જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ વધતો જાય છે, તેમ તેમ વાહન વ્યવહારમાં પણ નવી નવી શોધો થયા કરે છે. જેમાં નવી નવી મોડેલની કાર, ટુ વ્હીલ અને ગાડીઓ આવ્યા કરે છે. આવી નવી નવી શોધોને પરિણામે દેશમાં નવા નવા વાહનો ખરીદવાનો ઘણા લોકોને શોખ પણ હોય છે. ઘણા લોકો આવા નવા મોડેલને સ્વીકારતા હોય છે.
દેશની એક મોટી કંપનીએ Bajaj Auto એ હાલમાં જ પોતાની CT 110 મોડેલની Bajaj CT 110X લોંચ કર્યું છે. જેમાં કંપનીએ થોડા ફેરફારો સાથે બજારમાં લોન્ચ કર્યું છે. આ નવા નિર્માણ થયેલા બાઈકની કિંમત 55494 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ આ બાઈકને સ્ક્વોય ટ્યુબ અને સેમી ડબલ ક્રેડલ ફ્રેમ પર તૈયાર કરી છે.
અ ગાડીઆ એન્જીનની વાત કરવામાં આવે તો જુના મોડેલના એન્જીનમાં કોઈં ફેરફાર કર્યો નથી. તેનું એન્જીન CT 110 મોજલ જેવું જ છે. જ 115 ccની ક્ષમતાનું એન્જીન ધરાવે છે. આ એન્જીન 10 Nm ટોર્ક અને 8bhpનો પાવર જનરેટ કરે છે. આ બાઈકનું એન્જીન 4 સ્પીડ ગેર બોક્સની સાથે આવે છે.
આ કંપનીએ આકર્ષક લુક સાથે બજારમાં લોન્ચ કર્યું છે. આ બાઈકને ખાસ બનાવવા માટે તેમાં ગ્રીલની સાથે સર્કુલર હેન્ડલેપ, નવા ડીઝાઈનનું ફયુલ ટેંક જે થાઈ પેડની સાથે આવે છે અને સ્લીક લુક વાળી સીટ આપવામાં આવી છે. આ સાથે જ તેમાં કેરીયર ઓન આપવામાં આવ્યું છે.
સારી સુરક્ષા માટે કંપનીએ આ બાઈકમાં મોટા ક્રેશ ગાર્ડસનો ઉપયોગ કર્યો છે. આ બાઈક સેમી નોબી ટાયર, નવા ડુટલ ટેક્સ સીટ ને 170mmના ગ્રાઉન્ડ ક્લીયરન્સ સાથે આવે છે જે ખરાબ રસ્તાઓ પણ આરામ દાયક ડ્રાઈવિંગનો અનુભવ આપે છે.
આ નવા મોડેલમાં 17 ઈંચનું એલોય વ્હીલ, ટ્યુબલેસ ટાયર અને કોમ્બી બ્રેકીંગ સીસ્ટમ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આ બાઈકના ફ્રન્ટમાં 125mmનું ટેલીસ્કોપ ફોર્ક સસ્પેન્શન અને પાછલાં ભાગમાં 100 mmનું ડુએલ શોક ઓબ્ઝર્વર સસ્પેનશન આપવામાં આવ્યું છે.
આ કંપનીએ આ બાઈક ચાર કલરમાં મળી શકશે. જેમાં કાળો, રાતો કાળો, લીલો અને સોનેરી અને રાતો કલર જોવા મળે છે. આ બાઈકની કિંમત લગભગ 55494 રૂપિયા છે. જે દરેક લોકોને પોસાય તેવી કિંમત છે. જે બજારમાં ઉપલબ્ધ છે.