેનો વેક્સીનના ઉત્પાદનના છેલ્લા તબક્કામાં તેનો કોઈ ઉપયોગ થતો નથી. જેથી તેને વેક્સીનનો હિસ્સો ન ગણી શકાય. છેલ્લા લગભગ 9 મહિનાથી આના વિશે સાર્વજનિક પ્લેટફોર્મ પર જાણકારી આપવામાં આવી ચુકી છે.
#MythvsFacts#LargestVaccineDrive
The final vaccine product of #COVAXIN does not contain newborn calf serum at all.https://t.co/2sbXI3xOTu pic.twitter.com/yOmNpBB9gA
— Ministry of Health (@MoHFW_INDIA) June 16, 2021
સમાચારમાં અને સોશિયલ મીડિયામાં આ દાવા બાદ આના પર ચર્ચાઓ થવા લાગી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલએ ટ્વીટ કરીને દાવાને ખોટો ગણાવ્યો છે કે કહ્યું છે કે આ વેક્સીનના ફાઈનલ નિર્માણમાં વાછરડાની સીરમનો ઉપયોગ થયો નથી. તેમણે કહ્યું છે કે તથ્યોને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે અને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે.
ભારતમાં આ મામલા બાદ વિવિધ પાર્ટીઓ તરફથી આ પ્રકારની વાયરલ થયેલી આ સોશિયલ મીડિયા પોસ્ટની ટીકા કરવામાં આવી છે. શિવસેના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો વિજ્ઞાનિક રીચર્સની વાતો કરે છે, તેઓ હવે કોવેક્સિન ને લઈને આવા દાવાની પોસ્ટ કરી રહ્યા છે. મહેરબાની કરીને આ પ્રકારની અફવા ફેલાવાનું બંધ કરો.