આપણે જાણીએ છીએ કે આપણી કોઈ વસ્તુ ખોવાઈ ગયા પછી કે ચોરાઈ ગયા પછી પરત મળતી નથી. ઘણા લોકોને અવાનવાર કોઈને કોઈં વસ્તુઓ ખોવાઈ જતી હોય છે કે કોઈ જગ્યાએ ખુલાઈ જતી હોય છે. જે ક્યારેય આપણને પરત મળતી નથી.
પરંતુ આવી ઘણા લોકો ઈમાનદારી વાળા હજુ જીવે છે, જેને આવી વસ્તુઓ મળે તો તે યોગ્ય લોકો સુધી પહોચાડવાનાં બધા જ પ્રયાસો કરી લે છે. હાલમાં જ વડોદરાની એક સીટી બસમાંથી કન્ડકટરને ચોના ચાંદી અને દાગીના ભરેલું એક પર્સ મળી આવતા બસના કંડકટર અને મેનેજર દ્વારા પરત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યા છે.
કંડકટરની ઈમાનદારીની આજે સોશિયલ મીડિયામાં નોંધ લેવાઈ રહી છે અને સૌ કોઈ તેના વખાણ કરી રહ્યા છે. મુખ્ય ઘટના એક છે કે વિનાયક સીટી બસમાં 15 મી ઓગષ્ટના રોજ બસ વાઘોડીયાથી વડોદરા તરફ જવા નીકળી હતી. જેમાં ગોરજ ગામમાં રહેતી એક મહિલાગ્રીષ્મા બેન પરમાર પોતાનું દાગીના ભરેલું પર્સ આ બસમાં ભૂલી ગઈ હતી. આ મહિલા તેના સસરા સાથે બેઠા હતા અને તેની બહેનનાં સીમંતમાં જઈ રહ્યા હતા.
જયારે તે આ બસમાંથી વડોદરા સીટી બસમાંથી ઉતર્યા હતા. ત્યારે તે પોતાનું સોના ચાંદીના દાગીના ભરેલું પર્સ બસમાં જ ભૂલી ગયા હતા. આ બસમાંથી બસના કંડકટર પ્રવીણ ભાઈ મોહનભાઈએ મીનાને બિનવારસી મળી આવતા તેમને ડ્રાઈવર રહેમત ખાન પઠાણને વાત કરી હતી.. આ પછી બંને એ મળીને આ પર્સ સીટી બસમાં મેનેજર નરેન્દ્રસિંહ રાણાને આપ્યું હતું. જેમાં જોતા સોના ચાંદીના દાગીના હતા.
જેથી તેમના નિયમ પ્રમાણે આ મેનેજરે આ પર્સને લોકરમાં મૂકી દીધું હતું. આ પછી આ બહેનને યાદ આવતા તે બીજા દિવસે તેમના બેન, બનેવીને લઈને બસ સ્ટેન્ડ આવ્યા હતા. જ્યાં મેનેજરે તેમને વિગતો પૂછતાં અને પુરાવા સ્વરૂપે ખરાઈ કરી હતી. ત્યારે તેમને અઢી લાખ રૂપિયાની કિમતના આ દાગીના હોવાનું જણાવ્યુ હતું.
આ બહેનને આ બધી જ વસ્તુઓ પરત મળી આવતા આંખોમાંથી આંસુ હર્ષના આંસુ પડી ગયા હતા અને મહિલા લાગણીશીલ બન્યા હતા. આ આટલી બધી રકમ સાચવીને પરત આપવા બદલ તેમને કંડકટર, ડ્રાયવર અને મેનેજરનોનો ખુબ જ આભાર વ્યક્ત કર્યો હતો. તેમને કહ્યું હતું કે આ ઈમાનદારી કહેવાય કે મને મારા કીમતી દાગીના પરત મળ્યા છે.
આ બાબતે મેનેજરે પણસાંત્વના આપી હતી કે આતો અમારી ફરજ છે. અમારે બસમાંથી ઘણી બધી મોબાઈલ, પર્સ, બેગ સહીત ની ઘણી બધી વસ્તુઓ મળી આવતી હોય છે. જે અમારા સ્ટાફને લીધે બધી જ વસ્તુઓ લોકો સુધી પરત પહોંચે એવો પ્રયાસ રહે છે. અમારો સ્ટાફ ખુબ જ ઈમાનદાર છે. બધી જ વસ્તુઓ લોકોને પરત મળી જાય તેવા આશ્વયથી બધી અમારો પ્રયાસ રહે છે.
આમ, ગુજરાતમાં વારંવાર આવા અનેક ઈમાનદારીના કિસ્સાઓ અવારવાર જોવા મળતા હોય છે. જેમાં મોંઘામાં મોંઘી વસ્તુઓ લોકો પરત કરે છે. જે આપણી સંસ્કૃતિના સંસ્કાર છે. પણ ઘણી વખત એવું પણ બને છે કે લોકો પોતાને મળેલી વસ્તુઓ પરત કરવા માંગતા હોય છે.
પરંતુ તેમાં સરનામું કે કોઈ આધાર પુરાવા નહિ હોવાને લીધે આ વસ્તુને તેઓ પરત પહોંચાડી શકતા નથી. ત્યારે તે તેમની નજીક આવેલા ધાર્મિક સ્થાનોમાં આ રકમ કે વસ્તુઓ મૂકી આવે છે. જયારે આ રીતે મળી આવેલા પર્સબે પરત આપવા બદલ આ કંડક્ટરનાં વખાણ થઇ રહ્યા છે.