છેલ્લા એક વર્ષથી ખેડૂતો સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરીને આંદોલન કરી રહ્યા છે. આટલા દિવસો ગયા છતાં આ આંદોલનનો અંત આવ્યો નથી. કૃષિ બીલનીથી ખેડૂતોને ઘણા પ્રકારે ફાયદાઓ થઇ રહ્યા છે, એવું સરકાર કહે છે. ખેડૂત આગેવાનો નિષ્ણાતો આ બિલથી ખેડૂતોને નુકશાન થશે તેવ કહી રહ્યા છે. જેને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે.
આ મામલાને લઈને હવે ખેડૂતોએ કાલે ભારતબંધનું એલાન આપ્યું છે. આ ભારત બંધ સંયુક્ત કિશાન મોરચાના નેતૃત્વમાં પાળવામાં આવશે. જેની અંદર કાલે સવારથી જ બંધની શરૂઆત થઇ જશે. આ બંધને દેશની ઘણી વિપક્ષી પાર્ટીઓએ સમર્થન આપ્યું છે.
આ પાર્ટીઓમાં કોંગ્રેસ, ટીએમસી, કોમ્યુનિસ્ટ પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ જેવા અનેક પક્ષોએ ખેડૂતોના આ આંદોલનને સમર્થન આપ્યું છે. આ માટે આ આંદોલનમાં પાર્ટીઓના નેતાઓ પણ ભાગ લેશે. બિહારત તરફથી પણ આ આંદોલનની અંદર તેજસ્વી યાદવ જોડાઈ રહ્યા છે.
સરકાર દ્વારા આ દેશમાં વ્યાપક રીતે ઘણી રીતે લોકો સમર્થન આપી રહ્યા છે. ઘણા લાંબા સમયથી ચાલી રહેલા આ આંદોલનને અનેક સહકારી સંસ્થાઓ સમર્થન આપી રહી છે. જેમાં યુનિયન બેંકોને પણ આ રીતે બંધને સમર્થન આપ્યું છે.
આ બંધમાં બેંકોના કર્મચારીઓ પણ જોડાશે. જેમા બેંક સંગઠનનાં કહેવા પ્રમાણે બેન્કનું દેવુ પહેલા 47000 હજાર રૂપિયા હતું. જે વધીને 74000 થઇ ગયું છે. માટે આવતી કાળના બંધમાં ખેડૂતોના સમર્થનમાં ખેડૂતો પણ બેંકો પણ જોડાઈ રહી છે. આવતી કાલે સવારના 6 વાગ્યાથી જ સાંજના 4 વાગ્યા સુધી આંદોલનને લઈને ખેડૂતો આ આંદોલન માટે સવારે આંદોલનની શરૂઆત કરવામાં આવશે.
આવતી કાલે સવારમાં બંધની શરૂઆતમાં જ ખેડૂતો દ્બારા બોર્ડર પણ ધરણા કરવામાં આવશે. જેમાં હાજર રહેલા ખેડૂતો દ્વારા બહારના કોઈ લોકોને બોલાવવામાં આવશે નહી. અને માત્ર ખેડૂત મોરચા દ્વારા જ આ આંદોલનની શરૂઆત થશે. આ આંદોલનના ભાગ રૂપે રાષ્ટ્રીય ધોરી માર્ગના રસ્તાઓ રોકવામાં આવશે.
જેમાં ભારત બંધથી આ સ્થળ પરથી પોલીસ દ્વારા જો બળપ્રયોગ કરવામાં આવશે તો પણ ખેડૂતો આ સ્થળ નહિ છોડે અને જેલમાં જવાનું પસંદ કરશે. માટે આ બંધમાં રસ્તાઓ રોકી જવાથી વાહનને ટ્રાફિક થવાની સમસ્યા રહેલી છે.
આ સિવાય આ ભારત બંધના એલાનથી ખાનગી કચેરીઓ, શિક્ષણ સંસ્થાઓ, દુકાનો અને વ્યવસાયિક ધંધાઓ બંધ રહેશે. જો કે આ દરમીયાન ઈમરજન્સી સેવાઓ બંધ રહેશે નહી.જેમાં હોસ્પિટલ, દવાની દુકાનો, મેડીકલ વગેરે જગ્યાઓને આ આંદોલનથી કોઈ નુકશાન નહિ થાય.