GujaratLifestyle

આ રક્ષાબંધન પર 474 વર્ષ બાદ બની રહ્યો છે અદભુત સંયોગ, જાણો કેટલો ફાયદાકારક છે આ સંયોગ

આ આપણે બધા જ જાણીએ છીએ કે રક્ષાબંધન એ ભાઈ બહેનના પવિત્ર બંધનનો તહેવાર છે. આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે, અને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આ એક એવો તહેવાર છે કે જેમાં ભાઈ અને બહેનના પ્રેમના પ્રતીક સાથે બીજા અનેક ઘણા બધા કારણોસર પણ આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

આપણી સંસ્કૃતિમાં આ તહેવાર વર્ષોથી ઉજવાય છે. આ તહેવારમાં જ્યોતીષ શાસ્ત્રની દ્રષ્ટીએ આ તહેવાર ખુબ જ મહત્વ ધરાવે છે. આ તહેવાર દર વર્ષે આવે છે. આ તહેવાર શ્રાવણ માસમાં આવે છે.  જો કે, આ વખતે આ તહેવાર શ્રાવણ પૂર્ણિમા પર ધનિષ્ઠા નક્ષત્રમાં ઉજવવામાં આવે છે. જ્યોતિષીઓના મતે આ વખતે રક્ષા બંધનનો આ તહેવાર ભદ્રા છાયા નહી વગર હશે, જેના લીધે બહેન પોતાના ભાઈને આ રાખડી બાંધી શકશે.

રક્ષાબંધનના શુભ મુહુર્તની વાત કરીએ તો લાભ: સવારે 9:39 મિનીટ થી 11:14 કલાક સુધી તેમજ અમૃતમાં રાખડી બાંધવી હોય તો સવારે 11:14 કલાક થી 12:50 કલાક રહેશે. જો તમે શુભ ચોઘડિયામાં રાખડી બાંધવા માંગતા હોવ તો બપોરે 2.25 કલાક થી 4 વાગ્યા સુધી તેમજ સાંજે 7.11 થી 8.36 કલાક સુધી યોગ રહેશે આ ઉપરાંત અમૃત ચોઘડિયું રાત્રે 8.36 કલાક થી 10 કલાક સુધી રહેછે. અભિજિત ની વાત કરીએ તો બપોરે 12.24 થી 1.15 કલાક સુધી રાખડી બંધાવાનો યોગ સારો છે.

આ વર્ષે બંધ અનુસાર, રક્ષાબંધનનો તહેવાર સામાન્ય રીતે શ્રાવણ નક્ષત્ર સાથે ઉજવવામાં આવશે. આ દરમિયાન કુંભ આ રાશીમાં ગુરુની ચાલ વક્રી રહેશે અને તેની સાથે ચંદ્ર ઓન ત્યાં હાજર રહેશે. આ વખતે રક્ષાબંધન આ સવારે 5.50થી સાંજે 6.03 સુધીનો સમય છે, એટલે કે આ સમય દરમિયાન તમે કોઇપણ સમયે આખા શુભ દિવસમાં રાખડી બાંધી શકો છો.

આ દિવસે જ્યોતિષ અનુસાર ભદ્રા કાલ 23 ઓગષ્ટનાં રોજ સવારે 5.34 સુધી રહેશે અને ધનીષ્ઠા નક્ષત્ર સાંજે 7.40 સુધી રહેશે. આ સમયે આ નક્ષત્રમાં જન્મેલા ભાઈ બહેન પોતાના સંબંધ સારી રીતે નિભાવે છે.

આ વખતનો રક્ષા બંધનનો તહેવાર ભાઈ બહેન માટે ખાસ છે. કારણ કે આ વખતે ગ્રહો અને તેની ગતિમાં સ્થિતિમાં એક સારો યોગ બને છે. આ વખતે રક્ષાબંધન પર સૂર્ય, મંગળ અને બુધ સિંહ રાશીમાં આવશે. જ્યોતિષ અનુસાર કહેવાય છે કે સિંહ રાશીનો સ્વામી સૂર્ય છે. તેની સાથે તેનો મિત્ર મંગળ પણ આ રાશિમાં તેની સાથે રહેશે.

આ શિવાય શુક્ર પણ કન્યા રાશિમાં રહેશે. આ વખતે આવા યોગ પણ ખુબ જ ફળદાયી રહેવાના છે. આવો યોગ 4 સદી પછી પહેલીવાર બનવા જઈ રહ્યો છે. આ પહેલા ઇસ ૧૫૪૭માં આવી ગ્રહોની સ્થિતિ બની હતી.  આ વખતે શુક્ર બુધની માલિકીની રાશી રાશિમાં હશે. એના લીધે આ તહેવાર ભાઈ અને બહેન માટે ખાસ હશે.

આ વખતના રક્ષાબંધનનાં દિવસે રક્ષાબંધન પર ગુરુ અને શનિની યુતિને કારણે રક્ષાબંધન પર ગજકેસરી યોગ રસાઈ રહ્યો છે. આ યોગ એવા સમયે બને છે જયારે ચંદ્ર અને ગુરુ એકબીજા સામે ગોઠવાયેલા હોય. આ એક એવો યોગ છે કે જેના લીધે આ વ્યક્તિને સમાજમાં આદર અને સન્માન મળે છે.

આમ, આ તહેવાર ખુબ જ મોટો સંયોગ બનાવે છે. જેથી આખો દિવસ રાખડી બાંધવા માટે શ્રેષ્ઠ છે. ગ્રહો અને રાશીઓ પણ આ તેની સ્થિતિમાં યોગ બનાવે છે, આવો યોગ 474 વર્ષ બાદ ફરી થઇ રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપ ખુબ જ અગત્યના કાર્યો આ દિવસ દરમિયાન થાય છે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *