HealthLifestyle

ફક્ત 1 થી 2 મહિનામાં ગમે તેવી હાર્ટ બ્લોકેજ ખોલી દેશે આ દેશી ઉપચાર

હ્રદયરોગમાં હ્રદય તરફ જઈ રહેલો ઓક્સીજન યુક્ત લોહીનો પ્રવાહ રોકાઈ જાય છે જેમાં અડચણ ઉભી થાય છે. આ કાર્ય ચરબી, કોલેસ્ટ્રોલ અને અન્ય પ્રદાર્થોના કારણે થાય છે જે હ્રદય સુધી લોહી પહોચાડનારી ધમનીઓમાં લોચા સ્વરૂપે ભેગો થઈને તેમાં અવરોધ ઉભો કરે છે. લોહીનો પ્રવાહ ધીમો પડતા હ્રદયને ઓક્સીજન નથી મળતો અને હ્રદયને જલ્દી ઓક્સીજન નહિ મળવાના કારણે માંસ પેશીઓ નષ્ટ થઇ જાય છે. ભારતમાં દર 33 સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ હ્રદય રોગના કારણે થાય છે. ભારતમાં 1 વર્ષમાં હાર્ટ એટેકથી લગભગ 20 લાખ કેસ આવે છે. આ હ્રદયરોગને હાર્ટએટેક કહેવામાં આવે છે.

હાર્ટ એટેક

હાર્ટ એટેકના પ્રકારો: હાર્ટએટેકના 3 પ્રકાર હોય છે. જેમાં પ્રથમ પ્રકારમાં છાતીની વચ્ચે દુખાવો થાય છે, જેમાં તીવ્ર દુખાવો થતો નથી પરંતુ દબાણ અને ભીંસ અનુભવાઈ છે, ઘણા લોકોને  બાવડા, ગળા, જડબા અને પીઠમાં દબાણ અનુભવાય છે અને શરીર જકડાતું હોય તેવું અનુભવાય છે.બીજા પ્રકારમાં હ્રદય તરફ લોહી પહોચાડનારી ધમનીઓમાં  લોહીમાં અડચણ આવે છે કે બ્લોક થાય છે, પરંતુ હ્રદયના ધબકારામાં કોઈ ફેરફાર અનુભવાતો નથી. ત્રીજા પ્રકારમાં દબાણ અનુભવાય છે પરંતુ જેમાં મોટા ભાગે અપચો અથવા માંસપેશીઓનું દર્દ સમજીને દર્દીઓ તેને અવગણતા હોય છે, જ્યારે ધમનીઓમાં ગાંઠો થાય છે ત્યારે લોહીનો પ્રવાહ અટકી જાય છે અથવા તો ધીમો પડી જાય છે. આ પ્રકારના હાર્ટએટેકની માહિતી લોહીની તપાસ અને નિદાન દ્વારા જ ખબર પડે છે. ધમનીઓના સંકોચનથી કોઈ નુકશાન નથી થતું પરંતુ હાર્ટએટેકનું જોખમ વધે છે.

હાર્ટ એટેકના લક્ષણો: છાતી અથવા બાહુમા એટલે કે બાવડાંમાં દબાણ, જકડાઈ અને પીડા અનુભવાય છે, જે ગળું, જડબું અને પીઠ સુધી ફેલાઈ શકે છે. ઉબકા, અપચો, છાતીમાં દર્દ અને પેટમાં દર્દ થાય છે. શ્વાસ લેવામાં તકલીફ થાય છે, ભય, ચિંતા અથવા બીમારીના કારણે પરસેવો થાય, થાક અનુભવાય છે, ચક્કર આવે છે. આ લક્ષણો દરેક લોકો માટે અલગ અલગ હોય છે. ઘણા લોકોને ખુબ જ છાતીમાં તીવ્ર દુખાવો જયારે અમુક લોકોને ઓછું દર્દ અનુભવાય છે જેને અપચો અનુભવાય છે. મહિલાઓ, વૃદ્ધો અને ડાયાબીટીસથી પીડિત વ્યક્તિને ઓછું દર્દ થાય છે.

