HealthLifestyle

આ 10 પાનનો પ્રયોગ શરીરના 10 રોગ મટાડી દે છે

બીમારીઓને લીધે મનુષ્યનું શરીર લાંબા સમય સુધી કોઈને કોઈ દવાના ખર્ચામાં જ રહ્યા કરે છે. આ સમસ્યાને લીધે વ્યક્તિ સતત અનેક રોગોને મટાડવા માટે પ્રયતનો કરે છે. પરંતુ આ  રોગોની દવા આપણા ઘર આંગણે જ હોય છે તે આપણે જાણતા હોતા નથી.પરંતુ આ આર્ટીકલમાં આવી જ એક ઘરેલું જડીબુટ્ટી વિશે જણાવી રહ્યા છીએ.

અમે આ આર્ટીકલમાં જામફળનાં પાન વિશે વાત કરી રહ્યા છીએ. આ જામફળીના પાનની ચા બનાવીને તમારે પીવાની છે. આ ચા કેવી રીતે બનાવવી એ પણ તમને આ લેખમાં જણાવીશું. આ સિવાય આ ચા પીવાથી ક્યા 10 રોગો છે તે શરીરમાંથી દૂર થઇ જાય છે. તેના વિશે પણ આ આર્ટીકલમાં તમને જણાવી રહ્યા છીએ.

આ જામફળના 10 પાનની ચા 10 પ્રકારના રોગોને મટાડી દે છે. આ પાન શરીરમાં કાયમી સમસ્યા તરીકે હેરાન કરતા હોય તેવા રોગોને મટાડવામાં ઉપયોગી છે. આ રોગોમાં શરીરમાં ઘણા સમય સુધી વ્યક્તિને હેરાન અને પરેશાન કરે છે. જયારે આ જામફળના પાનની ચા બનાવીને પીવાથી આવા બધા રોગો ઠીક થાય છે.

આ જામફળીના પાંદડાની ચા નિયમિત સવારે પીવાથી વધારાની ચરબી હોય છે તે ઓગળી જાય છે અને વધારાનું વજન હોય તે ઓછું થઈ જાય છે. ઘણા લોકોને બ્લડ પ્રેસરની સમસ્યા પણ અવારનવાર જોવા મળતી હોય છે. જે લોકોને બ્લડ પ્રેસરની સમસ્યા રહેતી હોય, બ્લડ પ્રેસર વધી જવાની કે ઘટી જવાની સમસ્યા થતી હોય તો આ પાનની ચા પીવાથી બ્લડ પ્રેસર સંપૂર્ણ રીતે કન્ટ્રોલમાં રહે છે. અને શરીરમાં જે કોલેસ્ટ્રોલનું જે લેવલ હોય છે તે પણ ખુબ જ સારું રહે છે. ખરાબ કોલેસ્ટ્રોલ હોય છે તે શરીરમાંથી દૂર થાય છે જેથી હ્રદયની કાર્ય ક્ષમતામાં પણ ઘણો બધો વધારો થાય છે.

જે લોકોને વાળ ખરવાની સમસ્યા હોય, વાળ ખરી પડતા હોય તે લોકો માટે આ જામફળીના પાંદડા અકસીર છે. જામફળીના પાંદડાની ચા પીવાની સાથે આ પાનની પેસ્ટ બનાવીને તેમાં અડધી ચમચી કે અડધી ચમચી આમળાનો પાવડર અને એક ચમચી નારીયેલનું તેલ નાખીને સવારે સ્નાન કરતા પહેલા કે માથું ધોતા પહેલા એક કલાકે આ પાનની પેસ્ટ બનાવીને માથામાં લગાવી દેવી. ત્યારબાદ આ પાન છે તેના પાણીથી તમારે વાળ ધોઈ લેવા. તમે આટલું કરશો એટલે વાળ ખરવાની સમસ્યા ખુબ ટૂંકા ગાળામાં ઠીક થઇ જશે.

આ ઉપાયથી વાળને લગતી દરેક સમસ્યાઓ ઠીક થઈ જાય છે. વાળ ઘાટા મજબુત અને એકદમ ચમકીલા બને છે. જે લોકોને ઝાડા કે મરડોની બીમારી થઇ હોય તો આવા લોકો માટે પણ આ જામફળીના પાંદડાની ચા ખુબ જ સારું પરિણામ આપે છે. આ જામફળીના 10 પાંદડા લઈને આ પાનને 200 મિલી પાણીમાં નાખી, પાણીને ખુબ ઉકાળી લેવું. ત્યાર બાદ ગાળીને ઠંડું થાય ત્યારે તેને પી લેવું. આટલું કરવાથી ઝાડા અને મરડોની સમસ્યા હોય તેમાં અદભૂત પરિણામ આવે છે.

