આયુર્વેદમાં ડાયાબીટીસને મધુમેહ કહેવામાં આવ્યો છે. અનુચિત આહાર વિહાર, વ્યાયામ ન કરવો, શારીરિક શ્રમ ઓછો કરવો, વધારે તણાવ આ બધા કારણોથી વ્યક્તિના ત્રિદોષ વાત,પિત્ત અને કફ અસંતુલિત થઈ જાય છે અને જેના લીધા ડાયાબીટીસનો ઉદભવ થાય છે.
આમ જેમાં ત્રણેય દોષોનું અસંતુલન જોવામાં આવે છે. પરંતુ મુખ્યત્વે જેમાં કફ દોષનો પ્રભાવ મૂળ હોય છે તથા તે પોતાના લક્ષણોને દર્શાવે છે, આ સિવાય ઘણી વખત આનુંવાંશિક કારણો પણ ડાયાબીટીસ માટે જવાબદાર છે. ઘણા વ્યક્તિઓના માતા પિતાને ડાયાબિટીસ હોય તો તેના સંત્તાનોમાં પણ આવવાની સંભાવના રહે છે.
ઉપચાર 1: આયુર્વેદના હિસાબે જાંબુડાના ઠળિયા ડાયાબીટીસના દર્દીઓ માટે બહેતરીન ઔષધી છે. આપણે જાંબુ ખાઈને તેના ઠળિયા હંમેશા ફેકી દેતા હોઈએ છીએ. પરંતુ આ ઠળિયા દવાઓ કરતા પણ કીમતી છે જે ડાયાબીટીસના દર્દીઓ માટે તો રામબાણ ઔષધી છે.
ખાસ કરીને આયુર્વેદમાં જાંબુના ઠળિયાને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. જાંબુડાના ઠળિયાને સુકાવીને પાવડર બનાવી શકાય છે. આ પાવડરને ખાલી પેટ લેવાતથી ડાયાબીટીસ જેવી બીમારીમાં અત્યધિક લાભ મળે છે. શુગર કન્ટ્રોલમાં રહે છે.
જાંબુ ઉનાળાની ઋતુના થતુ એક લોકપ્રિય ફળ છે. લોકો તેના ઉપરના ભાગને ખાય છે. જે બાળકોથી માંડીને વડીલો સુધી બધાને પ્રિય ફળ છે. જાંબુના વૃક્ષ મોટા આકારના હોય છે. જેના પર ઉનાળાની ઋતુમાં ફળ આવે છે અને ઉનાળો પૂરો થવાનો હોય અને ચોમાંચાની શરૂઆત થવાની હોય તેવા સમયે પાકે છે.
જાંબુના ફળ સુકા કાળા રંગના હોય છે. અને તેની અંદર એક બીજ હોય છે. જેના ઉપર હળવા ગુલાબી અને સફેદ રંગની પરત હોય છે. જાંબુના બીજની અંદરનો ભાગ લીલા રંગનો હોય છે. આ બીજ સામાન્ય કઠણ હોય છે. જેને હાથથી જોરથી દબાવવાથી તૂટી થાય છે. આ ભાગને જાંબુના ઠળિયા કહેવામાં આવે છે. જાંબુના ઠળિયામાં એન્ટી ડાયાબીટીક ગુણ મળી આવે છે.
જાંબુના ઠળિયાનો પાવડર બનાવવો ખુબ જ આસાન છે. આ માટે જાંબુ લાવીને જાંબુને ખાધા બાદ તેના ઠળિયાને ધોઈ લેવા. જેને કોટન કપડામાં રાખીને ઢાંકીને તડકામાં સુકાવી લેવા. જયારે થોડા દિવસ આ રીતે સુકાવા દેવાથી પૂરી રીતે સુકાઈ જશે. જયારે આ ઠળિયા સુકાઈ જાય ત્યારે તેને લઈંને તેના ટુકડા કરી લેવા.
આ પછી જેના નાના નાના ટુકડા થાય એ રીતે ખાંડી લેવા. જયારે તેના નાનાં નાના ટુકડા થઇ જાય ત્યારે તેને મિક્સરમાં નાખીને પાવડર કરી લેવો. આ પાવડરને ડાયાબીટીસના દર્દીઓ સવારે પાણી સાથે લઈ શકે છે. આ પાવડર લેવાથી ડાયાબીટીસ ખુબ જ કંટ્રોલમાં રહે છે અને ધીરે ધીરે આ સમસ્યા મટી જાય છે.
આ પાવડરનું એક ચમચીની માત્રામાં ગરમ પાણી સાથે સવારે ખાલી પેટ નરણા કોઠે લઈ શકાય છે. જેના લીધે તેનો લાભ ઉત્તમ મળે છે. જો સાંજના સમયે આ પાવડર સાંજે જમ્યા પછી સૂતી વખતે પણ લઇ શકાય છે. આ જાંબુના ઠળિયાના પાવડરને દૂધ સાથે પણ સેવન કરી શકાય છે.
ડાયાબીટીસના દર્દીઓ આ ચૂર્ણ પાવડરનું ખુબ જ આસાનીથી સેવન કરી શકે છે. જેના લીધે લોહીમાં શુગરની માત્રાને નિયંત્રિત કરવામાં ફાયદો મળે છે. ઘણી વખત ડાયાબીટીસના દર્દીઓને વારંવાર તરસ લાગવી અને વારંવાર પેશાબ લાગવો જેવી સમસ્યાઓમાં પણ લાભ મળે છે. દરરોજ સવાર સાંજ 3 ગ્રામ જાંબુના ઠળિયાનો પાવડર બનાવીને સેવન કરવાથી ડાયાબીટીસ જડમૂળથી નાશ પામે છે.
ઉપચાર 2: સૌપ્રથમ મેથીદાણા 100 ગ્રામ લેવા. આ સાથે 100 ગ્રામ જેટલા તમાલ પત્ર પણ લેવા. ત્યારબાદ જાંબુના ઠળિયા 150 ગ્રામ લેવા. 250 ગ્રામ બીલીપત્રના પાન લેવા. આ ચારેય વસ્તુઓને અલગ અલગ રાખીને તડકામાં સુકવી દેવી. આ બરાબર સુકાઈ જાય એટલે આ ચારેય વસ્તુનો પાવડર કરી લેવો.
આ બધા જ પાવડર બની જાય પછી આ ચારેય પાવડરને મિક્સ કરી દેવા. આ પાવડરને આ પછી હવા ન જાય તેવા તેવા કોઈ હવા પેક ડબામાં ભરી લેવા. આ પાવડરને દિવસમાં બે સમય સવારે અને સાંજે એક એક ચમચી લેવો.
આ પાવડર ગરમ પાણી સાથે એક ચમચી સવારે અને એક ચમચી સાંજે લેવો. આ પાવડર જમવાના એક કલાક પહેલા લેવો. સવારે સંડાસ ગયા બાદ આ પાવડર લેવો. આ પાવડર લીધા બાદ એક કલાક પછી ભોજન લેવુ.
આ રીતે જાંબુના ઠળિયા સાથે મિશ્રણ કરીને બનાવેલા પાવડરથી ડાયાબીટીસને મટાડવા માટેના આ ચૂર્ણની ગુણવત્તા ખુબ જ વધી જાય છે. જેના લીધે ચોક્કસ રીતે ડાયાબીટીસ મટે છે. આ પ્રયોગ આપણા આયુર્વેદમાં ખુબ જ વર્ષોથી અપનાવવામાં આવી રહ્યો છે. જેના લીધે આ પ્રયોગ ખુબ જ અનુભવ સિદ્ધ થયેલો છે અને ઘણા લોકોને ડાયાબીટીસ રોગ મટી પણ ગયા છે.
ઘણી વખત આ ડાયાબીટીસની દવાઓમાં પણ આ ચૂર્ણનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. આ પાવડર ડાયાબીટીસ ટાઈપ-2 ના દર્દીઓ માટે અતિ ઉપયોગી છે.
ડાયાબીટીસ ચયાપચય સંબંધી બીમારીઓનો એક સમૂહ છે જેમાં લાંબા સમય સુધી ઉચ્ચ શુગરનું સ્તર હોય છે. જેમાં વધારે શુગરના લક્ષણોમાં વારંવાર પેશાબ આવવું. તરસ લાગવી એન ભૂખમાં વધારો થવો જેવી તકલીફો રહે છે. જપ સમયસર તેનો ઉપચાર ન કરવામાં આવે તો તે જટિલતાઓનું કારણ બની શકે છે.
ડાયાબીટીસના કારણે વ્યક્તિનું અગ્નાશ્ય પર્યાપ્ત માત્રામાં ઈન્સુલીનનું ઉત્પાદન કરી શકતું નથી અને શરીરની કોશિકાઓ ઇનસુલીનને જોઈએ એટલો સહકાર આપતી નથી. ગ્લુકોઝને અન્ય કોશિકાઓ સુધી પહોચાડવાનું કામ ઈન્સુલીનનું હોય છે અને ડાયાબીટીસના દર્દીના શરીરમાં ઈન્સુલીન બનવાનું બંધ અને ઓછું થઈ જાય છે જેના કારણે શરીરમાં ખાંડ કે ગ્લુકોઝની માત્રા વધી જાય છે.