હાર્ટ એટેક થવાના કારણો: જ્યારે શરીરની એકથી વધારે ધમનીઓમાં લોહીના પ્રવાહના વહનમાં ખામી સર્જાય તેમાં અડચણ આવે ત્યારે હાર્ટ એટેક આવે છે. કોલેસ્ટ્રોલ અને અન્ય ઘણા પદાર્થોના કારણે હ્રદય તરફ લોહીનું વહન કરતી ધમનીઓ સંકોચાય જાય છે ત્યારે ધમનીનો રોગ થાય છે અને મોટા ભાગના હાર્ટએટેક આવી રીતે આવે છે. હાર્ટએટેકના સમયે, ચીકણો જામ થાય,અને કોલેસ્ટ્રોલ અને અન્ય પદાર્થ લોહીના પ્રવાહમાં ભળી જાય છે.ધમનીઓમાં થયેલો જામ ફાટે છે ત્યારે લોહીના પ્રવાહને ધક્કો લગાવે છે. જેથી પ્રવાહમાં અવરોધ ઉભો થાય છે. લોહીનું વહન કરતી ધમનીઓમાં ગાંઠ થાય છે ત્યારે પણ લોહીનો પ્રવાહ અટકે છે અને અવરોધ સર્જાય છે. તમાકુ અને હાનિકારક ઝેરીલા નશાકારક પદાર્થોના સેવન  જેવા કે કોકેનથી જીવલેણ ગાંઠો બને છે. હ્રદયની ધમનીઓ ફાટવાથી પણ હાર્ટ એટેક આવી શકે છે.

હાર્ટએટેક બ્લોકેજ હ્રદયની બંધ થયેલી નળીઓ ખોલવા માટેનો રામબાણ ઈલાજ: 

હાર્ટ બ્લોકેજ કે હ્રદયની નળીઓ ખોલવા માટે દેશી ઉપચાર કરવા માટે 1 ગ્રામ તજ, 10 ગ્રામ કાળા મરી, તમાલ પત્ર, મગજતરી, આખી સાકર, અખરોટ, અળસી આ બધું જ ભેગું કરતા 61 ગ્રામ થાય છે રીતે એકઠું કરવું.

આ બધી જ વસ્તુઓ આપણે ભોજન માટે રસોડામાં વાપરીએ છીએ અને જે ઘટે તે દેશી ઓસડીયા વાળાની દુકાને કે પંચારીની દુકાનેથી મળી રહેશે. આ બધી જ વસ્તુને મિક્સ કરીને મિક્સરમાં વાટીને પાવડર બનાવી, તેના 6-6 ગ્રામના પડીકા બનાવી લેવા.

આ પડીકામાંથી દરરોજ એક પડીકું સવારે ખાલી પેટ નવશેકા પાણી સાથે પીવું. અને આ પડીકાનું સેવન કર્યા બાદ એક કલાક સુધી કંઈજ ન ખાવું. આ ઉપાય કરવાથી આખા શરીરમાંથી જ્યાં પણ નળી બ્લોક થઇ હશે તે ખુલી જશે. આ ઉપચાર ફક્ત 1 થી 2 મહિના સુધી કરવાથી ગમે તેવી હાર્ટ બ્લોકેજ ખુલી જશે.

જૈતુનનું તેલ: ખાવામાં અમુક તેલ ભારે અને ચરબીવાળું હોવાથી લોહીનું વહન કરતી વાહિનીઓ બ્લોક થાય છે, જેથી તેલનો ખુબ જ ઓછો ઉપયોગ કરવો જોઈએ,આમપણ તેલમાં કોઈ શ્વાસ હોતો નથી, જો કોઈ તેલનો ઉપયોગ  કરવો હોય તો તમે જૈતુનના તેલનો ઉપયોગ કરી શકો છો. જૈતુનના તેલમાં ફૈટી એસિડની ખુબ જ વધારે માત્રા હોય છે જે હાર્ટએટેકના જોખમને ઓછું કરે છે.

તજ: આયુર્વેદમાં જણાવ્યા મુજબ તજનું સેવન કરવાથી હહાર્ટએટેકનું જોખમ ઓછું થાય છે. તજના હ્રદયના ધબકારા અને લોહીના દબાણની પરેશાની દુર થાય છે. જે હ્રદયમાં લોહીના પ્રવાહને નિયંત્રિત કરે છે. તજમાં મૌજુદ તત્વો બ્લડપ્રેસરને કન્ટ્રોલ કરે છે. સવારે ખાલી પેટે અડધી ચમચી તજનો પાવડર મધ સાથે ખાવાથી અને ત્યારબાદ ગરમ પાણી પીવાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે.

ડુંગળી: ડુંગળીનો રસ હાઈ બ્લડપ્રેસરને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. ડુંગળીમાં ક્વેરસેટીન નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે  હ્રદયને સ્વાસ્થ્યપ્રદ રાખવામાં મદદરૂપ થાય છે. બ્લડપ્રેસરના નિયંત્રણ માટે કાચી ડુંગળીનું સેવન ફાયદાકારક છે. 15 દિવસ સુધી મધની સાથે ડુંગળીનું સેવન કરવાથી હાર્ટએટેકનું જોખમ ઘટે છે.

કાળા તીખા (કાળા મરી): વધારે લોહીના પ્રેસર વખતે કાળા તીખાનું સેવન ફાયદારૂપ થાય છે. કાળા તીખાનો ઉપયોગ કરવાથી લોહીની ધમનીઓમાં જામી ગયેલી લોહીની ગાંઠોનો ખતરો ઓછો થાય છે. જેથી કાળા તીખાનો ઉપયોગ ધમનીઓની ગાંઠ અને લોહીની ગાંઠમા રાહત આપે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે.

હિંગ: એક ચમચી હિંગ ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી ઘણા ફાયદાઓ મળે છે. હાઈ બ્લડપ્રેસરની બીમારી ધમનીઓમાં લોહી જામી જવાના કારણે થાય છે. હિંગ હાઈ બ્લડપ્રેસરના દર્દીઓના માટે ખુબ હિંગનો ઉપયોગ લાભદાયી છે. હિંગ લોહીને પાતળું કરે છે. જેથી જામી ગયેલું લોહી નરમ પડે છે અને લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત થાય છે. હિંગના ઉપયોગથી ધમનીઓમાં લોહીની ગાંઠોની સમસ્યા થતી નથી જેનાથી ઉચ્ચ લોહીના દબાણનું જોખમ ઓછું રહે છે અને નિયમિત રહે છે. જેથી બ્લડપ્રેસરના કારણે થતા હાર્ટએટેકનું જોખમ ટળે છે.

અર્જુન વૃક્ષ: હાર્ટ એટેકના જોખમમાં અર્જુનની છાલ ખુબ જ ઉપયોગી છે. અર્જુનની છાલમાં ઓક્સીડાયઝિંગ હોય છે. આ એક કપ મલાઈ વગરનું દૂધ અને એક કપ પાણી મિક્સ કરીને બરાબર ગરમ કરો. અડધી ચમચી અર્જુનની છાલનું ચૂર્ણ નાખીને આ મિશ્રણનું પ્રમાણ ઓછું થઇ જાય તે સમયે પીવા લાયક ગરમ રહે ત્યારે પીવાથી હાર્ટએટેકના જોખમમાં રાહત રહે છે. 1 થી 2 વખત ખાલી પેટ  પીવાથી હ્રદયના ધબકારા વ્યવસ્થિત થાય છે અને હ્રદયને પોષણ મળે છે. આ સાથે હ્રદય સંબંધી રોગોમાં પણ આ ફળ રાહત આપે છે.

લસણ: કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેક અને ધમનીઓની નળીઓ બ્લોક સમયે લસણની કળી પાણી સાથે પીવાથી હાર્ટએટેકના જોખમ ઘટે છે. લસણ બંધ ધમનીઓને સાફ કરે છે અને લોહીની વાહિનીને પહોળી કરે છે. તે લોહીના પ્રવાહને સુધારે છે. લસણ ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરે છે, જેથી હાર્ટ એટેક અને સ્ટ્રોકના ખતરાને ઘટાડે છે. ત્રણ લસણની કળીઓને કાપીને એક કપ દુધમાં ભેળવીને ગરમ કરીને ઠંડું પડ્યા બાદ રાત્રે સુતા પહેલા પીવાથી હાર્ટએટેકનું જોખમ ઘટે છે.

દાડમ: દાડમમાં ફાયટોકેમિકલ્સ હોય છે, જે એન્ટી ઓક્સીડેન્ટના રૂપમાં ધમનીઓને નુકશાન થતું અટકાવે છે. દરરોજ એક કપ દાડમનો રસ પીવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે. હાર્ટએટેકની સમસ્યા દુર કરવા માટે નિયમિત રીતે દાડમના રસનું સેવન અને તેના જ્યુસનું સેવન કરવાથી રાહત મળે છે. ઘરેલું ઉપચાર તરીકે દાડમ ખુબ  જ ઉપયોગી છે.

લાલ મરચું: લાલ મરચામાં કેપ્સેસીન નામનું તત્વ હોય છે, જે ખરાબ કોલેસ્ટેરોલ અથવા એડીએલ ઓક્સીકરણથી બચાવે છે. જેના પરિણામે લોહીમાં ખરાબ કોલેસ્ટેરોલના સ્તરને ઘટાડે છે. જે ધમનીઓ બંધ થવામાં કારણરૂપ હોય છે. આ સિવાય તે લોહીના પરિભ્રમણમાં પણ સુધારો કરે છે જેથી હાર્ટ એટેકના જોખમમાં ઘટાડો થાય છે.  ગરમ પાણીના એક કપમાં એક અથવા અડધી ચમચી લાલ મરચું ભેળવીને  થોડા અઠવાડિયા સુધી પીવાથી હાર્ટએટેકનું જોખમ ઘટે છે.

અળસી: અળસીના દાણા લોહીના દબાણ, વહન અને સોજાને ઓછા કરવામાં મદદ કરે છે. જેમાં આલ્ફાલિનોલેનિક એસીડ ભરપુર હોય છે. જે બંધ ધમનીઓને સાફ રાખવામાં, અને સંપૂર્ણ સ્વાસ્થ્યના સુધારા માટે ઉપયોગી છે. હ્રદયના બ્લોકેજને ખોલવા માટે અળસી ઘરેલું લાભપ્રદ ઉપચાર છે. જે હાર્ટ એટેકના લક્ષણોમાં મદદ કરે છે. અળસીમાં ખુબ જ સારી માત્રામાં ફાયબર એડીએલ હોય છે., જે ધમનીઓને સાફ કરવામાં મદદ કરે છે. એક ચમચી અલ્સીના બીજનું નિયમિત રીતે પાણી  સાથે સેવન કરવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે. અળસીને જ્યુસ, સૂપ અને અને અથાણામાં મેળવીને પણ લઇ શકાય છે.

ઈલાયચી: ઈલાયચી લોહીમાં કોલેસ્ટેરોલના લેવલને યોગ્ય કરે છે સાથે લોહીમાં ફાયબ્રીનોલીટીકની હલનચલન વધારે છ. ફાઈબ્રીનોલિટીકનું કાર્ય લોહીની ગાંઠો અને જામ બનતું રોકવાનું છે. જેથી લોહીનો જામો નહિ બનવાનું કાર્ય ઇલાયચીનું આ તત્વ કરતુ હોવાથી હ્રદયના બંધ થવાની સંભાવના ઘટે છે.

દુધી: હ્રદય રોગના લક્ષણોથી રાહત મેળવવા માટે દુધીનું શાક, દૂધીના જ્યુસનું સેવન ફાયદાકારક છે. તે લોહીની ખાટાશ દુર કરે છે. દુધીના જ્યુસમાં તુલસીના પાંદડા નાખીને પીવાથી તુલસીના ક્ષારીય ગુણથી હાર્ટએટેકનું જોખમ ઘટે છે. આ મિશ્રણમાં ફુદીનો મેળવીને પીવાથી પણ ફાયદો થાય છે.

તુલસી: હાર્ટએટેકથી બચવા તુલસી ખુબ જ ફાયદાકારક છે. તુલસીના 25 થી 30 પાંદડાનો રસ, 1 લીંબુ તથા તોદુક મધ નાખીને અથવા પાણી સાથે પીવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.

આદું: આદુ હાર્ટના બંધ થયેલી લોહીની નળીઓ અને ધમનીઓને ખોલવા માટે ઉપયોગી છે.  આ સિવાય આદુના સેવન થકી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આદુનું ચા, દૂધ અને શાક કે દાળ અથવા અથાણામાં ઉપયોગમાં લઈને તેનો ઉપયોગ કરી શકાય છે, આદુનો ઉકાળામાં ઉપયોગ કરવાથી ખુબ જ ફાયદો થાય છે.

હળદર: હળદર બંધ ધમનીઓને ખોલવામાં મદદ કરે છે, હળદરમાં કરક્યુમીન નામનું તત્વ હોય છે, જેમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી ઈમ્ફ્લામેન્ટ્રી ગુણ હોય છે, તે લોહીને જામવા દેતું નથી, ગરમ દૂધ સાથે દરરોજ હળદર ભેળવીને પીવાથી હાર્ટએટેકના રોગ સામેનો ખતરો ઓછો ઓછો થાય છે. શરદી, ઉધરસથી માંડીને અનેક રોગોના ઈલાજ માટે હળદર ઉપયોગી છે.

લીંબુ: લીંબુમાં વિટામીન સી હોય છે જે એક શક્તિશાળી એન્ટી ઓક્સીડેન્ટ છે, જે જે લોહીના પરિભ્રમણને નિયમિત કરે છે અને ધમનીઓના સોજાને નાબુદ કરવામાં મદદ કરે છે, આ સિવાય લીંબુ લોહીમાં રહેલા કોલેસ્ટેરોલના સ્તરને ઓછું કરવામાં અને લોહીના પ્રવાહમાં ઓક્સીડેટીવના નુકશાનને રોકે છે તથા ધમનીઓને સાફ કરે છે. ગરમ પાણીના એક ગ્લાસ પાણીમાં થોડુક મધ, કાળા તીખાનો પાવડર અને એક લીંબુનો રસ અઠવાડિયામાં થોડા અઠવાડિયામાં એક- બે વખત લેવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.

દ્રાક્ષ: દ્રાક્ષ સ્વાદિષ્ટ ને આરોગ્ય પ્રદ ફળ છે. દ્રાક્ષમાં કેલેરી, ફાયબર સાથે વિટામીન સી, વિટામીન ઈ પુષ્કળ પ્રમાણમાં હોય છે, દરરોજ દ્રાક્ષનું સેવન કરવાથી ઉમરમાં વધારો થાય છે, દ્રાક્ષ નવા કોષોના નિર્માણ માટે ખુબ જ ફાયદાકારક છે. દ્રાક્ષનું અઠવાડિયામાં અમુક દિવસો સેવન કરવાથી હાર્ટ એટેકનું જોખમ ખુબ જ ઘટી જાય છે.

પીપળો: પીપળો ભારતમાં પૂજનીય વૃક્ષ છે, સાથે તે સૌથી વધારે ઓક્સીજન વાતાવરણમાં પૂરો પાડતું વૃક્ષ પણ છે. પીપળાના પાંદડામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. જે હ્રદયના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. પીપળાના પાંદડા હ્રદય હ્રદયના ધબકારા વ્યવસ્થિત કરવામાં, ધમનીઓમાં લોહીના વહનને યોગ્ય રીતે કરવામાં ફાયદો કરે છે, જેથી પીપળાના પાંદડાનું સેવન કરવાથી હાર્ટએટેકનું જોખમ ઘટે છે.

આમ, ઉરોક્ત તમામ જડીબુટ્ટીઓનું સેવન કરવાથી લોહીનું વહન, ધમનીઓમાં અને નળીઓમાં જામી જતી લોહીની ગાંઠો અને સોજાને નાબુદ કરે છે, જેથી લોહીનો પ્રવાહ વ્યવસ્થિત રીતે કાર્ય કરે છે. અ તમામ જડીબુડ્ડી આયુર્વેદિક જડીબુટ્ટી તરીકે નિયમિત રીતે હાર્ટ એટેકની સમસ્યા ધરાવતા દર્દીએ કરવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.આમાંથી જે કોઈ તમારી તકલીફ પ્રમાણે ઔષધીઓનો ઉપયોગ કરી શકો છો. અમે આશા રાખીએ છીએ કે આં માહિતી હાર્ટ એટેકની સંભાવના ધરાવતા વ્યક્તિને ખુબ જ ઉપયોગી થાય અને જોખમકારક નુકશાનમાંથી બચી શકે.

મિત્રો માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા SHARE બટન ઉપર ક્લિક કરી બીજા સાથે શેર કરવા વિનંતી 

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *