તારક મહેતા કા ઉલટા ચશ્માં એક ખુબ જ લોક પ્રિય શો છે. દરેક ઘરની પસંદનો આ એવો ટીવી શો છે કે નાનાથી માંડીને મોટા સુધી સૌ કોઈ સપરિવાર કોમેડી સાથે આ શો માણે છે. આ શોમાં કોમેડી સાથે ભરપુર આનંદ પણ મળે છે. આ શો વર્ષોથી ટીવી ઉપર ધમાલ મચાવી રહ્યો છે.
જેમાં જેઠાલાલ, બબીતાજી, પોપટ લાલ, ટપ્પુ, સોનું ઘણામાં મનપસંદ પાત્રો છે. આ શો ઘણા વર્ષોથી ટીવીમાં આવતો હોવાથી તેમાં પાત્રોમાં અમુક પાત્રોમાં ફેરફાર થયા છે. અમુક પાત્રો કોઈ કારણસર આવી શકતા નથી તેવા થોડા ઘણા ફેરફાર જોવા મળતા હોય છે. આ પાત્રમાં ખાસ તો દયાભાભીંનું પાત્ર ભજવતી દયાભાભીનું પાત્ર ઘણા સમયથી દર્શકોને ખોટ વર્તાય રહી છે.
આમ જોઈએ તો આ મહિનામાં જ આ શોને 13 વર્ષ પુરા થઇ ચુક્યા છે. આ પાત્રોમાંથી અમુક પાત્રોએ લોકોના હ્રદયમાં સ્થાન જમાવ્યું છે. જેમાં અમુક લોકોને ઉપનામ પણ આ શો પરથી આપવામાં આવે છે. હાલમાં ઘણા પાત્રો હાલમાં આ શોમાં હોવા છતાં પણ જોવા મળતા નથી. જે પાત્રો લોકોને પ્રિય છે છતાં હમણાથી આ શોમાં જોવા મળી રહ્યા નથી.
આ સિરિયલમાં રોશનભાભીનો રોલ કરતી કલાકાર જેનીફર મિસ્ત્રી ઘણા સમયથી જોવા મળતી નથી. જે આ શોમાં હમણાથી દેખાતી નથી, પરંતુ તેઓ હમણાથી આ શોમાં નહિ હોવાનું કારણ પોતાની તબિયત ખરાબ હોવાનું સામે આવ્યું છે. જેની તબિયતના લીધે તેને આ શોમાંથી રેસ્ટ લીધો હતો. જો કે હવે તે ફરીથી ટૂંક જ સમયમાં જોવા મળી શકે છે. જેને આગામની એપિસોડનું શુટિંગ પણ શરૂ કરી દીધું છે.
જેઠાલાલની દુકાનમાં કામ કરતા વ્યક્તિ નટુકાકાનું પાત્ર પણ ઘણી રમુજી કરતું પાત્ર છે. જેને લઈને ઘણા બધા સમાચારો આવતા રહે છે. જેની તબિયત ઘણા સમયથી ખરાબ છે. વચ્ચે તેઓ તબિયત ખરાબ હોવા છતાં આ શોમાં જોવા મળ્યા હતા. તેઓ ઘણા સમયથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા છે. તેમાં તેમણે કેન્સરનું ઓપરેશન પણ કરાવ્યું છે, પરંતુ હમણાથી તેમને ફરી કેન્સર થયું હોવાના સમાચાર છે. હાલમાં તેઓ ફરી વખત આ કેન્સર માટે સારવાર લઇ રહ્યા છે, જો કે તેમની સારવાર પૂરી થઇ જશે એટલે ફરી તેઓ આ શોમાં દેખાઈ શકે છે.
આ સીરીયલમાં જેથાલાલના સાળાનો રોલ કરતો સુંદર અવારનવાર આ સીરીયલમાં જોવા મળે છે. જો કે છેલ્લા ઘણા સમયથી તે આ શોમાં જોવા મળ્યો નથી. જયારથી દયાભાભી આ સીરીયલમાં ઓછા જોવા મળે છે ત્યારથી આ સુંદર પણ આ સીરીયલમાં ભાગ્યે જ જોવા મળે છે. દર્શકોનું કહેવું છે કે દિશા વાકાણીને કારણે જ મયુર વાકાણી પણ શોંમાં ઓછો જોવા મળે છે.
બબીતાજીનું પાત્ર પણ બધા માટે ખુબ જ પ્રિય પાત્ર છે. જેઠાલાલ અને બબીતાજીની મસ્તી પણ ઘણી વખત સોશિયલ મીડિયામાં વાયરલ થયા કરે છે. બબીતાનું રીયલ નામ મુનમુન દત્તા છે. જો કે તે પણ ઘણા દિવસથી આ સીરીયલમાં જોવા મળી નથી. તે સીરીયલમાં નહિ આવતી હોવાથી લોકોમાં અવારનવાર અટકળો ચાલુ થાય છે કે બબીતાજીએ આ સીરીયલ છોડી દીધી. જો કે તાજેતરમાં આ શોના પ્રોડ્યુસર તરફથી કરવામાં આવેલી જાહેરાત અનુસાર તેણે આ સીરીયલ છોડી નથી, પરંતુ હાલ ચાલી રહેલા શૂટિંગમાં સ્ટોરી પ્રમાણે તેનો રોલ નહિ હોવાને કારણે તે શૂટિંગ કરી રહી નથી. આવનારા સમયમાં તે જરૂર જોવા મળશે.
આમ, આ તારક મહેતાના ઉલટા ચશ્માં દરેક લોકોની મનપસંદ સીરીયલ છે. લોકો તેમના દરેક પાત્રો પર નજર રાખે છે. ઘણી વખત આ કલાકારોની પર્સનલ બાબતોની ચર્ચાઓ પણ સોશિયલ મીડિયામાં થતી રહે છે. હાલમાં જ આ કલાકારો શોમાં જોવા મળી રહ્યા ન હોવાથી તેણે આ શો છોડી દીધો હોવાની અફવાઓ આવ્યા કરે છે. પરંતુ આ કલાકારો અત્યારે ચાલી રહેલી મહામારી તેમજ સ્વાસ્થ્યનાં કારણોસર આ શોમાં જોવા મળી રહ્યા નથી. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.