ડાયાબીટીસ બે પ્રકારના હોય છે, જેમાં ડાયાબીટીસ ટાઈપ-1 અને ડાયાબીટીસ ટાઈપ-2 પ્રકારે હોય શકે છે. જેમાં ટાઈપ-1 માં દર્દીના શરીરમાં ઈન્સુલીનનું નિર્માણ આવશ્યતાથી ઓછું હોય છે, જેમાં શરીરના અગ્નાશ્યની બીટા કોશિકાઓ ઈન્સુલીન બનાવી શકતી નથી જેથી આ સમસ્યામાં બહારથી ઈન્સુલીન આપીને આ અસમસ્યાને નિયંત્રિત કરવામાં આવે છે. આ સમસ્યા બાળકો અને 18 થી 20 વર્ષના યુવાનોને પ્રભાવિત કરી શકે છે.
જયારે ટાઈપ-2માં શરીરમાં ઇન્સુલીન હોય છે. પરંતુ શરીર ઇન્સુલીનનો પૂરી રીતે ઉપયોગ કરી શકતું નથી. આ સમસ્યામાં ઇન્સુલીન બને છે પરંતુ ઓછી માત્રામાં બને છે અને ઘણી વખત પૂરી રીતે કાર્ય કરી શકતું નથી. જયારે આ સમસ્યામાં ઉપરોક્ત ચૂર્ણ આપવામાં આવે તો ઇન્સુલીન યોગ્ય રીતે બનવા લાગે છે અને તેનું કાર્ય પણ ઝડપથી કરવા લાગે છે.
ડાયાબીટીસના લક્ષણોમાં શરીરમાં ગ્લુકોઝ વધવાની સાથે અન્ય લક્ષણ પણ અનુભવાય છે અને દ્રષ્ટિગોચર થાય છે. જેમાં વધારે ભૂખ અને તરસ લાગવી, વધારે પેશાબ લાગવો, હંમેશા થાક અનુભવવો, વજન વધી જવો અથવા ઓછો થવો, ચામડીમાં ખંજવાળ આવવી તેમજ અન્ય ચામડી સંબંધી સમસ્યા થવી, ઉલટી થવા લાગે, મોઢું સુકાઈ, બહારના સંક્રમણ વિશે શરીર સંવેદનશીલ થઇ જાય, આંખ સંબંધી સમસ્યાઓ આવે, ધૂંધળું દેખાય, કોઈ ઘાવ વાગ્યો હોય તો ઠીક થવામાં સમય લાગે, ડાયાબીટીસમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ યોગ્ય રીતે કામ કરતી નથી, પગમાં જનજની થાયમ હાથ પગમાં જલન અને દર્દ થાય, શરીરની રોગ પ્રતિકારક શક્તિ કમજોર પડી જાય છે. દાંતમાં તકલીફ થાય, દુખાવો થાય અને દાંત ઢીલા પડવા લાગે આ બધી સમસ્યાઓ ડાયાબિટીસમાં જોવા મળતા હોય છે.
ડાયાબીટીસ પેન્ક્રીયાસ નામની ગ્રંથી ઠીક રીતે કામ નહિ કરવાથી, ઇન્સુલીન હોર્મોનનું નિર્માણ ઓછુ થવાથી, આનુંવાંશિક રીતે, વધારે શરીર અને વધારે વજન, આજના સમયની રહેણી કરણી અને ખાણીપીણું ના હિસાબે ડાયાબીટીસ થાય છે.
આમ, આ ઉપરોક્ત કારણોથી ડાયાબીટીસ થાય છે. આ ડાયાબીટીસથી બચવા માટે ઉપરોક્ત બતાવેલું જાંબુના ઠળિયાનું ચૂર્ણ ખુબ જ ઉપયોગી થાય છે. આ ચૂર્ણ ખુબ જ રીતે શરીરમાં ઈન્સુલીનનું નિર્માણ કરતા હોર્મોન્સ વધારે છે તેમજ તે ઈન્સુલીનની કાર્ય ક્ષમતા વધારવામાં પણ ઉપયોગી થાય છે. જેના લીધે ડાયાબીટીસ મટે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે અથવા તમારા પરિવારમાંથી કોઈને ડાયાબીટીસ હોય તો આ પ્રયોગ કરીને ડાયાબીટીસને મટાડી શકો છો.