HealthLifestyle

આજીવન એસીડીટી થવા જ ન દેવી હોય તો આટલું તો ખાવું જ પડશે

એસીસીટી એક ખુબ જ બળતરા કરે એવો રોગ છે. જો તેમાં કાળજી ન રાખવામાં આવે તો આ રોગ વ્યાપક રીતે થાય છે અને શરીરને ખુબ જ પરેશાન કરે છે. આ રોગ ખુબ જ દર્દ ઉત્પન્ન કરે છે તેમજ શરીરમાં બળે છે જેથી શરીર બેચેન રહે છે. આ રોગને આયુર્વેદમાં અમ્લપિત્ત તરીકે ઓળખવામાં આવે છે.

આ એસીડીટી શરીરમાં બરાબર ભોજન પચતું ન હોય અને આપણે કામ કરીએ અને થાક લાગતો હોય અને ખાટા ઓડકાર આવ્યા કરતા હોય, શરીરમાં ભારેપણું લાગતું હોય, ગળામાં અને છાતીમાં બળતરા થયા કરતી હોય, અપચો થતો હોય, પચતું ન હોય, પેટમાં ઝીણો મોટો દુખાવો થયા કરતો હોય, માથું દુખ્યા કરતું હોય, કારણ વગરના ઉબકા આવ્યા કરે, મોળ આવ્યા કરે અને હોજરીમાં તમને થોડુક દુખતું હોય એવું પણ લાગે, ગળામાં અને વાંસામા દુખાવો થાય પણ આંખો બળવાની ફરિયાદ થાય, પગના તળિયા બળ્યા કરે.

આ બધા એના કેટલાંક સાદા લક્ષણો છે અને સાદા લક્ષણોની સાથે એસીડીટી આજે ઘણા લોકોને જોવા મળે છે. આ રોગને આપણે કાળજી ન રાખીએ તો તેનું પ્રમાણ વધી જાય છે જેની સીધી અસર હ્રદય સાથે થાય છે. આ રોગમાં લોહીમાં પિત્ત ભળી જાય છે. જયારે પિત્ત જયારે અમ્લતા વાળું થઇ જાય એટેલ એ ખુબ ઉંચો દરજ્જો પ્રાપ્ત કરે ત્યારે તેને હાઈપર એસીડીટી કહેવામાં આવે છે.

આપણા દેશમાં અત્યારે આ રોગથી 30 કરોડ લોકો આ રોગથી પીડાય છે. બાળકોમાં પણ આ રોગ મોટા પ્રમાણમાં થાય. હાલના બાળકો પણ મોટાની માફક જંકફૂડ ખાય છે એટલે આ રોગ થાય છે. આયુર્વેદમાં આ બધા જ રોગોનું કારણ મંદાગ્ની છે અને આ રીતે જ્યારે હોજરીમાં અગ્નિ મંદ પડે છે ત્યારે અજીર્ણ થાય છે અને ખાવાનું પચતું નથી તેથી એસીડીટી થઈ જાય છે.

ભોજન કર્યા બાદ આપણે વામકુક્ષી કરવાને બદલે જમણે પડખે સુઇએ તો પણ એસીડીટી થઈ જાય છે. ભોજન કર્યા પછી સ્નાન કરીએ નાઈએ તો પણ મંદાગ્નિ થઈ જાય અને એસીડ એમાં પૂરતો ઉત્પન્ન થાય છે.

જે લોકો ચિંતા વાળું જીવન જીવનારા લોકો હોય તેમને પણ 100 ટકા એસીડીટીની સમસ્યા હોય છે. મોદી રાત્રે ભોજન કરવાથી પણ એસીડીટી થાય છે. સમયસર ભોજન ન કરીએ તો પણ એસીડીટી થાય છે અને એસીડીટીની આપણે ભૂખ્યા પેટે ગોળીઓ લઈએ છીએ. જો આવી એસીડીટીનું વધારે પડતું સેવન પણ આપણને એસીડીટી કરે છે.

આ રીતે અનેક કારણોથી એસીડીટી થાય છે. વૃદ્ધાવસ્થામાં પણ જયારે પાચનશક્તિ નબળી પડે અને આપણે વધારે પડતું ઠાંસી ઠાંસીને ખાઈ લઈએ તો પણ એસીડીટી થાય છે. ઘણા પોતાની મેળે અમુક ઔષધિઓ લઈને પણ એસીડીટીમાં અખતરો કરતા હોય છે, જેમાં પણ અમુક લોકોએ માત્ર ખોટી સલાહ આપી હોય છે, જે એસીડીટી ઘટવાને બદલે વધારે છે. ઘણા લોકો એસીડીટીમાં છાશ, દહીં અને લીંબુ પીવાની સલાહ આપે છે એ તદ્દન સાવ ખોટું છે. આ માટે આવા પ્રયોગ નિષ્ણાત વૈધની સલાહ લઈને કરવા જોઈએ.

એસીડીટી થાય તો વધારે પડતા ઉપવાસ પણ ન કરવા કે ફ્રીજની કોઈ ઠંડી વસ્તુનું સેવન પણ ન કરવું, એસીડીટીમાં ફ્રીજનું ઠંડું પાણી પણ ન પીવું. આ સિવાય ફ્રીજમાં રાંધેલી વસ્તુઓ મુકીને ફરી ગરમ કરીને ખાવાથી પણ એસીડીટી થાય છે અને પાયલોરી બેક્ટેરિયા વધી જાય છે.

જો એસીડીટી મટાડવી હોય તો આ પ્રકારે આપણે તાજું અને ગરમ ભોજન આપને લેવું જોઈએ જેથી એસીડીટી મટી જાય છે. એસીડીટીમાં જૂના ભાત ખાઈ શકાય છે અને મગનું સેવન કરી શકાય છે. ફણગાવેલા મગ, મગનું શાક ભાતમ કારેલા, કંટોલા, દુધી, પરવળ, બધી ભાજી વગેરે એસીડીટીમાં પચી જાય છે.

દૂધ ગરમ કરીને ઠારેલું એ પણ એસીડીટીમાં ખુબ જ ઉપયોગી છે. એસીડીટી આપણે દેશી પદ્ધતિથી મટાડવા માટે સફરજન અને ગુલકંદ એ પણ ખુબ જ ઉપયોગી છે. દાડમના દાણા અથવા દાડમનો રસ એસીડીટીમાં ખુબ જ ઉપયોગી છે.

પાકેલા કેળા જે કુદરતી રીતે હોય એ પણ આપણે ખાઈએ તો પણ એસીડીટીનું શમન થાય છે. સિંધાલૂણ, ગાયનું દૂધ, હળદરવાળું અને સાકર નાખેલું અને તાજું માખણ આ બધી આપણી ભોજનની વિવિધ આઈટમો આપણે ઉમેરીને ભોજન કરવામાં આવે તો એસીડીટી મટી જાય છે.

આ સિવાય એસીડીટી મટાડવા  માટે ચિંતા રહિત જીવન જીવવું અને શ્રમ કરવો. આપણે ખાધેલું ભોજન પચી જાય તો એસીડીટી થવાની સંભાવના જ નથી, અને જો થાય તો ગભરાવું નહિ અને ચિંતા કરવી નહિ. આ સાથે ક્રોધ પણ કરવો નહિ. ક્રોધથી એસીડીટી વધે છે અને ક્રોધ કરનારને એસીડીટી ક્યારેક શાંત થતી નથી. માટે જો ક્રોધ આપણે મટાડી દઈને અને આપણે સરળ બની જઈએ તો પણ એસીડીટી મટી જાય છે.

એસીડીટીના ઈલાજ માટે ઔષધીય દવાઓ બજારમાં મળે છે. જેને લેવાથી કાયમ માટે એસીડીટી જડમૂળમાંથી મટી જાય છે. આ ઈલાજ માટે તમે દવા તરીકે અવિપત્તિકર ચૂર્ણ અને ગળો સત્વ ચૂર્ણ યોગ્ય માપમાં એસીડીટીના પ્રમાણમાં લઈને તમેં એસીડીટી મટાડી શકો છો. આ સાથે ખાણી પાણી વિચાર તંદુરસ્ત જીવન અને મોકળું મન આપણને એસીડીટીથી દૂર રાખશે.

આ એસીડીટીના ઘરેલું ઉપચાર માટે આયુર્વેદિક ઔષધિનો સહારો લઈ શકાય છે તેમજ ઘરેલું ઉપચારથી દવા કરીને એસીડીટીને મટાડી શકાય છે. આ માટે એક ચમચી જેટલો અજમો લેવો. અજમાની તાસીર ગરમ છે પરંતુ દવા બનાવવામાં બીજી ઔષધી સાથે ભળીને એસીડીટીની દવા બની જાય છે.

આ પછી એક ચમચી ગોળ લેવો. ગોળનો એક ટુકડો લઈને ચપ્પુની ગોળને કાપીને ભુક્કો કરી લેવો. આ બધી જ હથેળીમાં જ રાખવું. આ માટે દેશી ગોળ લેવો. આ મિશ્રણની અંદર એક  ચપટી જેટલું સંચળ નાખવું. આ પછી બરાબર તેને જે રીતે તમાકુ ચોળતા હોઈએ એ રીતે ચોળી લેવું. આ રીતે મિક્સ થઈ જાય એ રીતે ચોળી લેવું. આ રીતે મિક્સ થઇ જાય એટલે તેને ખુબ જ ચાવવું અને પછી ખાઈ જવું.

આ ઉપાય કરતા બાદ તરત પાણી ન પીવું. આ ઉપાય બાદ 20 મીનીટ પછી માત્ર અડધો ગ્લાસ પાણી પીવું. આ ઉપાય બે થી ત્રણ દિવસ સુધી કરવામાં આવે તો પણ શરીરમાં ઘણો ફાયદો જોવા મળે છે. આ ઉપાયથી એસીડીટી શરીરમાં વધારાના એસીડીક દ્રવ્યનું પાચન થઈને મટી જશે. આ ઉપાય દિવસમાં બે વખત કરવો. જેમાં સવારે નાસ્તો કર્યા બાદ અને સાંજે જમ્યા બાદ કરવો. આ ઉપાય ઉપરોક્ત કાળજી સાથે કરવામાં આવશે તો એસીડીટીની સમસ્યા 100 ટકા મટી જશે.

આં, એસીડીટીને મટાડવા માટે આ ખુબ જ સરળ અને સાવ ઘરેલું ઉપચાર છે. આ ઉપાય કરવાથી  ખોરાકનું પાચન થઇ જવાથી ગોળ, અજમો વગેરે ગરમ હોવા છતાં સંચળ સાથે ભળીને પાચનમાં મદદ કરશે અને એસીડીટીને એસીડીટીમાં તેની  કોઈ આડ અસર જોવા નહી મળે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

મિત્રો આ માહિતી વૈજ્ઞાનિક તથ્યો અને જુના આયુર્વેદના પુસ્તકોનું સંકલન તેમજ આયુર્વેદિક ડોક્ટરની સલાહ પ્રમાણે લખી છે. વાચક મિત્રો દરેક ની તાસીર અને પ્રકૃતિ અલગ અલગ હોય છે એટલે કોઈ સારા વૈધ કે ડોક્ટર ની સલાહ લઇને ઉપયોગ કરવો.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *