બેંકો આધુનિક સિસ્ટમ તથા વારંવાર થઇ રહેલી છેતરપીંડી અને ફ્રોડ જેવી સમસ્યાઓથી બચવા માટે અને ગ્રાહકો સાથે થતી હેરાનગતિ તેમજ છેતરપીડી અટકાવવા માટે અવાનવાર અનેક સુધારાઓ કર્યા રાખે છે. બેકમાં અવારનવાર નિયમોમાં સુધારો કરવામાં આવતો હોય છે.
હાલમાં જ મોટા ભાગની બેકો પોઝીટીવ પે સીસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. જેથી જો તમારી પાસે 50000 હજારથી વધારેનો ચેક હશે તો તમારે ખાસ કાળજી રાખવી પડશે. જે માટે હવે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. દેશમાં બેકો 1 સપ્ટેમ્બરથી પોઝીટીવ પે સીસ્ટમ લાગુ કરવા જઈ રહી છે.
દેશની બેક નિયંત્રણ મુખ્ય બેંક આરબીઆઈ દ્વારા ચેક ટ્રાન્જેક્શન સીસ્ટમ બાબતે 2020 માં એક વર્ષ પહેલા જાહેરાત કરી હતી, જે 50 હજારથી વધુ રકમ વાળા બધા જ ચેકને લાગુ પડશે આ સુવિધાથી આ ચેકની સુરક્ષા જળવાઈ રહે છે.
આ માટે આ નવા નિયમ અનુસાર હવે ચેકથી પેમેન્ટ કરતા પહેલા તમારે બેંકને થોડી માહિતી આપવી પડશે. જો આ માહિતી આપવામાં નહિ આવે તો તમારો ચેક સ્વીકારવામાં નહી આવે. આજના ટેકનોલોજીથી પેમેન્ટ કરતા અને જેનો ઉપયોગ કરતા લોકોને આ નિયમથી મુશ્કેલી નહિ પડે.
પરંતુ જે લોકો વડીલ છે, અને જે લોકોને આધુનિક આવેલી બેન્કિંગ ટેકનોલોજી વિશે માહિતી નથી, અથવા તો આવી સીસ્ટમ આ લોકોને ફાવતી નથી, જે લોકોને આ નિયમથી તકલીફ પડી શકે છે. હાલમાં એક્સીસ બેંક સહિત અનેક બેંકોએ 50 હજારથી વધુના ચેક માટે PPSને જરૂરી કરી છે.
આ નિયમ પ્રમાણે હવે ગ્રાહકોએ આ ચેક જમા કરાવતી વખતે નેટ બેકિંગ, મોબાઈલ બેન્કિંગ અથવા યો શાખામાં જઈને ચેક ડીટેલ્સ આપવી પડશે. હાલમાં અનેક બેંકોએ આ સીસ્ટમ લાગુ કરી દીધી છે. જેમાં ભારતીય સ્ટેટ બેંક, કોટક મહિન્દ્રા બેંક દ્વારા પણ પોઝીટીવ પે સીસ્ટમ લાગુ કરી દીધી છે. આ જો કે આ સુવિધાથી ગ્રાહકોને તકલીફ ન પડે તે માટે હાલ પૂરતી વૈકલ્પિક રાખવામાં આવી છે.
હાલમાં લાગુ કરવામાં આવેલ આ PPS નિયમનો હેતુ ગ્રાહકોની સુરક્ષા બાબતનો છે. આ નિયમથી હવે ચેકથી થતી છેતરપીંડી અટકશે. જેનાથી ગ્રાહકોને રક્ષણ મળશે. આ એક સુવિધા ગ્રાહકોને ખુબ જ ફાયદો કરશે. જે નિયમ 1 સપ્ટેંમ્બરથી મોટાભાગની બેંકોમાં લાગુ પડી જશે.