આ જામફળીના પાંદડાની ચા નિયમિત પીવાથી પાચન શક્તિ મજબુત બને છે. પેટમાં જે બેક્ટેરિયા હોય તેનો નાશ થાય છે. જેથી પેટની સમસ્યા ઠીક થાય છે. ખાસ કરીને ગેસ, એસીડીટી અને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો આ પાનની ચા પીવાથી અઠવાડીયાની અંદર ખુબ સારું પરિણામ આપે છે.

આ ચા સુગરને કન્ટ્રોલમાં રાખવામાં પણ ખુબ જ ઉપયોગી છે. જે લોકો ડાયાબીટીસની સમસ્યાથી પરેશાન હોય તે લોકોએ નિયમિત આ જામફળીના પાંદડાની ચા પીવાથી શુગર લેવલ એકદમ કન્ટ્રોલમાં આવે છે.

મોઢાની અંદર ચાંદી પડવાની સમસ્યા પણ ઘણા લોકોમાં જોવા મળતી હોય છે. જે લોકોને પાન માવા કે તમાકુને લીધે મોઢામાં ચાંદી પડતી હોય તો જામફળીના પાંદડા  પાન ચાવવાથી ચાંદી મટી જાય છે. આ સિવાય આ પાનની ચા બનાવીને ચાંદી પર લગાવી દેવામાં આવે તો ચાંદી મટી જાય છે.

જે લોકોને શરદી, ઉધરસ કે ખાંસીની સમસ્યા હોય, જેમાં ખાંસી સુકી કે કફ વાળી હોય તો તેવા સમયે આ જામફળીના પાંદડાનો ઉકાળો કરીને પીવાથી કે આ જામફળીના પાંદડાની ચા પીવાથી ખાંસી અને શરદીમાં અદભૂત રાહત મળે છે. આ પાનમાં વિટામીન સી અને આયર્ન ભરપુર માત્રામાં હોય છે. જે શરદી અને ખાંસીને દૂર કરવા માટે ખુબ જ સારું પરિણામ આપે છે.

દાંતમાં દુખાવાની સમસ્યા જે લોકોને હોય તે લોકો પણ જામફળીનો ઉપયોગ કરી શકે છે. જે લોકોને દાંતનો દુખાવો થઇ રહ્યો હોય, દાંતમાં કે પેઢામાં દુખાવો થતો હોય, દાંતને લગતી કોઇપણ સમસ્યા હોય ત્યારે આ માત્ર આ પાનનો ઉકાળો કરીને પીવાથી આ પાણીને મોઢામાં રાખવું. આ પાણીને થોડીવાર મોઢામાં રાખીને તેના કોગળા કરવાથી દાંતના દુખાવામાં ખુબ જ સારું પરિણામ આપે છે.

આ જામફળીના પાંદડાની ચા બનાવવા માટે 150 મિલીલીટર પાણી લેવું. આ માટે જામફળીના 10 પાંદડાને ધોઈ લેવા. આ જામફળીના પાંદડાને લઈને તેને સરખી રીતે ધોઈને તેને આ લીધેલા પાણીમાં નાખી દેવા. આ પાણી અને પાંદડામાં ગરમ કરવા. તેમાં એક ચપટી જેટલી ચાની ભૂકી નાખવી. આ પાણીને હળવું ગરમ કરવું. થોડું ગરમ થાય એટલે તેને નીચે ઉતારી લેવું.

આ પાણી ઠંડું થઈ જાય પછી તેમાં એક ચમચી જેટલું મધ નાખવું. આ મધ નાખીને બરાબર મિક્સ કરીને હલાવી લેવું. આ પછી તેને પી લેવું. આ રીતે જામફળના પાનની હર્બલ ચા બને છે. આ ચા પીવાથી ઉપરોક્ત બતાવ્યા પ્રમાણેની દરેક સમસ્યા જે શરીરમાં હોય છે ઠીક થાય છે.

આમ, આ જામફળના પાંદડાની ચા પીવાથી શરીરમાં ખુબ જ ફાયદો થાય છે. આ ચા શરીરમાં રહેલા રોગોને કોઇપણ આડઅસર વગર જ ઠીક કરે છે. જેથી તેનું સેવન સરળતાથી કરી શકાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને રોગોને ઠીક કરે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *