Health

કોઈપણ દવા લીધા વગર માથાના દુઃખાવાને દુર કરશે આ એક ટીપ્સ

માથાનો દુખાવો એટલે અવારનવાર  દરેક લોકોમાં જોવા મળતી સમસ્યા. આ સમસ્યા આજના સમયે ઘણા બધા લોકોને જોવા મળે છે. આ એક એવી સમસ્યા છે કે જેના લીધે મગજમાં તકલીફ અને માથાના દુખાવામાં સતત પરેશાન રહેવું પડતું રહેવાથી ઊંઘ લેવામાં પણ તકલીફ પડે છે. માથાના દુખાવાની સમસ્યા એક દિવસ કે સતત જોવા મળતી સમસ્યા છે.

આપણા બધાના ઘરે રસોડામાં કાળા મરી નામનાં મસાલા હોય છે. જેનો દાળ, શાકથી માંડીને અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. જે મસાલાની સાથે એક ઔષધી પણ છે. જેની અંદર એન્ટીઓક્સીડેંટ ગુણ ભરપુર માત્રામાં રહેલા હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. જયારે માથામાં દુખાવો થાય ત્યારે 6 થી 7 કાળા મરીને મોઢામાં નાખીને ચાવી જવા. જેનાથી થોડા જ સમયમાં માથાનો દુખાવો મટી જશે.

લવિંગ એક રસોડા અવારનવાર વપરાતું ઔષધીય મસાલા છે. જયારે ખોરાકમાં તેનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી એન્ટીઇન્ફલેમેંટરી ગુણ મળે છે. જે મગજની નસોને શાંત કરવામાં ઉપયોગી છે. જેના લીધે તેનાથી માથાનો દુખાવો મટી જાય છે.

ખાટા ફળોમાં વિટામીન સી અને એન્ટીઓક્સીડેંટ રહેલા હોય છે. જેથી સ્વાસ્થ્ય માટે લીબું ઉપયોગી છે. જ્યારે માથાની ચેતા અને પેશીઓને શાંત કરવામાં પણ લીંબુ ઉપયોગી છે. જેના લીધે જયારે માથાના દુખાવાની સમસ્યા થાય ત્યારે લીંબુની છાલને છોલીને તેને આ રીતે માથા પર ઘસવાથી માથાની દુખાવાની સમસ્યા મટી જાય છે.

ઘણા લોકોએ માથામાં દુખાવાની સમસ્યા ઓછી ઊંઘને લીધે થતી હોય છે. પરંતુ તે લોકો આ કારણ  જાણી શકતા નથી. માટે અમે જણાવી રહ્યા છીએ કે જયારે માથામાં દુખાવાની સમસ્યા થાય ત્યારે શાંતિથી ઊંઘી જવું જોઈએ, જયારે તમારી ઊંઘ પૂરી થઇ જશે ત્યારે દુખાવો આપોઆપ મટી જશે.

માથાના દુખાવાની સમસ્યાના ઈલાજ માટે અજમો પણ ખુબ જ ઉપયોગી છે. જયારે માથામાં સતત દુખાવો રહે છે તેવા સમયે અજમાને વાટીને તેનો પાવડર કરીને પાણીમાં ગરમ કરીને પી જવો જોઈએ. અજમાની અંદર એન્ટીઓક્સીડેંટ ગુણ રહેલા હોય છે. જે શરીર માટે ખુબ જ ઉપયોગી થાય છે. સાથે માથાના દુખાવાની સમસ્યાને ઠીક કરે છે.

ઘણી વખત અમુક લોકોને વર્ષોથી અમુક સમયના અંતરે માથામાં દુખાવો થયા કરતો હોય છે. જ્યારે આ સમયે માથાનો દુખાવો સતત રહેતો હોય તો તેનો આયુર્વેદિક ઉપચાર પણ છે. જે ઉપચાર કરવાથી માથાની સમસ્યા મટી જાય છે. આ દુખાવાને દૂર કરવા માટે આયુર્વેદમાં આપવામાં આવેલા થોડા ઉપાયો કરવાથી આ દુખાવો મટી શકે છે.  જેનાથી કોઈ વધારાની આડઅસર થવાની કોઈ સમસ્યા રહેતી નથી. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થશે.

માથાનો દુખાવો થવાના ઘણા કારણો હોય છે, જેમાં વધારે તણાવ, હાઈબીપી, થાક, ઓછી ઊંઘ, મગજમાં ભાર, ઓછા પ્રકાશમાં રહેવું, સાયનસની સમસ્યા, આરામનો અભાવ, અનિન્દ્રા જેવા  કારણોસર માથામા દુખાવાની સમસ્યા જોવા મળે છે. ઘણા લોકો આ માથાના દુખાવાની સમસ્યા માટે દર્દનાશક પેન કિલરનામની દવાઓ લે છે.  જે આ રીતે દુખાવાને મટાડવા માટે ખુબ જ ઉપયોગી છે.  જો કે આ ગોળીઓનું સેવન કરવું પણ શરીરના સ્વાસ્થ્ય માટે જોખમકારક છે.

આમ, જયારે માથામાં દુખાવાની સમસ્યા થાય ત્યારે તમે આ રીતે  ઉપરોક્ત ઉપચાર કરી શકો છો.  જયારે તમે આ રીતે આ પદાર્થોનો ઉપાય કરશો તો તમારે દવા લેવાની કોઈ જ જરૂર નહિ પડે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *