મિત્રો તમે શેર બજારની દુનિયામાં પેની સ્ટોક વિષે તો સાંભળ્યું જ હશે! તમને ખબર છે કે પેની સ્ટોક એટલે શું અને આજે જાણીશું કેટલાક એવા પેની સ્ટોક વિષે કે હજારો ટકાનું રીટર્ન આપ્યું છે. પેની સ્ટોક એવા શેરો છે જેની કિંમત 10 રૂપિયાથી ઓછી હોય છે. તેમજ કંપનીનું માર્કેટ પણ ઓછું છે. નિષ્ણાતો આ કેટેગરીમાં 500 કરોડથી નીચેની માર્કેટ કેપ ધરાવતા કંપનીને રાખે છે. પેની સ્ટોક સાથે સંકળાયેલી કંપનીઓ નાની હોય છે. કોઈપણ જાણકારી વગર આવા શેરોમાં રોકાણ કરવું જોખમી છે.
Orient Paper & Industries Limited નો સ્ટોક છેલ્લાં કેટલાંક વર્ષોમાં 10 પૈસાથી 22 રૂપિયા સુધી ગયો છે. આ સમય દરમિયાન આ સ્ટોક પણ 40 રૂપિયાની આસપાસ પોતાની હાઈ લેવેલ સુધી પહોંચી ગયો હતો. તેની 52 વિક High સપાટી 39.40 રૂપિયા છે. અત્યારે આ શેર તેના હાઈ થી 31.30 રૂપિયા માં ટ્રેડ કરી રહ્યો છે. આ કારણે, વિશ્લેષકો અપેક્ષા રાખી રહ્યા છે કે આ સ્ટોક આગામી સમયમાં મલ્ટિબેગર રિટર્ન આપવાની ક્ષમતા ધરાવે છે.

વર્તમાન સ્તર મુજબ, આ શેરે તેના રોકાણકારોને 20 હજાર ટકાથી વધુ વળતર આપ્યું છે. આ કંપનીનો સ્ટોક 19 સપ્ટેમ્બર 2003ના રોજ BSE પર માત્ર 10 પૈસામાં ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે આ Weekના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 25 ઓગસ્ટ 2022ના રોજ, તે NSE પર રૂ. 31.30 પર બંધ થયો હતો. આ રીતે, જો કોઈ રોકાણકારે 2003માં ઓરિએન્ટ પેપરના સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય અને અત્યાર સુધી રોકાણ રાખ્યું હોત તો આજે તેના રોકાણની કિંમત વધીને રૂ. 2.30 કરોડ થઈ ગઈ હોત.
કંપનીના શેરે છેલ્લા 10 વર્ષમાં જબરદસ્ત વળતર આપ્યું છે. 02 ઓગસ્ટ 2003ના રોજ, તેના એક શેરની કિંમત BSE પર માત્ર 1.01 રૂપિયા હતી. આનો અર્થ એ થયો કે છેલ્લા 09 વર્ષમાં જ તેણે 2000 ટકાથી વધુ વળતર આપ્યું છે. જો આ આધારે ગણતરી કરીએ તો ઓગસ્ટ 2003માં તેના શેરમાં રોકાણ કરાયેલા 01 લાખ રૂપિયા હવે 22.67 લાખ રૂપિયા થઈ ગયા હશે. તમને જણાવી દઈએ કે હાલમાં આ કંપની (ઓરિએન્ટ પેપર MCap) ની કિંમત લગભગ 500 કરોડ રૂપિયા છે.
શેરબજારમાં રોકાણ કરવામાં ઘણા જોખમો રહેલા છે. શેરબજારમાં રોકાણ કરતા પહેલા તમારે તમારું પોતાનું રીસર્ચ કરવું જોઈએ અથવા તમારા પર્સનલ ફાઈનાન્સ એડવાઈઝરની સલાહ લેવી જોઈએ.