આપણા જ્યોતિષ શાસ્ત્રમાં વર્ષોથી જન્મ કુંડળી વિશેનું જ્ઞાન આપવામાં આવ્યું છે. બધા લોકો જન્મ સમયથી રાશી પ્રમાણે અક્ષરને આધારે નામ રાખતા હોય છે. આપણા પ્રાચીન ખગોળ શાસ્ત્રીઓ અને જ્યોતીષ શાસ્ત્રીઓને આ વિશે ખુબ જ અનુભવથી ગ્રહોની સ્થિતિ અંગેનું જ્ઞાન હતું.
જ્યોતિષ શાસ્ત્રમાં 12 રાશીઓ છે, જેના આધારે નામ રાખવામાં હોય તે રાશી પર ભવિષ્યની સ્થિતિ અંગેનો ખ્યાલ આવતો હોય છે. જેમાં પણ વિજ્ઞાન રહેલું હોય છે. જે આબોહવા વિજ્ઞાન પર આધારીત છે. જ્યારે ગ્રહો અને સૂર્યની સ્થિતિમાં અમુક સમયે ફેરફાર હોય છે, જેના લીધે આ સમયે જન્મનાર બાળકના દરેક હોર્મ્નોન્સ અને સ્વભાવ કાર્ય કરે છે.
આ પ્રમાણે દરેક રાશિના લોકોનો સ્વભાવ અલગ અલગ હોય છે. જેમાં અમુક રાશીઓ તો એવી છે કે જે રાશિના લોકો ખુબ જ ખતરનાક હોય છે. જે ગમે તેવા પ્રભાવશાળી લોકોને પણ મુર્ખ બનાવી શકે છે. આ માટે 12 રાશીઓમાંથી 4 રાશીઓ હીટ લીસ્ટમાં છે. જેમાં મેષ રાશી, સિંહ રાશી, કન્યા રાશી, વૃશ્વિક રાશી રાશીઓ ખુબ જ ખતરનાક છે. જેથી આ રાશિના લોકો પણ સ્વભાવમાં ખુબ ખતરનાક હોય છે.
મેષ રાશી જ્યોતીષ શાસ્ત્ર અનુસાર ઘણા લોકોને સરળતાથી મુર્ખ બનાવવામાં માસ્ટર હોય છે. આ લોકો વાત કરવામાં પણ એટલા બધા માસ્ટર હોય છે કે જે એવી વાતો કરે છે જેના પર બધા લોકો વિશ્વાસ કરીને ભોળવાઈ જતા હોય છે. આ લોકો માઈન્ડેડ અને મગજથી પાવરફૂલ હોય છે. જોવામાં તો આવા લોકો શાંત સ્વભાવનાં હોય છે. તેમના મનમાં શું ચાલે છે તે જાણવું ખુબ જ મુશ્કેલ છે. આ લોકો વાત કરીને કામ કઢાવી લે છે અને જીવનમાં ખુબ જ સફળતા મેળવે છે. આ રાશિના લોકો આત્મવિશ્વાસથી ભરેલા છે. આ રાશિના લોકોનું નામ અ, લ, ઈ પરથી આવે છે.
સિંહ રાશીનાં લોકો પર બીજા લોકો સરળતાથી વિશ્વાસ કરી શકે છે. આ લોકો શાંત સ્વભાવના હોય છે. આ રાશિના લોકોનું મગજ ખુબ જ ઝડપથી ફરે છે. આ રાશિના લોકોની ભાષા એકદમ મીઠી હોય છે. જેના લીધે બીજા લોકોનો વિશ્વાસ જીતવામાં આ રાશિના લોકો માસ્ટર હોય છે. આ રાશિના વ્યક્તિ પર બીજા લોકો વિશ્વાસ કરે છે. આ રાશિના લોકોના નામ મ,ટ અક્ષર પરથી આવે છે.
કન્યા રાશિના લોકો પાવરફૂલ મનના હોય છે. તેઓ પણ સરળતાથી મુર્ખ બનાવવામાં માસ્ટરી ધરાવે છે. આ લોકો પણ વાતોમાં ફસાવવામાં ખુબ જ પાવરફૂલ હોય છે. કન્યા રાશિના લોકો પર લોકો વિશ્વાસ કરે છે. આ લોકો શાંતિથી જીવવાની પસંદ કરે છે, પરંતુ તે પોતાનું કામ કરાવવા માટે કોઇપણ હદ સુધી જઈ શકે છે. કન્યા રાશિના લોકોનું નામ પ, ઠ, ણ અક્ષર પરથી આવે છે.
વ્રુશ્વિક રાશીના લોકોને બુદ્ધિ શાળી માનવામાં આવે છે. આ લોકો ઝડપથી કાર્ય ક્ર્ત્ય મગજ ધરાવે છે. આ લોકો ખોટું બોલે તો પણ બીજાને સાચું લાગે છે. મીઠા બોલના માણસો આ રાશિના લોકો છે. તેમના વાણી વ્યવહારને લીધે લોકો તેના પર સરળતાથી વિશ્વાસ કરે છે. આ લોકો બીજાને મુર્ખ બનાવવામાં છેતરવામાં ચતુર હોય છે. તેમનો શાંત સ્વભાવ બધા લોકોને ગમે છે જેના લીધે લોકો તેમના પર વિશ્વાસ મુકે છે. આ રાશિના લોકોનું નામ ન, ય અક્ષર ઉપરથી આવે છે. આમ આ લોકો ખુબ જ મગજથી સરળતાથી કાર્ય લે છે.
આમ, આ રાશિના તમારી આજુબાજુના લોકોનું નિરીક્ષણ કરશો તો જો તેમનું નામ જન્મ તારીખની રાશી પર પાડવામાં આવ્યું હશે તો આ લોકો પર આ બધા જ લક્ષણો જોવા મળશે. આ લોકો મગજનાં ખુબ જ પાવરફૂલ અને માસ્ટર હોય છે. એમનો સ્વભાવ શાંત અને મુર્ખ બનાવવામાં કુશળ હોય છે. અમે આશા રાખીએ આ માહિતી તમને ગમશે.
Mahesh parmar