GujaratIndia

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીયો પર ઈનામોનો વરસાદ

તાજેતર ટોક્યો ઓલિમ્પિક જાપાનના ટોકિયો ખાતે ઓલિમ્પિક યોજાયો છે. જેમાં અનેક દેશોના ઘણા એથ્લીટોએ ભાગ લીધો છે. આ ઓલિમ્પિક એક ખુબ જ રસપ્રદ ઓલિમ્પિક રહ્યો છે. આ ઓલિમ્પિકમાં ભારતના પણ અનેક ખેલાડીઓએ ભાગ લીધો છે. અમે પોતાની મહેનત બતાવી છે. આ ઓલિમ્પકમાં ઘણા ખેલાડીઓએ મેડલ હાંસલ કર્યા છે.

હાલમાં જ આ ઓલિમ્પિકમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને લોકો બિરદાવી રહ્યા છે. જેનાથી દેશમાં આ મેડલ આવ્યા અને દેશનું નામ વધ્યુ છે, જેના પર લોકો ઈનામોની વર્ષા કરી રહ્યા છે. આ આ ઓલિમ્પિકમાં અમુક સરકારો દ્વારા પહેલાથી અમુક રકમમ નક્કી કરવામાં આવેલી હોય છે. જ્યારે ઘણા રાજ્યોની સરકારોને હાલમાં જ પોતાના ખેલાડીઓને બિરદાવવા માટે મસમોટી રકમની જાહેરાત ક રી છે.

આ ખેલાડીઓમાંથી જે મેડલ લાવ્યા છે તેમના માટે સરકારે નોકરી આપવાની અને રોકડ ઇનામ આપવાની જાહેરાત પણ કરી છે. હાલમાં ભારતીય ખેલાડીઓ દ્વારા આ ઓલિમ્પિકમાં ખુબ જ સારું પ્રદર્શન કરવામાં આવ્યું છે.

આ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે છેલ્લા 41 વર્ષનાં લાંબા સમય બાદ ભારતીય હોકી ટીમ ફરી ઓલિમ્પિકમાં મેડલ જીતી છે. સરેરાશ ભારતીય ખેલાડીઓનું આ ઓલિમ્પિકમાં ખુબ જ સારો દેખાવ રહ્યો છે. આ સિવાય આ ઓલિમ્પિકમાં બેડમિન્ટન ખેલાડી સતત બીજી વખત મેડલ જીતવામાં સફળ રહી છે. આ ઓલિમ્પિક માં મીરાબાઈ ચાનુંએ વેઈટ લીફટીંગમાં ભારતને સિલ્વર અપાવ્યો છે જયારે રવી દહીયાએ પણ કુશ્તીમાં સિલ્વર મેડલ લીધો છે.

આ ઓલિમ્પિકમાં રમનાર દરેક રાજ્યોએ પોતાના ખેલાડીઓ માટે કરેલી ઇનામની જાહેરાત અને અને નોકરીની જાહેરાત કરીને નોંધ લેવામાં આવી છે. ભારતની રાષ્ટ્રીય રમત હોકીમાં પ્રુરુષ હોકી ટીમે 41  વર્ષ બાદ ઓલિમ્પિકમાં ખુબ જ સારું પ્રદર્શન કર્યું હોવાથી પંજાબ અને હરિયાણા સરકાર દ્વારા ઇનામોની જાહેરાત કરી છે  જેમાં પંજાબના મુખ્યમંત્રી શ્રી કેપ્ટન અમરીન્દર સિંહ દ્વારા પોતાના રાજ્યના ખેલાડીઓને 1-1 કરોડ રૂપિયાનાં ઇનામની જાહેરાત કરી છે.

આ સિવાય હરિયાણા રાજ્યનાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા પણ રાજયના બંને ખેલાડીઓને 2.5-2.5 કરોડ રૂપિયાના ઇનામ આપવાની જાહેરાત કરી છે. આ સિવાય આ ખેલાડીઓને રમતગમત વિભાગમાં નોકરી આપવાની જાહેરાત પણ કરી છે.

રવી દહિયા પણ હરિયાણા રાજ્યોનો છે અને ઓલિમ્પિકમાં  57 કિલો વજનની કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. જેમાં હરિયાણા સરકાર દ્વારા સરકારે આ ખેલાડી માટે ખુબ જ મોટું ઇનામ જાહેર કર્યું છે જેમાં આ ખેલાડીને 4 કરોડ રૂપિયા અને ક્લાસ-1ની નોકરીની જાહેરાત કરી છે. તેમજ તેમને રાજ્યમાં પ્લોટ ખરીદવા માટે 50 ટકા કન્સેશન આપવાનું જણાવ્યું છે.

