હાલમાં વર્ષોથી તારક મહેતાના ઉલટા ચશ્માં ટીવી સીરીયલ સતત 13 વર્ષથી ટીવી પર ધમાલ મચાવી રહ્યો છે. જેમાં અનેક પાત્રો આજે દરેક ઘરમાં પ્રખ્યાત થઇ ચુક્યા છે. આ શો એક એવો હસી મજાક કરાવતો શો છે કે બધા જ સાથે રહીને ઘરમાં જોઇને આનંદથી જોઈ શકે છે.
આ શોમાં જેઠાલાલ એક રમૂજી પાત્ર છે. આ જેની શરૂઆત અંત સુધી હંમેશા રમૂજ સાથે રહે છે. જેમાં દયા, બાપુજી, બબિતા અને બીજા ગોકુલ ધામ સોસાયટીનાં લોકો સાથે જેઠાલાલ મસાજ કરતા જણાય છે. પરંતુ બાપુજીની મર્યાદા અને તેની દરેક બાબતથી જેઠાલાલ હંમેશા ડરતા હોય છે.
આ બાપુજીનું પાત્ર ભજવતા અમિત ભટ્ટ જોવામાં તો જેઠાલાલના અસલી બાપુજી હોય તેવા બધા જ લોકોને લાગે છે. આ બાપુજીનું પાત્ર ભજવવા માટે આ અમિત ભટ્ટને અનેક વખત માથામાંથી વાળ કઢાવવા પડ્યા છે. આ રીતે વારંવાર વાળ કઢાવવાથી તેને માથામાં ઈન્ફેકશન લાગી ગયું હતું.
ટીવી સીરીયલ કે ફિલ્મમાં પાત્ર ભજવવા માટે કલાકાર કે એક્ટર્સને ઘણા સંઘર્ષ કરવા પડતા હોય છે. ઘણા કલાકારોને અમુક પાત્રોને અનુરૂપ વજન ઘટાડવું કે વધારવું પડતું હોય છે. ઘણા લોકોએ તો આપણે ધ્યાનમાં ન આવે તેટલું વજન વધારતા કે ઘટાડતા હોય છે. જયારે તેની અસર પોતાના જીવન પર પણ પડતી હોય છે. જેમાં ઘણા કલાકારોને બીમારી કે તકલીફનો પણ સામનો કરવો પડે છે.
આવુ જ બાપુજીનું પાત્ર ભજવતા આ કલાકાર સાથે થયું હતું. જેમને વજન માટે નહિ પરંતુ તેને માથામાં વાળ માટે સંઘર્ષ કકર્યો છે. આપાત્ર ભજવવા માટે તેમને માથામાં વાળ પર 280 વખત માથામાં અસ્ત્રો માર્યો હતો. જેને લીધે તેને ઇન્ફેકશન પણ થયુ હતું.
પહેલાના શરૂઆતના બાપુજી ચંપકલાલ ગડા ટોપી ન પહેરતા હતા. જે પાત્રમાં માથામાં ટાલ વાળ પાત્ર ભજવતા હતા. જે માટે તેને માથામાંથી વાળ કાઢી નાખવા પડતા હતા. આવું વારંવાર કરવાથી તેને માથાની તકલીફ થઇ હતી. જેમણે જણાવ્યા અનુસાર 283 વખત આવી રીતે માથામાં મુંડન કરાવ્યું હતું.
આ રીતે મુંડન કરાવવાથી તેની તકલીફ વધતી જતી હતી, આ પછી તેને મેડીકલ સારવાર લીધી હતી, જેમાં ડોક્ટરોને આ રીતે માથામાં વાળ ન કઢાવવાની સલાહ આપી હતી. અને જો આ રીતે કરવામાં આવશે તો ભવિષ્યમાં પણ વધારે તકલીફ થશે તેવું જણાવ્યું હતું.
આ તકલીફના સમાધાન માટે તેમને વિગનો સહારો લીધો હતો. આ પછીથી આ શો દરમિયાન તેમને માથામાં ટોપી પહેરવાનો વિચાર કર્યો છે. જે આજ પર્યત ટીવીમાં જોઈ શકાય છે. ત્યાર પછી ટીવીમાં બાપુજી હંમેશા માથે ટોપી પહેરેલા દેખાય છે.