GujaratIndiaLifestyle

બબીતાજી પોતાનાથી 9 વર્ષ નાના એક્ટર ગાઢ પ્રેમમાં પડી, પરિવારને પણ સંબંધોની જાણ છે

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો આખા ભારતમાં ઘર ઘરમાં પ્રખ્યાત છે. આ શો 13 વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના દરેક કલાકારોએ લોકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી લીધી છે અને વિશ્વાસ જીત્યો છે.

લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ, બબીતાજીને મનમાં ને મનમાં પસંદ કરે છે. બબીતાની એક ઝલક જોવા માટે જેઠાલાલ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. આ શોમાં જેઠાલાલ અને બબીતાની કેમેસ્ટ્રી અને સીન્સ દર્શકોને ખૂબ પસંદ આવે છે. અત્યારે જે ખબર આવી રહી છે, તે જાણીને જેઠાલાલને ચોક્કસ આંચકો લાગશે, ઉપરાંત દર્શકો માટે પણ આ શોકીંગ ન્યૂઝ છે.

‘તારક મહેતાના ઉલટા ચશ્માં ’ એ સીરીયલ છેલ્લા ૧૩ વર્ષ થી આ સીરીયલ ચાલી રહી છે . તથા આ સીરીયલ ચાહકોમાં ખુબજ લોકપ્રિય છે. તથા આ સીરીયલ માં દરેક પાત્રો દરેક ઘરમાં જાણીતા છે તથા આ સીરીયલ બધાજ પાત્રો વિશે લોકો તેને વ્યક્તિ ગત રીતે ઓળખે પણ છે અને તેમાંથી પરિચિત પણ છે . આ સીરીયલમાં કામ કરતા બબીતા એટલે કે મુનમુન દત્તા તથા ટપુડા એટલે કે (રાજ અનડકટ) વચ્ચે થોડી અફેર હોવાની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે .

‘ઇટાઇમ્સ’ના અહેવાલ પ્રમાણે, મુનમુન દત્ત (બબીતા જી) તથા રાજ અનડકટ (ટપુ) એકબીજાના ગાઢ પ્રેમમાં છે. ઉલ્લેખનીય છે કે બંને સો.મીડિયામાં એકબીજાની પોસ્ટ પર કમેન્ટ કરવાનું ક્યારેય ભૂલતાં નથી. આ વાત પર ઘણીવાર બંનેને સો.મીડિયા યુઝર્સે ટ્રોલ પણ કર્યા છે.

એવી પણ ચર્ચા છે કે બંને આ સંબંધ અંગે ઘણા જ ગંભીર છે. ‘તારક મહેતા..’ના કલાકારો બંનેના પ્રેમ અંગે કોઈ મજાક ઉડાવતા નથી અને તેમના પ્રેમને ઘણું જ માન આપે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુનમુન દત્તા તથા રાજ અનડકટના પરિવારને પણ બંનેના સંબંધોની જાણ છે. આટલું જ નહીં ‘તારક મહેતા..’ની આખી ટીમને પણ બંનેના સંબંધો વિશે ખબર છે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *