GujaratIndiaPolitics

આર્યન ખાન ને જામીન તો મળ્યા, પરંતુ કોર્ટની આ 5 શરતોનું પાલન કરવું પડશે

થોડા સમય પહેલા ડ્રગ કેસમાં ભારતીય સુપર સ્ટાર શાહરૂખ ખાનના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી, જેની ચર્ચાઓ  દરરોજ સમાચાર પત્રોમાં જોવા મળતી હતી, દેશમાં ઘણા લોકોની નજર અને મીડિયાની નજર પણ આ ઘટના પાછળ મંડાયેલી રહેતી હતી.

કારણ કે સમૃદ્ધ પરિવારમાંથી આવતા અને રાજાશાહી જેવું જીવન જીવતા આ આર્યન ખાનના  જેલમાં દિવસો કેવા રહેશે, જેની ચર્ચાઓ પણ થયા કરતી હતી,  જેમાં શાહરૂખ ખાન જેલમાં ક્યારે મળવા ગયો, તેનાં દીકરાને શું ખાવા આપ્યું છે, જેની બધી જ નોંધ લેવામાં આવતી હતી.

પરંતુ આખરે કોર્ટ દ્વારા આયર્નને જામીન આપી દેવામાં આવ્યા છે. જેની રેવ પાર્ટીમાં NCB એ ધરપકડ કરી હતી. આ પછી તો જેના જામીન માટે કોર્ટમાં ઘણી વખત અરજીઓ કરવામાં આવી હતી. પરંતુ આખરે 26 દિવસ સુધી જેમની ધરપકડ કર્યા બાદ જામીન મળ્યા છે.

આ જામીન આપતાની સાથે જે કોર્ટે 5 શરતો મૂકી છે. જે શરતોની આયર્ન ખાને પાલન કરવું પડશે. જે શરતોમાં આ પ્રમાણેની શરતો છે. જેમાં આર્યન ખાને તેનો પાસપોર્ટ સ્પેશીયલ કોર્ટમાં જમા કરાવવો પડશે.

જે આ કેસમાં રહેલા સાક્ષીઓને ઉક્સાવી નહિ શકે તેમજ પુરાવા સાથે કોઈ જ પ્રકારની છેડછાડ નહી કરી શકે. આ સહીત તેની સાથે અન્ય આરોપીઓ સાથે વાત કરવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટલે જે અન્ય આરોપીઓ સાથે પણ વાત નહી કરી શકે.

જેની હવે આર્યન ખાન દેશ છોડવો હશે તો તે ગ્રેટર મુંબઈમાં એનડીપીએસનાં  સ્પેશીયલ જજની મંજુરી વગર દેશની બહાર નહી જઈ જશે. આ સાથે દર શુક્રવારે  સવારે 11  થી 2 સુધીમાં મુંબઈ NCB માં ફરજીયાત હાજરી આપવાની શરત મુકવામાં આવી છે.

એનસીબીએ આર્યન ખાનની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં કોર્ટ દ્વારા ડ્રગ કેસમાં તેને કસ્ટડી આપવામાં આવી હતી. આ કેસમાં અન્ય આરોપીઓની પ[ન ધરપકડ કરવામાં આવી હતી, એ બધા જ લોકોને ધીરે ધીરે જામીન આપવામાં આવી રહ્યા છે. જેમાં અરબાઝ મર્ચેન્ટ અને મુનમુન ધામેચાને પણ કોર્ટે જામીન આપી દીધા છે.

બીજા અન્ય આરોપીઓને  બે દિવસમાં જામીન મળી જશે. આ બધા જ આરોપીઓ પર NCB દ્વારા ડ્રગ્સ રાખવા, તેનું સેવન કરવું અને પ્રતિબંધિત માદક પદાર્થોની ખરીદી અને વેચાણ કરવાના આરોપ મુકવામાં આવેલા છે. જે બાબતને બધાની આ દિવસો દરમિયાન પુછ્તાજ કરવામાં આવી હતી.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *