અત્યારે તમામ લોકો પૈસા કમાવવાની ફૂલ શોધમાં હોય છે માટે અમે તમને આજે સાવ ઓછા સમય માં કઈ રીતે પૈસા કમાઈ શકાય તેના વિશે આજે તમને અમે સંપૂર્ણ માહિતી આપવાના છીએ . જો તમે પૈસા કમાવવાની શોધમાં છો અથવા તો તમે જો ફૂલ ટાઈમ કે પાર્ટ ટાઈમ નોકરી કરવા માંગો છો તો અમે તમને આજે એક ઉત્તમ તક વિશે માહિતી આપી દઈએ . જો તમે ઈ – કોમર્સ કંપની એમેઝોન તમને સારી એવી તક આપી રહી છે પૈસા કમાવવાની તમે આ સારી એવી કંપની એમેઝોન સાથે નોકરી કરીને તમે મહિના ના ૨૫ થી લઈને ૩૦ હજાર રૂપિયા કમાઈ શકો છો .
આ કંપનીમાં નોકરી કરવાની ખાસ વિશેષતા એ છે કે તમારે ૯ – ૯ કે ૧૨ – ૧૨ કલાક નોકરી કરવાની બિલકુલ જરૂર નથી . તમારે ફક્ત ૪ જ કલાક નોકરી કરવાની રહેશે . આ કંપની માં કામ નોકરી કરવાની કોઇપણ પ્રકારની લીમીટ નથી તમે તમારી અનુકુળતા પ્રમાણે નોકરી કરીને પાર્ટ ટાઈમ અથવા તો ફૂલ ટાઈમ નોકરી કરી શકો છો .
તમારે આ કામ કરવાનું રહેશે : જો તમે એમેઝોન કંપની માં નોકરી કરવા માંગો છો તો તમે એમેઝોન ડિલીવરી બોય તરીકે પણ નોકરી કરી શકો છો .એમેઝોન ના ડિલીવરી બોય ને વેરહાઉસમાંથી પેકેઝ ગ્રાહકો અને મીટીંગ પોઈન્ટ સુધી તેમને પહોચાડવાનું હોય છે . અત્યારે ખાસ કરીને એમેઝોન માં ડિલીવરી બોય ની ખાસ જરૂર છે . તેમનેં ખાસ એવા ક્રાઈટ એરિયા પુરા કરવાના હોય છે . તેમને ૧૦ થી લઈને ૧૫ કિલોમીટર સુધી જવાનું હોય છે . અત્યારે દેશમાં ઓનલાઈન બીઝનેસ ખુબજ વધુ રહ્યો છે થતા એક જગ્યાએ થી બીજી જગ્યા ઉપર જવા માટે ખુબજ માણસો ની જરૂર છે , તથા જે તે ડિલીવરી બોય ને ૪૦ થી લઈને ૫૦ પેકેઝ ડિલીવર કરવાના હોય છે . આ ઉપરાંત પણ તમારે ૧૦ થી લઈને ૧૫ કિલોમીટર સુધી પેકેઝ પહોચાડવાનું હોય છે .
તમે જો આ એમેઝોન કંપનીમાં નોકરી કરવા માંગતા હોવ તો તમારે એ પણ ધ્યાન માં રાખવું જોઈએ કે કેટલો સમય સુધી સતત નોકરી કરવા માંગો છો અને કામ ના કલાક કેટલા છે આ ઉપરાંત પણ તમે જો જેમ ઓછા સમય માં કામ કરશો તેમ જલ્દીથી તમે છુટા થઇ જાશો .એ સમય ખાસ તમારા ઉપર આધાર રાખે છે . એમેઝોન ગ્રાહકો તો સવારના ૭ વાગ્યા થી લઈને રાત્રે ૮ વાગ્યા સુધી ડિલીવરી ની સેવા આપે છે . તેમનો મુખ્ય ટારગેટ એવો હોય છે કે એક ગ્રાહક ને એક દીવસ દરમિયાન ૪૦ થી લઈને ૫૦ જેટલા પેકેઝ ની ડિલીવરી કરવાની હોય છે તે પણ તેમને ૧૦ થી ૧૫ કિલોમીટર સુધીના વિસ્તારમાં વિતરણ કરવાનું રહેશે .
અરજી કેવી રીતે કરવી : તમે જો પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ નીકરી કરવા માંગો છો તો તમારે https://logistics.amazon.in/applynow ઉપર જઈને તમારે અરજી કરવાની રહેશે . તમારે ડિલીવરી બોય બનવું હોય તો તમારી પાસે ડીગ્રી હોવી જરૂરી છે તથા જો તમે શાળા કે કોલેજ પાસ કરી હોય તો પણ તમારી પાસે તેનું સર્ટીફીકેટ હોવું જોઈએ . આ પેકેઝ ને પહોચાડવા માટે તમારી પાસે પોતાનું બાઈક કે સ્કુટર હોવું જોઈએ . તથા જે બાઈક કે સ્કુટર હોય તેનો વીમો , માન્ય તેની આરસી બુક , તથા દ્રાઈવિંગ લાઇસન્સ હોવું ખુબજ જરૂરી છે .
આમ , અમે તમને એમેઝોન કંપની માંથી કઈ રીતે પૈસા કમાઈ શકો અને તેમાં શું શું કામ કરવાનું હોય છે વગેરેના વિશે અમે તમને બનતી માહિતી આપવાની કોશિશ કરી છે .