આ હોકી ટીમમાં મધ્યપ્રદેશનો પણ એક ખેલાડી છે જે ઈટારસી જિલ્લાનો છે.. જેમના માટે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ શિંહ દ્વારા 1 કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરી છે. જેમાં હોકીનો મધ્યપ્રદેશનો ખેલાડી વિવેક સાગરનો સમાવેશ થાય છે.

આ ભારતીય હોકી ટીમનો નીલકંઠ શર્મા મણીપુર અને મધ્યપ્રદેશ બંને રાજ્યોનો રહેવાસી હોવાથી બંને સરકાર દ્વારા ઇનામની જાહેરાત કરી છે.  જે મણીપુરનો રહેવાસી છે અને તેને મધ્યપ્રદેશની એકેડમીમાંથી ટ્રેનીંગ લીધી છે.  જેમાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા આ ખેલાડીને 1 કરોડ અને મણીપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહે આ નીલકંઠ શર્માને 75 લાખ રોકડા આપવાની જાહેરત કરી છે અને મણીપુરમાં રમતગમત સાથે જોડાયેલી નોકરી આપવાની જાહેરાત કરી છે. જો કે આ ખેલાડી હાલ રેલવેમાં ટીસી તરીકેની નોકરી કરે છે.

મીરાબાઈ ચાનુ પણ મણીપુર રાજ્યની ખેલાડી છે અને જેને હાલ વેઇટલીફટીંગમાં સિલ્વર મેડલ જીત્યો છે અને તે આ ઓલિમ્પીકની મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની છે, જેને મણીપુર સરકાર દ્વારા ASP બનાવવામાં આવી છે. મણીપુર સરકાર દ્વારા તેમને 1 કરોડ રૂપિયા રોકડા આપવાની જાહેરાત કરી શકે છે. આ સિવાય ઓલિમ્પિકમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને  25 લાખ રૂપિયા આપવામાં આવશે.

બેડમિન્ટનમાં બીજી વખત ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે. હાલમાં ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.  જે આંધ્રપ્રદેશ રાજ્યમાંથી આવે છે માટે આ રાજ્ય સરકાર દ્વારા પીવી સિંધુને 30 લાખની રોકડ રકમ આપવાની જાહેરાત કરી છે. જયારે ઓલિમ્પિક એસોશિયેશન ખેલાડીઓનું સન્માન કરતું હોય છે જેમાં અ વખતે આ ઓલિમ્પિકમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને 25 લાખ રૂપિયા રોકડા  અને તેમના ગામમાં આધુનિક સુવિધા ધરાવતું રેસલિંગ સ્ટેડીયમ બનાવવાની જાહેરાત થઇ છે.

ભારતીય રેલ્વે પણ સારું પ્રદર્શન ખેલાડીનું સન્માન કરશે. રેલ્વે દ્વારા કરવામાં આવી ઘોષણા મુજબ ગોલ્ડ જીતનાર ખેલાડીઓને 3 કરોડ અને તેના કોચને 25 લાખ રૂપિયાની મચમોટી રકમ આપવાની જાહેરાત કરી છે. જ્યારે સિલ્વર જીતનાર ખેલાડીને 2 કરોડ અને તેના કોચને 20 લાખ રુપિયા તેમજ બ્રોન્ઝ જીતનાર ખેલાડીઓને 1 કરોડ અને કોચને 15 લાખ રૂપિયા અને આ ઓલિમ્પિકમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને 7.5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

આમ, આ વખતના ઓલિમ્પિકમાં ખેલાડીઓ માટે પોતાના રાજ્યોની સરકારો દ્વારા ધનનો અને દાનનો ભરપુર ખજાનો આપવામાં આવ્યો છે. જેથી કરીને આવનારા સમસ્યામાં બીજા અનેક એથ્લીટોને ઉત્સાહ વધે અને વધુને વધુ ખેલાડીઓ રમતગમત ક્ષેત્રમાં જોડાય અને દેશનું ગૌરવ વધારે, આ સાથે રમતગમતમાં પ્રોત્સાહન માટે આ રાજ્યોએ આવી રીતે ખુબ જ સારી રીતે વિજેતા ખેલાડીઓને નવાજ્યા છે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *