જીઓ એક એવી ટેલીફોનનું નેટવર્ક ધરાવતી કંપની છે, જે પોતાના ગ્રાહકોને કોઈ નવાને નવા પ્લાન આપતી જ રહે છે. જેના પ્લાન હંમેશા આકર્ષક જ હોય છે. જેથી તેના ગ્રાહકો આ પ્લાન હોંશેહોંશે કરાવતા હોય છે.
જીઓ ફોનથી માંડીને નેટવર્ક, ડેટા જેવા અનેક આકર્ષિત પ્લાન આપે છે, જેમાં હાલમાં જીઓ દ્વારા બે એક પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે. આ પ્લાન દ્વારા ગ્રાહકો એક પ્લાન છે કે જેમાં લીમીટેડ માત્રામાં ડેટા મળે છે.
જયારે બીજો એક એવો આકર્ષિત પ્લાન છે કે જેમાં યુઝર્સને વધારે પ્રમાણમાં ડેટાનો લાભ મળે છે. આ આર્ટીકલમાં અમે આ બંને પ્લાન વિશે તમને જણાવી રહ્યા છીએ કે જેનાથી જીઓના ગ્રાહક તમે હો તો જેનાથી તમે ફાયદો મેળવી શકો.
જીઓ દ્વારા આ પ્લાન પ્રમાણે 11 મહિનાની વેલીડીટી મળે છે. જેમાં જે લોકો પાસે જીઓનો ફોન હોય તો તેનાથી દર મહીને 70 રૂપિયાથી પણ ઓછો ખર્ચ થાય છે. માટે આ પ્લાનથી જીઓના ગ્રાહકોને ખુબ જ ફાયદો થશે. જીઓ ફોનનો એક 749 રૂપિયાનો પ્લાન છે કે જેમાં તમને આ 336 દિવસ એટલે કે 11 મહિનાથી વેલીડીટી મળે છે. આ એક જીઓનો એવો પ્લાન જેંમાં આ પ્લાનમાં દર 28 દીવસમાં 2 જીબી ડેટા મળે આપવામાં આવે છે.
આ પ્લાન દ્વારા તમને કુલ 24 જીબી સુધીનો ડેટા મળી શકે છે. આ પ્લાન કરવાથી અન્ય પ્લાનની માફક અનલીમીટેડ કોલિંગ ઉપલબ્ધ છે. તેમજ દરરોજની મેસેજ સુવિધા મળે છે. આ પ્લાન દ્વારા દર મહિનામાં 50 SMS ફ્રી આપવામાં આવે છે. આમ આ પ્લાનની કીમ ગણવામાં આવે તો તેના લીધે તમને પ્રતિમાસ 68 રૂપિયાનાં ખર્ચમાં આ પ્લાન પડે છે.
આ સિવાય જીઓનો 1299 રૂપિયા વાળો પ્લાન છે, જેમાં તમને 11 મહિના લેખે 118 રૂપિયા દર મહિનાના ખર્ચ લાગી શકે છે. આ રીલાયન્સ જીઓના આ પ્લાનથી યુજર્સને 24 જીબી ડેટા મળે છે. તેમજ આ પ્લાનથી તમને કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે. આ પ્લાનમાં 3600 SMS મળે છે.
આ ઉપરોક્ત બંને પ્લાનમાં જીઓ ટીવી જેવી જીઓ એપ્સનું સબસ્ક્રિપ્શન ફ્રીમાં મળે છે. આમ, આ બંને પ્લાન જીઓના ગ્રાહકોને ખુબ જ લાભકારક પ્લાન છે, આ પ્લાનથી વાર્ષિક રૂપિયામાં છૂટક પ્લાન કરતા એકંદરે ફાયદો થાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.