GujaratHealthIndia

ભારતના આ રાજ્યમાં એક જ દિવસમાં આવ્યા 31 હજારથી વધુ પોઝીટીવ કેસ

આપણા દેશમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાએ હાહાકાર મચાવી  દીધી છે. આ મહામારીના ભરડવામાં વિશ્વના અનેક દેશો લેવાઈ ગયા છે, આ રોગ માટે હજુ સુધી કોઈ નક્કર દવા શોધાઈ ન હોવાથી રીકવરી માટે ડોક્ટરના સલાહ સૂચન અનુસાર બીજી દવાઓના સહારે રહેવું પડે છે. જો કે વિશ્વમાં આ બાબતે તેની વેક્સીન બનાવવામાં આવી છે, જે વેક્સીનના પરિણામે મોટાભાગે આ મહામારી પર કાબુ મેળવી શકાય છે, પરંતુ હાલમાં કોરોનાના ડેલ્ટા પ્રકારના કેસો જોવા મળી રહ્યા છે જે આ રસીથી કાબુમાં રહેતા નથી.

આ કોરોના વિશ્વમાં અલગ અલગ સ્ટેજમાં ફેલાયો છે, જેમાં પ્રથમ લહેર, બીજી લહેર અને ત્રીજી લહેર એમ ત્રણ પ્રકારની લહેરનાં રૂપે આ રીતે કોરોના ફેલાયો છે.  જેમાંથી બે લહેર આવી ચુકી છે અને હવે ત્રીજી લહેરના ભણ કાર વાગી રહ્યા છે.

આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાનો પહેલો કેસ કેરળમાં જોવા મળ્યો હતો.  ત્યાર પછી દેશમાં પણ ધીરે ધીરે કેસો વધીને મહામારીને દેશમાં પૂર્ણ રૂપ ધારણ કરી લીધું છે. આ પછી થોડા સમય વચ્ચે કેસ ઘટી જઈને બીજી લહેર ચાલુ થઇ હતી, જેને દેશમાંથી ઘણા બધા લોકોને ભરડામાં લઇ લીધા છે.

આ પછી હાલમાં અનેક રાજ્યોમાં કેસો ઘટી ગયા છે, જો કે ધીરે ધીરે હવે આ કેસો વધવાની શરુઆત થઇ રહી છે જેની માહિતી પ્રથમ કોરોના રાજ્ય કેરળ પાસેથી જ મળી શકે છે, જેમાં કેરળે હાલમાં જ નવા જાહેર કરેલા એક ગાઈડલાઈન્સમાં જણાવ્યું છે કે  રાજ્યમાં રાત્રીના 10 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યું રહેશે. જેથી લોકોને રાત્રે લોકોને ઘરની બહાર ન નીકળવા જણાવ્યું છે.

કેરળ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 31,265 થી વધારે પોઝીટીવ કેસ જોવા મળ્યા છે. જે જયારે આમાંથી 153 દર્દીઓના મૃત્યુ થયા છે, જેના ભાગ રૂપે સરકારે આ  આ કેસ ઘટાડવા અને કોરોના સામે રક્ષણ માટે રાત્રી લોકડાઉન લગાવ્યું છે.

કેરળ રાજ્યના મુખ્ય મંત્રી પીનરાઈ વિજયને આ માટે ટેસ્ટીંગને ઝડપી બનાવવા માટેના આદેશ આપી દીધા છે.  જેમાં આ માટે એક દિવસમાં 167497 લોકોનું સેમ્પલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. હાલમાં પણ રાજ્યમાં આ ટેસ્ટીંગની સંખ્યા વધારવા માટે જણાવ્યું છે.

કેન્દ્ર સરકારની સુચના અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાના 40 હજારથી વધુ નવા કેસો સામે આવી રહ્યા છે. જેમાંથી વધારે પડતા કેસ આ કેરળ અને એ પછીના કેસો મહારાષ્ટ્ર રાજ્યના છે.  કેન્દ્ર સરકાર દ્બારા આ બંને રાજ્યોના મુખ્ય મંત્રીઓને આ બાબતે પત્રો લખીને જાણ કરવામાં આવી હતી અન બંને રાજ્યોને આ કર્ફ્યું લગાવવાથી સલાહ આપી હતી.

હાલમાં આ કેસો વધવાનું ત્યાનો સ્થાનિક તહેવાર ઓણમ મનાઈ રહ્યો છે. જેમાં વધરે પડતા લોકો ભેગા થવાથી આ કેસોમાં ઉછાળો આવ્યો છે. આ સાથે દેશમાં પણ અનેકર રાજ્યોમાં હવે તહેવારો આવી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અનેક જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.  આ માટે સાવચેતી રૂપે પણ દરેક રાજ્યોને સૂચનાઓ અપાતી હોય છે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *