GujaratIndiaPolitics

આ વર્ષે મોદી સરકાર આ 7 મોટી કંપનીઓનું કરશે ખાનગીકરણ

જ્યારથી કેન્દ્રમાં ભાજપી સરકાર આવી છે ત્યારથી જ ઘણા બધા નવા નવા સુધારાઓ કરવામાં આવી રહ્યા છે.. દેશમાં સતત વિકાસ થાય, અને દેશ સતત પ્રગતિ કરે તેવા નિર્ણયો માટે સરકાર દ્વારા લેવાઈ રહ્યા છે. જયારે અમુક કંપનીઓ સરકાર કરકારી રીતે કાર્ય કરવામાં યોગ્ય મેનેજમેન્ટ જળવાતું નથી હોવાથી સરકાર દ્વારા તેનું ખાનગીકરણ કરવામાં આવે છે.

જેમાં દેશમાં ઘણી સરકારી સેવાઓનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર આ નીતિને સતત આગળ વધારી રહી છે. ભારતીય ઉદ્યોગ પરિસંઘની વાર્ષિક બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારામણ દ્વારા સરકારી સાત કંપનીઓનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરી છે.

આ માટે આ સરકારી કંપનીઓ હવે ઉદ્યોગ પતિઓને આપી દેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે સરકાર દેશમાં આર્થિક પ્રગતિ લાવવા માટે દરેક પગલાં લેવા માટે તૈયાર છે. આ મહામારીનાં સમય દરમિયાન પણ સરકાર દ્વારા ખાનગીકરણની નીતિ ચાલુ રાખી હતી.

સરકાર દ્વારા દેશના અર્થતંત્રને આગળ વધારવા માટે જે યોગ્ય લાગે તે પગલા ભરી રહી છે. સરકાર આ બાબતે કાયદામાં પણ સુધારો કરી રહી છે. જેમાં કૃષિ કાયદો, ફેક્ટરી, શ્રમ, મધ્યસ્થતા, દેવળીયા વગરે અલગ અલગ કાયદામાં સુધારાઓ કરવામાં આવ્યા છે.

આ બાબતને લઈને સરકાર દ્વારા આ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓ અને અન્ય સરકારી કંપનીઓનાં ખાનગીકરણની વાત પણ સરકાર દ્વારા કરવામાં આવી છે.  DIPAMના સેક્રેટરી તુહીન કાંત પાંડેએ જણાવ્યું છે કે એર ઇન્ડિયા, ભારત પેટ્રોલીયમ વગેરેનું આ વર્ષે ખાનગીકરણ કરવામાં આવશે. આ સિવાય શીપીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ભારત અર્થ મૂવર્સ પ્રાઈવેટ લીમીટેડ, પવન હેન્સ અને નીલાયત ઈસ્પાત નિગમનું પણ ખાનગીકરણ થશે તેવી શક્યતાઓ છે.

આમ, દેશમાં સતત વિકાસની હરણફાળ માટે સરકાર દ્વારા ખુબ જ સારી રીતે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા દેશમાં જે સરકારી હસ્તક કંપનીઓ છે તે ધીરે ધીરે ખાનગી માલિકોને આપવામાં આવી રહી છે. જેથી સરકારને પણ અમુક કરારો હસ્તગત આવક મળતી રહે છે.

ખાનગીકરણ કરવા માટે સરકારને આ બાબતે અનેક કાયદાઓમાં ફેરફાર કરવા પડે છે ત્યાં સરકાર ફેરફાર કરે છે. આ સિવાય સરકાર દ્વારા વિવિધ તે સેવાની જ્યાં જરૂર જણાય છે તેમાં સુધારો કરીને તે ખાનગીકરણ કરવામાં આવે છે.

હાલમાં આપવામાં આવેલા સંબોધન પરથી તેમને દેશના ઉદ્યોગ પતિઓને ખાતરી આપી છે કે મોદી સરકાર દ્વારા આર્થિક વૃદ્ધિને ગતિ આપવા માટે સરકાર કટીબદ્ધ અને જરૂરી પગલા ભરવા તૈયાર છે. સરકાર દ્વારા આ રીતે હવે ખાનગીકરણ નીતિને પણ વેગ આપ્યો છે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *