GujaratIndia

કરજણમાં ઘાસ કાપવા ગયેલી મહિલાના મોઢે ડૂચો દઈ 6 નરાધમો એ ગેંગરેપ બાદ હત્યા કરી

વડોદરામાં જીલ્લાના કરજણ તાલુકાના દેથાણ ગામમાં 6 શખ્શો દ્વારા સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું, જેમાં આ દુષ્કર્મ કર્યા બાદ મહિલાની હત્યા કરતા સમગ્ર દેશમાં હાહાકાર મચી ગઈ છે. આ અપરાધીઓ દ્વારા સામુહિક બળાત્કાર કરીને મહિલાની લાશને નજીકના ખેતરમાં ફેંકી દીધી હતી. જેને લઈને સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.

આ બનાવ કરજણ તાલુકાના દેથાણ ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગયેલી મહિલાની એકલતાઓ લાભ લઈ સામૂહિક દુષ્કર્મ આચરી ગળે ટૂંપો આચરીને મોતને ઘાટ ઉતારનાર 6 નરાધમોની ઘટનાના થોડા સમયમાં પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે.

આ ઘટના  વડોદરા જિલ્લાના પોલીસ વડા સુધીર દેસાઈ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. કે આ મહિલાને થોડા વર્ષ થી પોતાના પતિ સાથે અણબનાવ બનતા પોતાના બાળકો સાથે એકલી રહેતી હતી. અને ખેત મજુરી કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. જે તેના નિયમિત કાર્ય પ્રમાણે ગામની સીમમાં ઘાસ કાપવા ગઈ હતી. આ ઘટના 16 ઓગષ્ટની છે. જયારે આ 6 હવશખોરો ઘસી આવ્યા હતા અને તેને એકલતાનો લાભ લઈને આ મહિલા પર સામુહિક દુષ્કર્મ કર્યું હતું.

આ દુષ્કર્મ બાદ તેઓએ ડરી ગયેલા આ અપરાધીઓએ મહિલાની હત્યા કરી નાખી હતી, જે ગળું દબાવીને મહિલાને હત્યા છોડીને ફરાર થઇ ગયા હતા. જે બાદ સાંજ થવા છતાં પણ મહિલા પોતાના ઘર પર નહિ આવતા લોકોએ શોધખોળ ચાલુ કરી હતી. જેઓને ફોન પર અનેક રીંગો મારીને શોધખોળ ચાલુ કરી હતી. જેઓ રીંગો લગાડતા શોધખોળમાં નીકળ્યા હતા. જે રીતે તેઓ રોજ ખેતરમાં ગઈ હતી. જે ખેતરમાં જઈને રીંગ લગાવતા ખેતરમાંથી રીંગ સંભળાતા લોકો ખેતરમાં આ જગ્યાએ પહોંચતા તે મરેલી હાલતમાં મળી આવી હતી.

આ બાબતની તેનાં પરિવારે તાત્કાલિક ધોરણે પોલીસને કરી હતી. જેમાં ડીવાઈએસપીના હુકમથી પોલીસ સ્ટાફ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દોડી આવ્યા હતા. જેમાં ડોગ સ્કવોડ અને ફિંગરપ્રિન્ટ વગેરેની મદદથી તપાસ શરુ કરી હતી. જેમાં ડોગની મદદથી જાવા નામના ડોગની મદદથી આ આરોપીઓને પકડી પાડ્યા હતા. આ ડોગ દ્વારા ઘટના સ્થળે પડેલ દુપટ્ટો અને પાણીની બોટલની સ્મેલ લેવરાવી તપાસ કરાવી હતી. જેમાં આમાંથી એક આરોપીને આ ડોગે પકડી પાડ્યો હતો.

આ ડોગ નજીક આવેલા મકાનોમાં જઈને અટકી ગયો હતો અને ત્યાં જઈને એક વ્યક્તિની પાસે જઈને ભસવા લાગ્યો હતો. જેની તપાસ અને પૂછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ વ્યક્તિ બિહારનો બીહારનો છે. જેને પોતાના અન્ય સાથીઓ સાથે આ દુષ્કર્મ કર્યું હોવાની કબુલાત કરી હતી.

તેમને પોલીસને આ બાબતે જણાવેલ કે તેઓ નજીકના રેલ્વે ટ્રેક પર બેઠા હતા. આ સમયે ખેતરમાં ઘાસ કાપવા કઈને રહેલી મહિલાનો તેઓએ પીછો કર્યો હતો અને પછી આ મહિલાને પકડીને તેઓએ દુષ્કર્મ આચર્યું હતું, પછી તેને એક દુપટ્ટાની મદદથી આ મહિલાની હત્યા કરી નાખી હતી. બાદમાં આ આરોપીની મદદથી પોલીસે બધા જ અન્ય 5 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી લીધી છે અને અત્યારે પોલીસના સકંજામાં છે અને તેમના પર પોલીસ કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *