આજકાલ ટેકનોલોજીનો જમાનો છે, જેમાં રોજબરોજ કોઈને કોઈ વસ્તુ નવીન આવ્યા જ કરે છે. જેને લોકોને ગમતી વસ્તુઓ તરત અપનાવી લેતા હોય છે. આ વસ્તુનો વધારે પડતો ઉપયોગ વ્યક્તીને તેનાં વ્યસની બનાવી દે છે.
આજકાલના સમયે સોસીયલ મીડિયામાં આવી ઘણી બધી ઘટનો બની હોવાના સમાચાર આવે છે. આવા જ કિસ્સા ઓનલાઈન ગેમના બની રહયા છે. ઘણા લોકો આ ગેમના એટલા બધા વ્યસની બની જતા હોય છે કે એકવાર આ ગેમની લત લાગી ગયા બાદ તે પછી તેને છોડી શકતા નથી. જેમાં ખાસ કરીને નાના બાળકો પબ્જી અને મીલીંમીનીટિયા જેવી ગેમમાં લાગી જાય તો તેને છોડાવવી અઘરી પડે છે.
ઘણી વખત બાળકો ગેમમાં એટલા પરોવાય જાય છે કે જેનાથી જીવન ટૂંકાવી દીધું હોય તેવા બનાવો આવતા રહે છે. હાલમાં જ ઓનલાઈન ગેમના રવાડે ચડેલા બાળકે જીવન ટૂંકાવી દીધું છે. જેમાં આ બાળક પોતાની માતાના ખાતામાંથી 40 હજાર જેટલી રકમ ગુમાવતા તેની માતા તેની ઉપર ગુસ્સે થઈ અને આ બાળકે ફાંસો ખાઈને આત્મ હત્યા કરી લીધી.
આ ઘટના મધ્યપ્રદેશના છતરપુર જીલ્લાની છે. આ જીલ્લામાં સાગર રોડ પર રહેતા વિવેક પાંડેય અને પ્રીતિ પાંડેય નામના દંપતીના એકના એક દીકરો કૃષ્ણા કે જે ઓનલાઈન ગેમનો શોખીન હતો. જેને તેને ગેમ રમવા માટે માતાના મોબાઈલનો ઉપયોગ કર્યો અને વારંવાર ગેમ રમવા માટે ટ્રાન્જેકશન કર્યું. જેમાં છેલ્લી વખત જયારે તેની માતાનાં મોબાઈલમાં 1500 કપાયાનો મેસેજ આવ્યો ત્યારે તેને તેના દીકરાને ફોન કરીને પૂછ્યું કે આ પૈસા કેમ કપાયા ત્યારે બાળકે ગેમમાં કપાયા હોવાનું જણાવ્યું હતું. આ સમયે તેની માતાએ ઠપકો આપતા અને ગુસ્સે થતા બાળકને ખોટુ લાગી ગયું હતું.
આ સમયે જ તે તેના રૂમમાં જઈને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. આ સમયે ત્યાં રહેલી તેની બહેને આ દરવાજો ખખડાવતા નહિ ખોલતા અને જવાન નહિ મળતા તેનાં પિતાને ફોન કર્યો હતો. જ્યારે આ ઘટનાઅને પગલે તેના માતા પિતા ઘરે આવતા અને દરવાજો તોડીને અંદર જોતા બાળક લટકતો હતો.
આ બાળકની રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં તેણે “આઈ એમ સોરી મમ્મી રડતા નહિ”. એમ લખ્યું છે. આ બાળક ફ્રી ફાયર ગેમની ચિકાર બન્યો હતો. આ પહેલા પણ ઘણી વખત તે પૈસા હારી ગયો હતો. આ બાળકની મળેલી સુસાઇડ નોટમાં માતા પિતાની માફી માંગી છે અને તે 40 હજાર જેટલા રૂપિયા હારી ચુક્યો છે તેવો ખુલાશો કર્યો છે.
આ બાળકના મૃત્યુથી આખા પરિવારમાં અને પુરા વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે. આ પરિવારને માત્ર એકનો એક જ દીકરો હતો. જેથી આ વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. આ આત્મહત્યા કરનાર છોકરાના પિતા પેથોલોજી લેબોરેટરી ધરાવે છે ત્યારે માતા જીલ્લા હોસ્પિટલમાં કામ કરે છે ત્યારે આ બાળક ધોરણ 6માં અભ્યાસ કરતો હતો.
આ ઘટના પરથી લાગી રહ્યું છે કે આ ગેમ માણસને કેટલી હદે માનસિક વિકૃત બનાવી શકે. બની શકે તો બાળકોને આવી ગેમથી દૂર રાખવા જોઈંએ. આ ગેમ દ્વારા ભૂતકાળમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોય તેમજ બાળકોએ પણ માનસિક વિકૃત થઈને બીજા બાળકની હત્યા કરી હોય તેવા બનાવો બન્યા છે. માટે આવી ઓનલાઇન ગેમથી બાળકોને બચાવવા જોઈએ.