અત્યારે એક એવો સમય છે કે આ સમયે ઘણા લોકોને ઘણી જ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આ સમયે ઘણા રોગોને નોકરી છૂટી ગઈ તો ઘણા લોકોના રોજગાર ધંધા પડી ભાંગ્યા હતા. આ એક સમસ્યામાં ઘણા લોકો ચિંતામાં મુકાયા છે અને આજસુધી પોતાના નવા બીઝનેસ કે કામધંધામાં સફળતા મેળવી શક્યા નથી.
માટે જો તમે નવો કોઈ બીઝનેસ શરુ કરવા માંગો તો તમારે માટે અમે એક બીઝનેસ જણાવી રહ્યા છીએ કે જે તમને ખુબ જ ફાયદો કરશે. આ માટે તમારા કોઈ વધારે પડતા રોકાણ કરવાની જરૂર રહેશે નહિ તેમજ તેમજ તમે તમારા ઘરેથી આ ધંધો કરી શકો છો. અને સારી એવી આવક મેળવી શકો છો.
અમે જે બીઝનેસ વિશે જણાવી રહ્યા છીએ તે બિઝનેસ ઘરે ગુલકંદ બનાવવાનો બિઝનેશ. આ બીઝનેસ ટ૪ ગુલાબની પાંદડીઓથી કરી શકો છો. ગુલકંદ એક આજનાં સમયે ખુબ જ માંગ ધરાવતો ખોરાક છે કે જેનો ખુબ જ સારો ધંધો થઇ શકે છે.
આયુર્વેદમાં પણ ગુલકંદ ખુબ જ ઉપયગી હોવાથી ઘણા લોકો તેનું સેવન કરતા હોય છે. આ ગુલકંદનો પાન મસાલામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. સાથે શરીરમાં આયુર્વેદની દ્રષ્ટીએ ફાયદા ગણવામાં આવે તો તેમાં વિટામીન, ગ્લુકોઝ જેવા ઉપયોગી તત્વો રહેલા છે. જેનું ખુબ જ ઔષધીય મહત્વ રહેલું છે.
જેથી આ બિઝનેશ તમને ખુબ જ ફાયદો કરી શકે છે. તેમા તમારે માટે ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ દ્વારા એક રીપોર્ટ તૈયાર કરવાનાં આવ્યો છે જેમાં તમે આ બીઝનેસ શરુ કરવા માંગો છો તો તમારે 1.50 લાખ રૂપિયાની જરૂર પડશે. જે પ્રમાણે તમે તમારી પાસે જમીન ન હોય તો તમને આ જગ્યા પર 24000 અને સાધનો પર 50000 ઇકવીપમેન્ટ પર ખર્ચ થાય છે.
આ માટે તમારે આ ગુલકંદ બનાવવા માટે રસોડાના થોડા સામાનની જરૂર પડશે જેમાં તમારે ગેસનો ચૂલો, એલ્યુમીનીયમ વાસણ, મોટા ચમચા અને અન્ય આઈટમ શામેલ છે. જેના ખર્ચ પ્રમાણે તમારે 74000 રૂપિયા અને તમે સાધનો 80000 રૂપિયાની જરૂર પડશે. આ પ્રોજેક્ટ માટે કુલ પ્રોજેક્ટનો ખર્ચો ગણવામાં આવે લગભગ 1.54 લાખ રૂપિયા થાય છે.
હાલમાં પબ્લિક એક પ્રકારે પાન અને મસાલાઓમાં ખાવાનો શોખ વધતો જાય છે. જેથી તેની અંદર આ ઉમેરવામાં આવતા ગુલકંદની માંગમા પણ વધારો થઇ શકે છે. જે આંતરડા માટે પણ ખુબ જ ઉપયોગી થઇ શકે છે. જે સ્વાસ્થ્ય સુધારવા માટે પણ ખુબ જ ઉપયોગી થાય છે અને પેટના સ્વાસ્થ્યને સુધારે છે.
જો આ રીતે તમે ગુલકંદ બનાવવાનો ધંધો ચાલુ કરશો તો તેનાથી તમને ખુબ જ ફાયદો થશે. આ વિઝનેસમાં તમને વાર્ષિક રૂપિયા 7.50 લાખ રૂપિયાની આવક મેળવી શકો છો. જે તમને ઉત્પાદન ખર્ચ અને અન્ય ખર્ચને બાદ કરતા તમને તમારી પાસે 264640 રૂપિયાનું ગ્રોસ સરપ્લસ હશે. જેમાં તમને 258000નું ચોખ્ખો નફો મળી શકે છે.
આમ, આ એક ખુબ ફાયદો કરાવી શકે તેવો બીઝનેસ છે. જે તમે તમારા ઘરે જ ચાલુ કતી શકો છો. જો તમારા બીઝનેસનું માંગ વધે તો તમે મોટાપાયે તેનું ઉત્પાદન કરી શકો છો તમેં તમારા ધંધામાં આગળ પ્રગતી કરી શકો છો. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.