GujaratPolitics

અમરેલીનો બાપ બોલું છું કહી ને ૧૦ લાખની ખંડણી માંગનાર છત્રપાલ વાળા ની ધરપકડ

થોડા સમય પહેલા અમરેલી એક પેટ્રોલ પંપના માલિક પાસેથી છત્રપાલસિંહ વાળા નામના એક વ્યક્તિએ પેટ્રોલ પંપના માલીક પાસેથી દશ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને ફોન ઉપર પેટ્રોલ પંપ પર ફાયરીંગ કરવાની ધમકીઓ આપવામાં આવી હતી.

એમણે પેટ્રોલ પંપના માલિકને કહ્યું હતું કે તારે જો સુરક્ષા લેવી હોય તો લઇ લેજે. આ શખ્સ દ્વારા તેમને કાયદો અને વ્યવસ્થા સામે પણ પડકાર ફેંક્યા હતા અને કહ્યું હતું કે અમરેલીનો બાપ બોલું છું. અમરેલીના એસપીને કહેવું હોય તો કહી દે જે. જે આજીવન કાય અમરેલીમાં રહેવાના નથી અને મેં કાય મોટો ગુનો કર્યો નથી કે મને આજીવન પૂરી શકે. બે દિવસમાં જામીન લઈને છુટા.

જો આમેય બે ધોકા મારશે અને છોડી મુકશે. મારી  ઉપર ઘણા બધા ગુના છે, જેવી ઓડિયો કલીપનું રેકોર્ડીંગ થોડા દિવસથી સોશિયલ મીડિયામાં ફરી રહી હતી. અમરેલી ગુરુદત્ત પેટ્રોલપંપના માલિકને ફોન કરી પ્રોટેક્શન માટે રૂ.૧૦ લાખની ખંડણી માંગી, પરિવાર ઉપર ફાયરિંગ કરવાની ધમકી આપનાર છત્રપાલ ચંદ્રકિશોરભાઈ વાળાને ગોંડલથી મોવિયા તરફ જવાના રસ્તેથી એલ.સી.બી ટીમ દ્વારા પકડી પાડવામાં આવેલ છે.


આમ તો અમરેલીના એસપી નિર્લિપ્ત રાય ખુબ જ કડક વલણના ગણાય છે જેનાથી ભલભલા રાજનેતાઓ પણ દુર ભાગી જાય છે. જેની છાપ એક ક્લીન એસપી તરીકેની છે. જે પોલીસનો ગુનો હોય તો પોતાના સ્ટાફને પણ કાયદો ભણાવી દે છે.

ત્યારે આ ઓડિયો ક્લીપે તેમને પડકાર ફેંક્યો હતો. જયારે થોડા જ સમસ્યામાં આ માથાભારે શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે.  આ ગુનેગાર પોલીસ ચોપડે હિસ્ટ્રી શિટર હોવાનું જાણવા મળ્યું કે અને તેની સામે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પાંચથી વધારે ગુનાઓ છે.

આ ધરપકડ બાદ અમરેલી પોલીસે તેની ધરપકડનો ફોટો પણ શેર કર્યો છે. જેને અમરેલીમાં પેટ્રોલ પંપના માલિક હિતેશ ભાઈ આડતિયાં પાસેથી 10 લાખની ખંડણી માંગી હતી. આ છત્રપાલસિંહ વાળાને પકડવા માટે અમરેલી પોલીસે LCB, SOG અને  સીટી પોલીસે ટીમ બનાવી હતી. અને માત્ર 48 ક્લાકમાં જ આ વ્યક્તિની ધરપકડ કરી હતી.

આવા વ્યક્તિઓ જયારે પોલીસ અને તંત્ર સામે પડકાર ફેંકે છે ત્યારે તેને કાયદાનો પડકાર બની જાય છે. માટે પોલીસ દ્વારા લોકોમાં આવા લોકોનો લોકોમાં ડર ન ઘુસી જાય એટલે તેની વહેલા ધરપકડ કરી લેવામાં આવે છે. આજે અમરેલી પોલીસને પડકાર ફેંકનાર વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો છે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *