આ વખતનો ઓગસ્ટ મહિનો એટલે તહેવાર અને ઉત્સવો નો મહિનો માટે આ મહિના માં ઘણા બધા ઉત્સવો આવી રહ્યા માટે આર બી આઈ એ જાહેરાત કરી છે ,અને તેમને વધુમાં તારીખો ની પણ જાહેરાત કરી દીધી છે કે આટલી તારીખે તમામ બેંકો માં જાહેર રજા રહેશે . બેંકો રવિવાર તેમજ ઓગસ્ટ મહિનામાં બીજા અને ચોથા શનિવાર સિવાય આ બધી જ બેંકો સતત ૮ દિવસ સુધી બંધ રહેવાની છે માટે તમારે બેંક ને લગતા વહીવટ કઈ કઈ તારીખે કરવાના તે અમે તમને જણાવી દઈએ .
૧૬ મી ઓગસ્ટ ૨૦૨૧ : આ દિવસે પારસી નવા વર્ષના કારણે જાહેર રજા રહેશે આપણે ત્યાં તેને પતેતી તરીકે ઓળખીએ છીએ .૧૯ મો ઓગસ્ટ ૨૦૨૧ : આ દિવસે મુસ્લિમ લોકોનો એવો મહોરમ નો તહેવાર હોવાથી પણ તમામ બેંકો બંધ રહેશે. ૨૦ મી ઓગસ્ટ ૨૦૨૧ : આ દિવસે મહોરમ અને પ્રથમ ઓણમ ના કારણે બેન્ગ્લોરું ઝોન , ચેન્નઈ ઝોન , કોચી ઝોન અને કેરળની બેંક માં રજા રહેશે .
૨૧ મી ઓગસ્ટ ૨૦૨૧ : આ દિવસે થીરુવોણમ હોવાથી કોચી અને કેરળ ઝોનની બેંકો માં રજા રહેશે. ૨૨ મી ઓગસ્ટ ૨૦૨૧ : આ દિવસે રવિવાર હોવાથી દરેક બેંક માં અઠવાડિયામાં એક રજા આવતી હોય છે. ૨૩ મી ઓગસ્ટ ૨૦૨૧ : આ દિવસના રોજ નારાયણ ગુરુની જયંતીને લીધે કોચી અને કેરળ ઝોનની બેંકોમાં રજા આવશે .
૨૮ મી ઓગસ્ટ ૨૦૨૧ : આ દિવસે ચોથો શનિવાર હોવાથી તમામ બેન્કોમાં રજા રહેશે. ૨૯ મી ઓગસ્ટ ૨૦૨૧: આ દિવસે રવિવાર હોવાથી દરેક બેંક માં અઠવાડિયામાં એક રજા આવતી હોય છે. ૩૦ મી ઓગસ્ટ ૨૦૨૧: આ દિવસે જન્માષ્ટમી ને કારણે અમદાવાદ ઝોન , ચંડીગઢ ઝોન , ચેન્નાઈ ઝોન , દેહરાદુન ઝોન , ગંગટોક ઝોન , જયપુર ઝોન ,લખનઉ ઝોન , પટના ઝોન , રાયપુર ઝોન , રાંચી ઝોન , શિલોંગ ઝોન , શિમલા ઝોન , તથા શ્રી નગર ઝોન ની તમામ બેંકો માં રજા રહેશે. ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ : શ્રી કૃષ્ણ અષ્ટમી ના કારણે હૈદરાબાદ નો બેંકો માં રજા રહેશે .
આ સાથે આગામી દિવસોમાં ૫ દિવસ રજા માટેનું લાંબુ સપ્તાહ પણ આવી રહ્યું છે . તેની તારીખ આ મુજબ જાહેર કરેલી છે તારીખ ૧૯ મી ઓગસ્ટ થી લઈને છેક ૨૩ મી ઓગસ્ટ સુધીનું છે . આ માટે તમામ બેન્કના કર્મચારી પોતાની અનુકુળતા મુજબ પોતાનું કામ કરી શકે છે તેમજ હરવા ફરવા માટે યોગ્ય આયોજન પણ કરી શકે છે . તેમજ મનોરંજન પણ તે પોતાના ફેમીલી સાથે છુટથી મળી શકે છે .