GujaratHealthIndiaLifestyle

વગર દવાએ બાળકની છાતીમાં જામેલો કફ, શરદી અને ઉધરસને દુર કરવાનો 100% અસરકારક ઈલાજ

આબોહવા બદલાઈ જાય ત્યારે નાના બાળકો પણ કફના ઈન્ફેકશનમાં આવી જતા હોય છે, મોટા લોકો ઉકાળો પીને, કસરત દ્વારા કફને દુર કરવાનો પ્રયાસ કરી શકે છે. જયારે નવજાત બાળકને આ પ્રયાસ કરાવવા શક્ય નથી, માટે તેને કફ દુર કરવાના પ્રયાસો કરવા અશક્ય છે. જયારે બાળકના કફને પણ આયુર્વેદિક દ્રષ્ટિથી દૂર કરી શકાય છે.

બાળકની છાતીમાં રહેલા કફને દુર કરવા માટે ઘરેલું ઉપચારો પણ ખુબ જ કારગર છે. બાળકોમાં અમુક રોગ બાળકોમાં કફ ઇન્ફેકશનના કારણે થાય છે. કફ એક ઘટ્ટ ચીકણો પદાર્થ છે. ધધૂળના રજકણો અને ધુમાડો શરીરમાં જવાથી ફેફસા કફને ઉત્પન્ન કરે છે, જેથી તેનાથી બાળક ખુબ જ પરેશાન રહે છે માટે અમે આ લેખમાં બાળકના શરીરમાં જામેલા કફને દુર કરવાના ઉપચારો બતાવીશું.

વરાળ પદ્ધતિ નાસ પદ્ધતિ બધા લોકો માટે કફ દુર કરવામાં યોગ્ય છે. બાળકમાં શરીરમાં જમા થયેલા કફને કાઢવા માટે પણ નાસ પદ્ધતિ કારગર છે. વરાળ આપવાથી છાતીની અંદર જામેલો કફ ઢીલો પડી જાય છે. સાથે નાકની અંદરની બાજુને કોમળતા આપે છે અને કફને શરીરની અંદર સુકાવા કે જામતા રોકે છે. જેના લીધે શ્વસન તંત્ર ઠીક રહે છે.

બાળકને વરાળ આપવા માટે ફૂલ ગરમ પાણી ગરમ કરીને બાથરૂમમાં મૂકી દો. આ ગરમ હવાથી ભરેલા બાથરૂમમાં બાળકને લઇ જઈને આ ગરમ વાતાવરણમાં રાખી શકો છો. આ સિવાય હવા ગરમ કરવાના વેપોરાઈજર કે હ્યુમીડીફાયર જેવા સાધનો આવે છે તેનાથી ગરમ વરાળ આપી શકાય છે.

અજમા અને લસણ પણ બાળકોનો કફ કાઢવામાં ઉપયોગી છે, અજમા અને લસણ છાતીમાં જામેલા કફમાં રાહત પ્રદાન કરે છે. એટલા માટે તવા પર લસણ અને અજમાને ગરમ કરો. જ્યાં સુધી તે થોડું ગરમ ન થઈ જાય ત્યાં અને તેને કપડાના ટુકડામાં લપેટી લો. છાતીમાં જમા કફથી રાહત મેળવવા માટે બાળકની છાતી પર આનાથી શેક આપો. મિશ્રણને બાળકની છાતી ન બાળે એ રીતે ગરમ કરો.

બાળક જો સાવ નાની ઉમરનું જ હોય તો સ્તનપાન કરાવવાથી છાતીમાં જમા કફ બહાર નીકળી જાય છે. તે તમારા બાળકને હાઈડ્રેટ કરે છે અને બાળકની પોષણ સંબંધી જરૂરીયાતોનો ખ્યાલ રાખે છે. આ સિવાય ધાવણમાં સંક્રમણથી લડવા માટેના એન્ટી બોડી હોય છે, જે કફને બહાર કાઢવાનું કાર્ય કરે છે. બાળકોને સ્તનપાન કરાવતા સમયે તેનું માથું ઊંચું રાખો. તે નાકના માધ્યમથી કફને બહાર કાઢવામાં અને છાતીને સાફ કરવામાં મદદ કરે છે.

બાળકની છાતીમાં કફ જામી ગયો છે તી સરસવના તેલથી માલીશ કરવી ખુબ જ સારો ઉપાય છે. એટલા માટે અજમા અને લસણ સાથે તેલનો ઉપયોગ કરી શકાય છે. ગરમ તેલ લગાવતા સમયે થોડી સાવધાની રાખવી બાળકની ચામડી દાઝી ન જાય.

વિકસ છાતીમાં જામેલા બહાર કાઢવામાં મદદ કરી શકે છે. આ માટે વિકસવેપોરેબ ને બાળકના તાળવા પર લગાવો અને મોજા પહેરાવી દો. આ ઉપાય કરવાનો શ્રેષ્ઠ સમય રાત્રીનો છે. આ ઉપાયમાં વિકસ લગાવ્યા બાદ બાળકને ચાલવા ન દો તેની કાળજી રાખો.

બાળકની છાતીમાં જામેલા કફને દુર કરવા માટેનો પ્રાકૃતિક ઉપચાર છે. હળદરમાં કરકયુમીન નામનું એન્જાઈમ હોય છે જે શરીરની અંદર જામેલા કફને દુર કરવામાં મદદ કરે છે. કફ જામવા પર પર થોડા ગરમ પાણીમાં હળદર અને ચપટીભર કાળા મરી નાખીને આ પાણી બાળકને પીવડાવો. બાળકને ખુબ જ વધારે હળદર ન આપો.

વરીયાળી ના બીજ છાતીમાં દબાયેલા કફથી રાહત અપાવવા માટે ખુબ જ ઉપયોગી છે. આ માટે બાળકને કાચી વરીયાળી પણ તમે ખવરાવી શકો છો. તે સિવાય આ વરીયાળીને પાણીમાં પલાળીને આપી શકો છો. આ સિવાય વરીયાળી શેકીને પણ બાળકોને ખવરાવી શકાય છે. આ વરીયાળી ખવરાવવાથી છાતીમાં જામેલા કફમાં ખુબ જ આરામ આપે છે.

લીંબુ અને મધ શરીરની અંદર જામેલા ક્ફને ઢીલો કરવામાં મદદ કરે છે. લીંબુ વિટામીન ખુબ જ પ્રમાણમાં ધરાવે છે. જે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે મદદ કરે છે. આ માટે બાળકોને લીંબુ સાથે મધ ભેળવીને આપી શકાય છે. જો બાળક એક વર્ષ કરતા ઓછી ઉમરનું હોય તો આ ઉપાય ન કરવો, જે બાળકના સ્વાસ્થ્યને નુકશાન કરી શકે છે.

ડુંગળીમાં સલ્ફર અને ક્વેરસેટીન હોય છે, જે કફના નિર્માણને ઓછું કરવામાં મદદ કરે છે. ડુંગળીમાં એન્ટી માઈક્રોબીયલ ગુણ હોય છે, જે સંક્રમણથી લડવાની સાથે કફથી રાહત આપે છે. આ માટે એક ડુંગળીને વાટીને તેનો રસ કાઢીને અને ગરમ પાણીમાં ભેળવીને  પીવડાવી દો. આ ઉપાય કફથી રાહત અપાવવામાં ખુબ જ ઉપયોગી થશે.

મૂળો બાળકોની છાતીમાં જામેલા કફને કાઢવામાં ખુબ જ સારો ઉપાય છે. ખાસ કરીને મૂળામાં એવા તત્વો હોય છે જે  છાતીમાં જામેલા કફને ઓછો કરે છે. તેનું સેવન સીધું જ બાળકોને કરાવી શકો છો. અથવા તો આ મૂળાના તેલને બાળકની છાતીમાં લગાવી શકો છો.

આદુમાં એન્ટી ઇન્ફ્લેમેટ્રી ગુણ અને પોલીફેનોલ હોય છે. જે બાળકોની છાતીમાં જામેલા કફથી રાહત અપાવી શકે છે. આ ઉપાયમા આદુ બાળકોને સુચવા માટે આપી શકાય છે. તેમાં આદુના નાના નાના ટુકડા કરીને બાળકને સુચવા માટે આપી શકો છો. જો બાળક એક વર્ષથી નાનું  હોય તો આદું સાથે મધ ભેળવીને ખવરાવો.

ગરમ જ્યુસથી પણ બાળકોનો કફ ઓછો થઇ શકે છે. આ માટે કફ જામવાની સ્થિતિમાં કે એનાથી ઓછી ઉમરના બાળકોને થોડુક ગરમ પાક્યા વગરના  કાચા સફરજનનો રસ પીવડાવો. આ રસ ગળાને ગ્ગ્ર્મ કરીને કફને સાફ કરે છે. બાળકને નુકશાન થાય એટલું ગરમ ન હોય તેની કાળજી રાખવી.

તુલસી એક બહેતરીન ઔષધી છે. જે બાળકોને છાતીમાં જામેલા કફને બહાર કાઢે છે. આ માટે ધીમી આંચ પર એક લોખંડની કડાઈમાં તુલસીના પાંદડા, તેમજ મોટી સમારેલી લેવેન્ડરને ગરમ કરો. રસ કાઢવા માટે પાંદડા ને કુચળી નાખી અને રસ કાઢી લો. તેની રસ ચોથી ચમચી દિવસમાં ત્રણ વખત બાળકોને પીવડાવો. થોડા જ દિવસોમાં કફ પીગળીને  બહાર નીકળી જાશે.

ખાટા ફળો વિટામીન સી અને એસીડીક સ્વભાવના લીધે કફને દુર કરે છે. છાતીમાં કફ જમા થયેલો હોય તેવી સ્થિતિમાં ખાટા ફળોનું સેવન કરવું જોઈએ. તે છાતીમાં જામેલા કફને દુર કરવા માટે ખાટા ફળો કફને ઓગળે અને તેના જાળાને છુટા પાડે છે. જેથી કફ બહાર નીકળી જાય છે.

જેઠીમધ પ્રાચીન કફ નાશક ઔષધી તરીકે વાપરવામાં આવતી જડીબુટ્ટી છે. માટે તે બાળકોની છાતીમાં જામેલા કફના ઘરેલું ઉપચારમાં ઉપયોગી છે. તે ગળાને સાફ કરે છે જેઠીમધમાં પણ વિટામીન સી ઓય છે જે ગળાની ખરાશને દુર કરે છે.

કફની ખરાબ સ્થિતિમાં નીલગીરી ઉત્તમ ઔષધી છે. નીલગીરીના તેલની સુગંધ પણ સારી હોય છે અને તે બાળકોને શરદી અને ખાંસીમાં ઉપયોગી છે. આ નીલગીરીના તેલના થોડા ટીપા રૂમાલ પર નાખીને બાળકને સુવડાવવાની જગ્યા પર રાખો. આ ઉપાયમાં બાળક સુતું હશે તો તેની સુગંધ શરીરમાં જશે અને ત્યાંથી કફ ઓગળીને સરળતાથી બહાર નીકળી શકશે.

બાળકને ગરમ પાણીનું સ્નાન કરાવવાથી શરીર ગરમ થાય છે. જેના લીધે હફ આસાનીથી નીકળી જશે જેમાં નાક અને છાતીમાં જમા કફ સરળતાથી નીકળી જશે. ગરમ પાણીની બાળકને સ્ફૂર્તિ રહેશે તેમાં જ કફના નિકાલ માટે લોહીનું પરિભ્રમણ પણ ગરમ પાણીથી વધારે સક્રિય થાય છે. આમ બંને સ્થિતિએ કફ સરળતાથી શરીરમાંથી બહાર નીકળે છે.

બાળકોને છાતીમાંથી કફ કાઢવા માટે નેજલ ડ્રોપ પણ સારી રીત છે. જેમાં બાળકને નાકમાં દિવસમાં ઘણી વખત આ ટીપા પાડતા રહેવાથી આંખબંધ થવાની સમસ્યા ઠીક થઈ જશે તેમજ કફમાં આરામ મળશે. આ ઉપાયથી કફ શરીરમાંથી છૂટો પડશે અને ધીમે ધીમે નીકળી જશે.

નવજાત બાળકને છાતીમાં જમા થયેલા કફને કાઢવાનો ઉપયોગી ઉપાય છે કેસર. કેસરથી બાળકની છાતીમાં જમા કફને આશાનીથી બહાર કાઢે છે. આ માટે એક ચપટી કેસરને ગરમ ઓઅનૈમ નાખીને બાળકની છાતી પીઠ અને માથામાં લગાવો. જેનાથી બેબી બાળકને કફથી ખુબ જ આરામ મળશે.

બાળકની છાતીમાં જમા થયેલો કફ એક ખુબ જ ખરાબ સ્થિતિ છે. આ માટે અમે આ લેખમાં તમારા માટે ઉપયોગી એવા ઘરેલું ઉપચારો બતાવ્યા છે જે બાળકને કફથી ઠીક કરવા માટે કરી શકાય છે. આ ઉપાયથી છાતીમાં જમા કફને ખુબ જ સરળતાથી કાઢી શકાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારા બાળકને કફની સમસ્યાથી સલામત રાખી શકો.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *