GujaratIndia

કોરોનાથી મૃત્યુ પામનારને રૂપિયા 50 હજારનું વળતર મળશે

હાલમાં સમગ્ર વિશ્વમાં જે મહામારી ફેલાઈ છે. જેનો ભોગ ઘણા પરિવારો બન્યા છે. આ સમસ્યથી ઘણા લોકોએ પોતાના પરિવારના સદસ્યો ગુમાવવા પડ્યા છે. આ રીતે સદસ્યો ગુમાવવાથી  ઘણા લોકો આઘાતમા સરી પડતા હોય છે. જયારે અમુક લોકો ઘરના મોભી હોય, જેના લીધે ઘરનું ગુજરાન ચાલતું હોય. આવા લોકો જયારે  મોતને ભેટે છે ત્યારે તે પરિવાર પર ખુબ જ મોટી આફત આવી પડે છે.

જયારે ઘણા લોકો આ આ રોગનો ભોગ બન્યા ભાગ જે હોસ્પીટલમાં સારવાર લે છે  તે હોસ્પીટલમાં ઘણા દિવસો રોકાવાથી અને તેની મોંઘી ઘાટ દવાઓથી ખુબ જ મોટા પ્રમાણમાં લેણામાં ઉતરી જાય છે. જે પરિવારનાં સભ્યો આજીવન મજુરી કરે છતાં આ રકમ ભરપાઈ ન કરી શકે તેટલી મોટી આ સારવાર ઘણા લોકોને થઇ છે.

આવી સ્થિતિમાં વ્યક્તિ માનસિક રીતે ટેન્શનમાં આવી જાય છે. જયારે ઘણા લોકો આવા સમયે આપઘાત કે આત્મહત્યા કરવાનું  પગલું ભરી લેતા હોય છે. આવી સમસ્યા સમયે  હાલમાં જ સરકાર દ્વાર પ્રજાલક્ષી અને મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને ઉપયોગી થાય તેવો નિર્ણય લીધો છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું છે કે કોવિડ 19 ને કારણે મૃત્યુ પામનારા પરિવારને રૂપિયા 50 હજારનું વળતર આપશે. હાલમાં કોવિડ 19 ને કારણે ભોગ બનેલા પરીવારને આ માટે સરકાર હવે રાહત માટે આપશે તેવું સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે.

વધુમાં પણ કહેવામાં આવ્યું છે કે આ સહાય રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે. આ રકમ વળતરની ચુકવણી ફક્ત અગાઉ થયેલા મોતની ઘટના ઉપરાંત ભવિષ્યમાં અ માહામારીનો ભોગ બનીને જીવ ગુમાવનારને પણ સહાય આપવામાં આવશે.

આ પહેલા સરકારે કોરોનાથી ભોગ બનેલા લોકોના પરિવારનો સહાય કરવાનો ઇનકાર કર્યો હતો.  જો કે આ વાત કોર્ટે પણ સ્વીકારી લીધી હતી. જ્યારે કોર્ટ દ્વારા ડીઝાસ્ટર  મેનેજમેન્ટ એકટ બાબતે પૂછવામાં આવતા કોર્ટ સમક્ષ આ માહિતી રાખવામાં આવી હતી.

આ કોરોનાને લીધે ઘણા પરીવારમાં આત્મહત્યા કરી લીધી હોય તેવા બનાવો પણ સામે આવ્યા છે. જેથી કોર્ટે કહ્યુ હતું કે ઘણા લોકોએ કોરોનાથી મુશ્કેલીથી સામનો કરી રહેલા લોકોએ આત્મહત્યાં કરી લીધી હોય લોકોના મોતને પણ કોરોનાથી થયેલું મોત ગણવામાં આવે. આ માટે કોર્ટ સરકારને ટકોર કરી હતી કે આ માટે રાજ્યોને નિર્દેશ આપવામાં આવે કે જ્યાં આ રીતે થયેલું મોત કોરોનાથી થયેલું મોત ગણવામાં આવે. આવા લોકોને પણ કોરોનાથી થયેલું મોત ગણીને તેને પ્રમાણપત્ર આપવામાં આવે.

કોર્ટમાં લોકોએ સહાય મેળવવા માટે અરજી કરી હોય એવી અરજીઓ પણ કરવામાં આવી છે. જુન મહિનામાં સરકાર સમક્ષ 4-4 લાખ રૂપિયાનું સહાય મેળવવા માટેની આ મહામારીને લીધે થયેલા નુકશાનથી જીવ ગુમાવનારને ચાર લાખની સહાય માટેની વિનંતીની અરજી કરવામાં આવી હતી. જયારે સરકારે આ બાબતે ઇનકાર કર્યો હતો.

આ બાબતને લઈને સરકારે કહ્યું હતું કે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટની જોગવાઈમાં આવતું નથી. જયારે ભૂકંપ, પૂર, હોનારત, સુનામી, વાવાઝોડું વગેરે ડીઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ આવે છે. જેમાં સરકાર દ્વારા સહાય આપવામાં આવતી હોય છે. જેમાં સરકારે ઉમેર્યું હતું જે જયારે કોઈ એક પ્રકારની બીમારીમાં વળતર ચુકવવામાં આવે ત્યારે બીજા ઘણા રોગો છે જેમાં પણ વ્યક્તિના મૃત્યુ થાય છે, જેનાં લીધે આવા લોકોને અન્યાય થાય છે. માટે આ પ્રકારે વળતર ચૂકવી શકાય નહી.

પરંતુ હાલમાં આ મહામારીમાં સરકારે કોવીડ 19 થી મૃત્યુ [પામનાર વ્યક્તિ કે જેના પરિવારને 50 હજાર  રૂપિયાની સહાય આપવાની કબુલાત કોર્ટ સમક્ષ કરી છે. જેના લીધે જે પરીવાર આ ભોગ મહામારીનો ભોગ બન્યા હશે તે સહાય મેળવી શકશે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *